STORYMIRROR

Himanshu Desai

Romance Thriller

3  

Himanshu Desai

Romance Thriller

કોરું પાનું

કોરું પાનું

15 mins
173

અજય એક બેંકમાં ઓફિસર હતો. નિષ્ઠાપૂર્વક કામ અને ગ્રાહકોનું સંતોષકારક સમાધાન કરવા માટે બધાને તેને માટે માન હતું. પ્રશ્નોના ઉકેલ ખૂબ જ સાહજિક રીતે કરવાની તેની ક્ષમતા વખાણ યોગ્ય હતી. બેંકની અન્ય બ્રાંચમાં ઊભા થયેલા પ્રશ્નો હલ કરવામાં જરા ય ઝિઝક ન્હોતો કરતો. પત્ની તૃપ્તિ સાથે પ્રેમ લગ્ન હતાં. તૃપ્તિ થોડી વેલ તું દુ ફેમિલીની હતી અને પેરેન્ટ્સની થોડીઘણી ઈચ્છા વિરુદ્ધ અજય સાથે લગ્ન કર્યા હતા. તૃપ્તિ બ્યુટીશ્યનનું શીખી હતી. આવડત અને કુશળતાથી વ્યવસ્થિત કામકાજ કરતી અને સારું એવું કમાતી પણ.

તૃપ્તિ ને ટિપિકલી આ મિડલ કલાસ પરિસ્થિતિ ખૂંચતી. એનો ધ્યેય ખૂબ કમાઓ અને ખૂબ વાપરો. એ ઘણીવાર અજયને કહેતી કે અજયના એક દૂરના સગા પણ જે બેંકમાં જ હતા તેના તો બે બે ફ્લેટ છે તો આપણી લાઈફ કેમ એટલી સીધી સદી. અજય હસીને જવાબ ટાળતો.

તૃપ્તિને ખુશ કરવા અજયે એકવાર વેકેશન પ્લાન કર્યું. સીમલામાં બેંકનું હોલીડે હોમ ચાર દિવસ માટે બુક કરાવી લીધું. બેંકના હોલીડે હોમની વાત જાણી તૃપ્તિએ નાકનું ટેરવું ચઢાવ્યું. પરંતુ સીમલા નું હોલીડે હોમ બધાં જ વખાણતા. મુખ્ય વાત કે બેંકના સ્ટાફને ખૂબ જ સસ્તામાં મળતું.

અજયના નસીબનો વાંક કે જે હોય તે, બંને સીમલા પહોંચ્યા તો રૂમમાં નળમાં પાણી ન્હોતું આવતું. મેનેજરે કહ્યું કે મોટર સ્હેજ રિપેર માં છે એટલે કલાકેકમાં પાણી ચાલુ થઈ જશે.પહોંચવામાં પણ મોડું થયું હતું એટલે ચા, કોફી બિસ્કીટ સિવાય કંઈ મળે એવું ન્હોતું. " બધે જ સસ્તું જોવા જાવ એટલે આવું થાય. માંડ જિંદગીમાં ફરવા નીકળ્યા ને પ્રથમ ગ્રાસે મક્ષિકા. અજય, આવું કેવી રીતે ચાલે. મઝા કરવા નીકળ્યા હોઈએ અને....." "તૃપ્તિ, જો, હજુ તો આવ્યા છીએ. આપણી પાસે ચાર દિવસ છે. ખૂબ મઝા કરશું ને" બેઅસર તૃપ્તિ સુવા જતી હતી ત્યાં ડોર બેલ વાગી. " રૂમ સર્વિસ. સર, મેડમ, રૂમ ક્લીન કરી બેડની ચાદર વગેરે ચેન્જ કરી આપું". " તો અમારા આવતા પ્હેલાં કેમ ન કર્યું ?" તૃપ્તિ ભડકી." ક્યાં તો બીજી કોઈ સારી હોટેલમાં ચાલો નહી તો ઘરે પાછા." " મૂડ ખરાબ ન કર, તું કહે એમ કરશું, બસ ?" એમ કહી અજયે તૃપ્તિ ને શાંત કરી.

