Vijay Shah

Inspirational

3  

Vijay Shah

Inspirational

કરુણા બા

કરુણા બા

5 mins
14.8K


પ્રોફેસર કરૂણા પાઠક નિવૃત થઇને દિલ્હીથી વતન વડોદરા આવ્યા ત્યારે તેમને મોટા કુટુંબની મૂડીનો પરિચય થયો. આ મુડી એટલે પૈસા નહીં પણ લાંબો પહેળો ભાઈ ભાંડુરાનો વસ્તાર... કોઈ ફોઈબા કહે તો કોઇ માસીબા. લગ્ન તો કર્યાં નહોતા એટલે આ બધો વસ્તાર મોસાળ પક્ષે અને કુટુંબ પક્ષેજ હતો અને સૌ ઘડીયાળી પોળમાં જ રહે.

કરૂણા એટલે નામ પ્રમાણે જ ગુણ. પ્રોફેસર તરીકે નિવૃત થયા પછી સારુ એવું પેંશન અને ખાતા ના ખુટે તેટલો વારસો અને ખાનાર પેટનું જણ્યું તો કોઇ જ નહીં…

એક વખત પાલીતાણાનાં “કંચનબેનનું રસોડા” વિશેનો લેખ વાંચવામાં આવ્યો.

૬૦ વર્ષનાં નિઃસંતાન બેનને સાત પેઢીનું ધન વારસામાં મળ્યું ત્યારે જે પ્રશ્નો મનમાં ઉઠ્યા તે સર્વ પ્રશ્નો કરુણા બેનને પણ ઉઠ્યા. આજે તો ઠીક છે. હાથ પગ ચાલે છે કાલે ઊઠીને નહી ચાલે ત્યારે શું? આ બધા સગાંવહાલાં તો ઘણાં છે પણ કંઇક એવું કરતાં જવું છે કે આવતો ભવ પણ સુધરે. વળી, ઉપાશ્રય અને સાધુની વાણીએ એટલું પણ શીખવાડેલું કે હાથે તેટલું સાથે.

મારવાડ છોડીને પાલિતાણા આવ્યા અને થોડા સમયે તેમને સમજાયું કે સાધુ સાધવીને ગોચરી ઓરાવવાની (ખાવાનું આપવાની) તકલીફ છે. વળી આમેય તેમનું ભોજન કંદમુળ વિનાનું અને સાદું હોવું જોઇએ. ઘણી ભોજન શાળાઓ હોવા છતાં પાસની તકલીફ અને વ્રત પ્રમાણે ભોજન મળે કે ના મળે. ઘીમે ધીમે મનમાં વિચાર દ્રઢ થતો ગયો. અને સાધુ સાધવી માટે મફત ભોજન શાળા ખોલી. સવાર નવ વાગ્યા સુધી સાધુ કે સાધવી જણાવી જાય કે પારણું કરવાનું છે કે વર્ષીતપનું બેસણું કરવાનું છે તો તે પ્રમાણે ગરમ ગરમ ભોજન તૈયાર કરી ભાવથી સાધુ સાધ્વીને ઓરાવે (ખાવાનું આપે).

કરૂણા બેન પાલિતાણા આવી કંચન બેનની સાથે વાતોએ વળગ્યા...

“બેન આ સખાવ્રતની ધૂણી સારી જગાવી છે પણ મનમાં કદી એવો વિચાર નથી આવતો કે હું આ કામ જાતે કરું એવી ભાવના કેવી રીતે તમને થઈ આવી?”

“જ્ન્મનાં સંસ્કાર એવા હતાજ કે સુપાત્રે દાન જાતેજ કરવું જોઇએ, તેથી સાદુ ખાવાનું જાતે બનાવવાનું અને જાતેજ પિરસવાનું તે વાતને જૈન સમાજે સ્વીકારી અને સાધુ સંતોએ અનુમોદના આપી. મોટો હોલ અને બે ત્રણ બહેનો મદદમાં આવી અને આ સત્કાર્યને વેગ મળવા માંડ્યો.”

“તમારી આ પ્રેરણાત્મક વાતો નાના પાયે મારે કરવી છે. તો હું કેવી રીતે શરૂં કરું?”

સાવ સ્રરળ વાત છે. કોઇને પેટ્ભરીને ખાવાનું આપવાનું છે. ન કોઇ નફાનો કે ખોટનો હિસાબ છે. જેનું પેટ ભરાય છે તે આશિષ દે છે.

કરુણા એ સખાવ્રતની ધુણી શરુ કરી ધનતેરસનાં દિવસથી. પોતાના કાકા સને માસીનાં ઘરે સાત પિતરાઈ અને ૪ મસિયાઇ ભાઇને ત્યાં સોનાનો સિક્કો આપ્યો. “બધા કહે બેન આજે તો તમારે તમારા ઘરે સોનું લેવું જોઇએ.”

"હા. મેં લીધું અને તમને આપયું એટલે મને પહોંચીજ ગયું. હા, દાન પુણ્ય તો તમને જ મળ્યું ને!”

“હવે એક બીજી વાત સાંભળો, તમારા પુત્ર પુત્રી કે પૌત્ર પૌત્રી જે દસમા ધોરણમાં સારા માર્કે પાસ થશે તો ૫૦૦ રુપિયા આપીશ અને બારમામાં પ્રથમ વર્ગમાં આવશે તો ૧૦૦૦ રુપિયા આપીશ.”

બધ્ધા પિતરાઈ અને મસિયાઇ ભાઇ બહેનો ખુશ હતા કારણ કે સ્કોલરશીપ બધ્ધાને મળવાની હતી. કરુણા માસી કે કરૂણા ફોઈને બધ્ધા ઓળખતા હતા...

ઘરમાં કામવાળી. રાંધવા વાળી અને બાંધેલો રીક્ષા વાળો પડ્યો બોલ ઉઠાવતા હતા અને દર પહેલી તારીખે પગાર ઉપરાંત નાની નાની વસ્તુઓ પણ વિના માંગ્યે મળતી હતી. ફોઇ કહે એ બહાને ત્રણ કુટુંબો પોષાય છે ને? ભગવાને મને ઘણું જ આપ્યુ છે ને મારે મારી હાજરીમાં તેમને વાપરીને જવું છે.

ક્યારેક ભાભીઓ બોલેપણ ખરી થોડુંક તમારા વૃધ્ધત્વ માટે પણ સાચવો ત્યારે એકજ હસમુખ જવાબ અરે ઉપરવાળો ઘડપણ જોવાતો દે? આપણે તો હાલતા ચાલતા જ જતા રહેવાના છીએ.

એક વખતે કર્ણ ની કહાણી તેમના વાંચવામાં આવી.

આખી જિંદગી સોનાનું દાન કર્યું હતું તેથી સ્વર્ગમાં અન્ન પણ સોનાનું મળ્યું ત્યારે વિચારમાં પડ્યો. ધર્મ રાજા કહે તમે આખુ જીવન સોનું જ આપ્યું હતુ પણ અન્ન દાન કયારેય નહોતું કર્યુ તેથી અહીં પણ સોનું મળ્યું. ત્યારથી કરૂણા ભુખ્યાને ભોજન આપવા કટીબધ્ધ થઈ. અન્ન સદાવ્રત ખોલવાનો વિચાર પાકો થયો.

રવિવારે ૧૧ ડબ્બા ભરીને હાંડવો થવા લાગ્યો અને ૧૧ ઘરે પહોંચવા લાગ્યો તો ક્યારેક થેપલા અને ક્યારેક વડા એમ દરેક મહીનાની પહેલી તારીખે કંઇક નવું બનવા લાગ્યુ અને પહોંચવા લાગ્યું. વળી જો કોઇક તહેવાર કે જન્મતારીખ હોય તોબીજો નાનો ડબ્બો મિઠાઇનો પણ જતો…

બધા તેમને વહાલથી કરૂણા બા કહેતા. કરૂણા બા સામે એટલા વહાલથી સૌને આશિષ આપતા અને મનોમન કહેતા પ્રભુ એ મને લખેશરી બનાવી તો આ સૌ ભાંડેરાઓને મદદ કરી શકું છુ. ભગવાન તારો લાખ ઉપકાર...