વ્હેલી સવારે અજયની આંખ ઊઘડી ગઈ. તૃપ્તિ ને પણ ઉઠાડવાની કોશિશ કરી. " તૃપ્તિ, ઊઠે છે ?. જો કેટલું પ્લેઝન્ટ વાતાવરણ છે. આવું મુંબઈમાં નહિ મળે. ચાલ, વોક પર જઈએ, મઝા આવશે". " કાલે, આજે નહિ" કહી તૃપ્તિ ઓઢુમોઢુ ઘાલી સૂઈ ગઈ. સાંજે ફરીને આવીને અજયે ડ્રિંક્સ ઓર્ડર કરવાનુ વિચાર્યું. " તું શું લેશે ?" " તમને પુરુષોને ચાન્સ મળ્યો નથી ને બાટલી ખોલી નથી." "તૃપ્તિ, એક કામ કર, આજે તું ય મારી સાથે ઘૂંટ મારી જ લે." એમ કહી અજયે ડ્રિંક્સ ઓર્ડર કર્યું. કચવાટે મને તૃપ્તિ પણ જોડાઈ.

બીજે દિવસે સાંજે અજયને વધારે ઊંઘ આવી ગઈ. જાગીને જોયું તો તૃપ્તિ ન દેખાઈ. ફોન કર્યો તો કહે શોપિંગ પર નીકળી છે. ઘણીવારે તૃપ્તિ આવી. થોડું અંધારું ય થઈ ગયું હતું. " ક્યાં હતી આટલે મોડે સુધી ? શોપિંગ તો ખાસ દેખાતું નથી" " એક પેગ મારીને આવી છું." આંખ મીંચકારતા તૃપ્તિ બોલી. અજય ચોંક્યો, " તારી જાતની તો...ચસ્કો લાગ્યો કે શું ? ચાલ સાથે મળીને હોલીડે ઉજવીયે." અજય અને તૃપ્તિ બે ત્રણ ત્રણ પેગ ઠોકી ગયા. અજયે તૃપ્તિએ બાથમાં લીધી અને એક હળવું ચુંબન ધરી દીધું. હળવેથી બંને રજાઈમાં સમાઈ ગયાં.

વ્હેલી સવારે અજયની આંખ ખુલી ગઈ. તૃપ્તિ ભર ઊંઘમાં હતી, આગલી રાતનો હેંગઓવર જે હતો. અજય તૃપ્તિના ચહેરાને સ્મિત સહ નીરખતો રહ્યો. તૃપ્તિ ને માથે હાથ ફેરવી કપાળ ચૂમી લીધું. અજયને પણ ઉઠવાનુ મન ન થયું. રજાઇમાં ભરાઈ, તૃપ્તિ ને ભેટીને સૂઈ ગયો.

જોતજોતંમાં મીની વેકેશન પતી ગયું અને પાછા રોજિંદી જિંદગીમાં પહોંચી ગયા. એક દિવસે અજયને બેંકની પાંચ દિવસની ટ્રેનિંગ માં જવાનું નક્કી થયું. ઓફિસર ટ્રેનિંગ કૉલેજ અમદાવાદ ખાતે આવી હતી. તૃપ્તિને ઘર અને તબિયતની કાળજી લેવાનું કહી એ અમદાવાદ માટે નીકળ્યો.

બાવીસ અલગ અલગ બ્રાન્ચના ઓફિસરો ત્યાં આવ્યા હતા. પ્રારંભિક ઇન્ટરોડક્શન બાદ બે બે જણની ટીમ બનાવવામાં આવી. દિવસ ભરના લેક્ચર્સ બાદ મળેલા projects દરેક જોડીએ સાથે મળીને તૈયાર કરવાના હતા.

ક્ષિતિજા. અજયને ફાળવેલી જોડી. જોડી નક્કી થયા પછી બધી જ જોડીએ જોડે બેસવાનું રખાયું. ઔપચારિક ઓળખાણો થયા બાદ વ્યવસ્થિત training શરૂ થઈ. Tea તથા લંચ break વખતે અલપઝલપ વાતો થઈ. ક્ષિતિજા નામથી અજયને ઓળખતી હતી પણ મળી પહેલી વખત. રાત્રે ડિનર પછી ફાળવવામાં આવેલ પ્રોજેક્ટ બંનેએ લેપટોપ માં save kari લીધો. ખુશનુમા વાતાવરણમાં બધા પોતપોતાની રીતે વાતોએ વળગ્યાં. અજય અને ક્ષિતિજા એક હીંચકે બેઠા. કઈ બ્રાન્ચ, કયો ડિપાર્ટમેન્ટ વગેરે ચર્ચાઓ થઈ. બીજે દિવસે રાત્રે બધું પતાવ્યા બાદ અજયે પૂછ્યું," આંટો મારવા જઈશું ?"

" અત્યારે, સાડા નવ વાગે ?" "કેમ, શું વાંધો ? એટલું ય મોડું નથી" બંને જણા શાંત અને પ્લેઝન્ટ વાતાવરણ એન્જોય કરવા નીકળ્યા. " કોણ કોણ છે ઘરે ?" " હું ને મારી વાઇફ તૃપ્તિ. She is a very talented બ્યુટીશ્યન. એ એના profession માં સારી એવી બીઝી પણ રહે છે." કેટલાં વર્ષ થયાં લગ્નને ?" " છએક થયાં" "છોકરાં ?" " પ્લાનિંગ થવાનું બાકી છે." બંને હસી પડ્યા. " What about you, ક્ષિતિજા ?" અમારી કેમિકલ ફેક્ટરી છે. મિસ્ટર એમાં જ બીઝી રહે છે. એમને ઘણીવાર મુંબઈથી બહાર જવું પડતું હોય છે. એટલે જ તો જરૂર ન હોવા છતાં કાર્યરત રહેવા માટે નોકરી ચાલુ રાખી છે. ઓફિસર સુધી બસ છે. આગળ પ્રમોશન ની પણ ઈચ્છા નથી." " તમારે ઇશ્યુઝ ?" "ટાઇમ ક્યાં છે ?" અને બંને ખૂબ ખડખડાટ હસ્યા. "આઇસક્રીમ ખાશું ?" અજયે પૂછ્યું. " હમણાં આ ટાઈમે, આવી ઠંડીમાં ?" "ક્ષિતિજા, આઇસક્રીમ ઠંડીની સીઝન માં ખવાય છે." " ઇઝ ઇટ ?" "હા, અને અહી જે વેરાયટી મળે તે મુંબઈમાં નહિ મળે." પછી તો રોજ જુદી જુદી flavour નો આઇસક્રીમ ચાખતાં અને ખાતા ગયા. પાંચ દિવસ ક્યારે પત્યા એ ખબર પણ ન પડી. એ દિવસો દરમ્યાન અજય અને ક્ષિતિજા એકબીજા વિશે સારું એવું જાણી ગયા હતા.

ટ્રેનિંગ ના દિવસો વાગોળતો અજય ઘરે પાછો ફર્યો.

તૃપ્તિ મ્હોં ચઢાવીને દરવાજો ખોલી કંઈ બોલ્યા વગર બેસી ગઈ. "હાઈ. શું થયું ? મૂડ ખરાબ છે ? એકલા નહિ ગમ્યું હોય, ખરું ? I can understand, તૃપ્તિ, પણ ટ્રેનિંગ માં ગયા વગર છૂટકો જ નહિ. તારે માટે બે સરસ ડ્રેસીઝ પણ લાવ્યો છું. એક આઈડિયા. Let's celebrate my homecoming. હું ફ્રેશ થઈ આવું ત્યાં સુધીમાં તું તૈયારી કરી રાખ. મસ્ત એક બે પેગ મારશું ને પછી.....સીમલા..ઓકે ?" " ચૂલામાં નાખ એ ડ્રેસ. ભાડમાં જાય ડ્રિંક્સ અને સીમલા." અજય ડઘાઈને તૃપ્તિ ને જોઈ રહ્યો. તૃપ્તિનું આ રૂપ તો શોકિંગ હતું." શું વાત છે તૃપ્તિ. What's wrong, just tell me" " wrong ? I'm pregnant, અજય." " ઓહ, આ તો tremendous news છે. જબરદસ્ત ખુશીની વાત છે. આમ ગુસ્સે કેમ છે ? Ok, ઓકે. સીમલા ની યાદગીરી છે આ તો. You can't imagine હું કેટલો ખુશ છું. જો સાંભળ, અગર છોકરી આવી તો એનું નામ સીમલા જ રાખશું. મને તો તારા જેવી જ એક મીઠઠી દીકરી જ જોઈએ." તૃપ્તિ તાડુકી," અજય, આ મજાકની વાત નથી. I was and am still, not ready for this." "જો તૃપ્તિ, જે થયું છે તે નિર્ધારિત હશે તો જ થયું હોય." " તો સાંભળ, ચાઇલ્ડ ના આગમન માટે તારી ઔકાત કેટલી ? ચાર પાંચ વર્ષ પછી સારી સ્કૂલમાં admission, યોગ્ય ઉછેર વગેરે માટે, હું સીધું જ પૂછું છું, આપણી કેપેસિટી છે ? તૈયારી છે ?" જો તૃપ્તિ, પહેલી વાત મેં સિમલામાં જબરદસ્તી તો કરી જ નથી. જે થયું હતું તે બંનેની સંમતિથી થયું. It was destined. અને આપણે મળીને એનો ય રસ્તો કાઢશું, તું શું કામ ફિકર કરે છે ?". " નો અજય, I'm not convinced and ready for this. સીમલા માં થયું તે હોંશમાં નથી થયું." " તૃપ્તિ, જો હમણાં આરામ કર. હું પણ થાકીને આવ્યો છું. આરામથી પછી વાતચીત કરશું ને." અજય ફ્રેશ થઈને આવ્યો ત્યાં સુધીમાં તૃપ્તિ માથે રજાઈ ઓઢીને સૂઈ ગઈ હતી.

રજા અને થાકને લીધે અજય મોડે સુધી સૂઈ રહ્યો. જાગીને જોયું તો તૃપ્તિ તૈયાર થઈ રહી હતી. " આજે આટલો વહેલો ઓર્ડર છે ?" " ના. એક બે દિવસ મમ્મી પાસે રહેવા જાઉં છું. મને રોકતો નહિ, પ્લીઝ." " સારું, જા, આરામ કરીને ફ્રેશ થઈને આવજે, ઓકે ? But no tension and stress please, promise ?" તૃપ્તિ અજયને hug કરીને નીકળી ગઈ.

અજય પણ બેંકમાં બીઝી રહેતો તેથી તૃપ્તિ સાથે ખબર અંતર પૂછવા સિવાય વધારે વાતો ન્હોતી થતી. બે ના ચાર દિવસ થયા એટલે અજયે તૃપ્તિ ને ફોન જોડ્યો. તૃપ્તિની મમ્મીએ ફોન ઉપાડ્યો. કેમ છો, મઝામાં વગેરેની લેવડદેવડ પછી અજયે તૃપ્તિ ક્યાં છે પૂછ્યુ." તૃપ્તિ તો બે જ દિવસનું કહીને ગઈ હતી. હજુ આવી નહિ. તબિયત તો ઠીક છે ને ? એને ફોન આપો તો." " અજયકુમાર, એ જરા સૂતી છે." "આ ટાઈમે, સાંજે ? શું થયું છે ?" " અજયકુમાર, ગુસ્સે ન થતાં. અમે ય એને બહુ સમજાવી, પણ..." " પણ શું, મમ્મીજી ?" " તૃપ્તિ....abortion કરાવીને આવી છે" "શું ? હું આવું છું હમણાં" અજયના પગ તળે જાણે જમીન સરકી ગઈ. એના માનવામાં ન્હોતું આવતું. એ દોડતો સાસરે પહોંચ્યો અને સીધો તૃપ્તિ પાસે જઈને બેઠો. એની હથેળી હાથમાં લઈ પસવારતા પૂછ્યું," તે આ શું કર્યું, તૃપ્તિ ? મને જણાવ્યા વગર ?" " તમે સંમતિ આપી હોત ? મે બાળકના ભવિષ્ય ખાતર આ પગલું ભર્યું છે." " જો તૃપ્તિ, લગ્નને છ વર્ષ થઈ ગયા છે. બેંકમાં પ્રમોશન સાથે પણ પગાર બહુ મોટી રકમથી નથી વધતો. એમ જોઈએ તો આપણે આપણા બાળક માટે વિચાર જ ન કરી શકીએ. બધી વાતોના શાંતિથી ઉકેલ આવતા જ હોય છે. તારી આવી જીદમાં તો જિંદગી અડધી વીતી જશે." તૃપ્તિનો એક જ જવાબ," મને જે ઠીક લાગ્યું તે કર્યું." અજયને બોલવા જેવું કંઈ ન રહ્યું. તૃપ્તિની પાસે બેસી એની હથેળી પંપાળતો રહ્યો. થોડીવારે બોલ્યો, "સારું, ચાલ, જે થયું તે થયું. સરખો આરામ કરી લે અને મને કહેશે ત્યારે આવીને લઈ જઈશ." તૃપ્તિ ને માથે હાથ ફેરવી, વાંકા વળી એનું કપાળ ચૂમી લઈ ગાલે વ્હાલ ભર્યો થપકાર આપી ઘરે જવા નીકળી ગયો. રસ્તે wine shop માંથી ફૂલ બોટલ વ્હીસ્કીની લઈને ઘરે પહોંચ્યો. પહોંચતા વ્હેંત બોટલ ખોલી ગ્લાસમાં રેડી એક જ ઘૂંટડે ગટગટાવી ગયો. ગણ્યા વગર એ પીતો રહ્યો અને પછી ઢળી પડ્યો. અજયે બીજે દિવસે બે દિવસની રજા મંજુર કરાવી લીધી અને દિવસભર પીધે રાખ્યું.

અજય રોજ જ તૃપ્તિ ને ફોન કરી ખબર પૂછ્યા કરતો. ઘરે પાછા ફરવાનું એણે તૃપ્તિ પર જ છોડ્યું.

" શું કરો છો ? શું પ્રોગ્રામ તમારો આજે ?" એક દિવસ ક્ષિતિજાએ ફોન કરી અજયને પૂછ્યું. " કંઈ નહીં, કેમ ક્ષિતિજા ?" " આમ જ. મિસ્ટર છે out of town. તો તમે બંને આવો ડિનર પર." " વાત એમ છે કે તૃપ્તિ ગઈ છે એના પેરેન્ટ્સ ને ત્યાં. We can have dinner somewhere outside, if comfortable to you." " Ok. એમ કરીએ." એક સારી હોટેલમાં બંને ડિનર માટે ભેગા મળ્યાં. કેમ છે કામકાજ, મિસ્ટર ક્યાં ગયા છે, તૃપ્તિ કેમ ગઈ, વ. વ. ચર્ચા વિચારણા થઈ ત્યાં ઓર્ડર કરેલું ફૂડ આવી ગયું. " અજય, you know, એક ડ્રામા હમણાં ધૂમ મચાવે છે. ટિકિટ મળવી મુશ્કેલ થાય છે. આમેય મિસ્ટરને ડ્રામા માં ખાસ interest નથી. ત્રણ કલાક અંધારામાં અને તે ય એક જ જગ્યાએ બેસી રહેવાનું એમને અસહ્ય થાય. એક સંસ્થાનો એ નાટકનો શો છે અને એમણે

 ડોનેશન આપ્યું છે એટલે આ શનિવારના શોની એક ટિકિટ આવી છે. મને ફિલ્મ કરતા નાટક ખૂબ ગમે અને આ નાટક તો જોવું જ છે પણ કોઈ કંપની વગર રાતના શોમાં કેવી રીતે જવાય ? તમે એકલા જ છો ઘરે તો તમે જોઈ આવો." " એક મિનિટ, ક્ષિતિજા. એક કામ કરી શકાય. હું આવું તમારી સાથે. ત્યાં એકાદ એક્સ્ટ્રા ટિકિટ નહિ મળી જાય ? તમારી પણ ઈચ્છા છે અને હું પણ જોઈ લઉં એ બહાને." " એક્સ્ટ્રા ટિકિટ ન મળી તો ?" " અરે મળી જ જાય. આટલા મોટા થિયેટર માં એક એક્સ્ટ્રા ટિકિટ ન મળે ? Let's make it final"

શનિવારે થિયેટર પર શોના ટાઇમ કરતા અડધો કલાક વહેલા મળવાનું નક્કી કરી હોટલમાંથી નીકળ્યા. ક્ષિતિજાને એને ઘરે ડ્રોપ કરી અજય ઘરે પહોંચ્યો. અલગ મૂડમાં બે પેગ, સિગારેટના ધુમાડા કાઢતા કાઢતા ચઢાવી દીધા.

થિયેટર પર નાટ્ય રસિકો આવતા ગયાં. અજય બધાને એક્સ્ટ્રા ટિકિટ માટે પૂછતો. નાટકના પોસ્ટર પર લખ્યું હતું કે આરંભ ચૂકશો નહીં અને અંત કહેશો નહીં. એક સસ્પેન્સ thriller નાટક હોવું જોઈએ એમ અજયે વિચાર્યું. નાટક શરૂ થવાની બે બેલ વાગી. " Hi, ક્ષિતિજા, નાટક જોવા ? મિસ્ટર ક્યાં ?" " હેલ્લો રાઠોડ, તમને ખબર છે કે એને ક્યાં interest છે." તો એકલા જ ?" " ના, અજય સાથે આવી છું. મારી પાસે એક જ ટિકિટ છે એટલે અજય એક્સ્ટ્રા ટિકિટ ની શોધમાં છે." " ડિફિકલ્ટ છે. મળે તો નસીબ." ત્યાં અજય આવી પહોંચ્યો, ખાલી હાથે. "Hi અજય." " ઓહ, hi રાઠોડ, તમે પણ આવ્યા છો નાટક જોવા ?" " મળી ટિકિટ ? મુશ્કેલ છે." રાઠોડ અને ક્ષિતિજાના મિસ્ટર જૂના પાડોશી હોવાને નાતે ફેમિલી friends હતા. " ક્ષિતિજા, ત્રીજી બેલ વાગે તે પહેલાં ગોઠવાઈ જઈએ તો સારું." રાઠોડે કહ્યું. "ક્ષિતિજા, તમે ત્રીજી બેલ વાગે તે પહેલાં અંદર પ્હોંચી જાઓ. મને ટિકિટ મળશે તો હું પણ આવી જઈશ. પછી interval માં મળશું." "Ok" કહી ક્ષિતિજા auditorium માં જતી રહી. ત્રીજી બેલ વાગી અને લગભગ પેસેજ ખાલી થઈ ગયો. નાટક પણ શરૂ થઈ ગયું. અજયને ટિકિટ ન મળી. હવે નાટક પતે ત્યાં સુધી ત્યાં રહેવા સિવાય છૂટકો નહોતો કારણ કે ક્ષિતિજાને એકલી છોડાય કેમ કરીને ? પાસે જ એક નાનકડી decent cafeteria માં જઈને ગોઠવાયો. " સાબ, કયા લઉં