તેમના નાણાનો વહીવટ કરતો અતુલ પણ આશ્ચર્ય ચકીત થતો અને કહેતો... બા તમારા પૈસા જ્યાં રોકું અને પૈસા બમણા થઈને ઊગે છે. બા તમે નહીં હોય ત્યારે આ સદાવ્રત ચાલશેને?

મારી પાસે અગીયાર જોડી હાથ છે. તેઓ આ સદાવ્રત ચલાવશે અને મારા સાજા માંદે તેઓજ ચલાવશે આ સત્કર્મની ધૂણી. આ સૌએ પાંચ વર્ષમાં મારા પગલે તેમના કુટૂં બ કબીલામાં બીજા પંચાવન કુટૂંબોને રંગ્યા છે. વળી ત્રણ તો સિંધરોટ્નાં પતિયાઓને જમાડે છે. સમાજને ઉપયોગી થવાની ભાવનામાં જ્યારે ઘસાવાની ભાવના ઉમેરાય ત્યારે જ દીપથી દીપ જલતો રહે.

"કરૂણા ફઈ વિશે એક વાત કહું?” સંતને વિનંતી કરતા ભત્રીજી મૈત્રી બોલી.

સંતની અનુમતિ મળતા મૈત્રી બોલી કરુણા ફઈને સારુ લગાડવા અને તેમને નિરાશ થતા ન જોવા જ હું બહું ધ્યાનથી ભણતી હતી અને જ્યારે ૯૧% આવ્યા ત્યારે તેમના પ્રસન્ન મ્હોં પર હાસ્ય જોવા બહુ તરસતી હતી. એ એક પ્રસન્નતાએ ઘરનાં સૌને ખુશ કર્યા હતા. સમયસર પ્રોત્સાહને મને તેમની ઉપરાંત શાળામાં પણ બહુમાન અપાવ્યું.

ઘરનાં કામવાળા બેન તો બોલ્યા... હું મારા બીમાર પતિની નાદુરસ્ત તબિયતથી ખૂબ વ્યથિત હતી. બેને મને કહ્યું, "તું કામ અહીં વ્યવસ્થિત કર એમનો હોસ્પીટલનો ખર્ચ મને આપવા દે. બેન મારો આખો પગાર હોસ્પીટલમાં જતો હતો બેને છ મહિના મને બમણો પગાર આપ્યો અને જ્યારે તે સાજા થઈને ઘરે આવ્યા ત્યારે ફળ ટોનીક અને રીક્ષા છોડાવી દીધી અને પાછા બોલ્યા બેન તમે કામવાળા નહીં મારાં નાના બેન છો આટલુ મેં કર્યુ તેમાં શું મોટી વાત છે."

એક દિવસ તેમને અને તેમના સત્કાર્યને બીરદાવવા સંતો આવ્યા ત્યારે બે હાથે માથું નમાવીને કરુણાબેન બોલ્યા. મારા સ્થિર મનોવનમાં મેં કર્યુનું વિષ ન નાખો. મેં તો મારા કુટુંબ માટે થઈ શક્યું તેટલુ કર્યુ છે. અને એમ કરીને મારા માબાપે શીખવેલા કાર્યને ઉજાળ્યું છે. જેમાં મેં સંસકાર નિભાવ સિવાય કોઇ વિશિષ્ટ કાર્ય નથી કર્યુ. હા મારું કરેલું કામ ગમે તો તે કામ કરી ભુખ્યાને ભોજન આપો. સમાજે મને આખી જિંદગી આપ્યું હતું તે પાછું વાળાવાાનાં સમયે પાછું વાળું છું તે કંઈ મોટુ કામ નથી.

સંતો વ્હાલથી ખભો થાબડતા બોલ્યા કરૂણા બહેન ધન્ય છે તમને અને કળયુગમાં સત્યુગી જીવન જીવતા તમને અને તમારા કુટુંબને.તમારા જેવા પાવક વિચારક અને પાલક સંતાનો ને કારણે કોઇ પણ ટેકા વિના આ પૃથ્વી ટકેલી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational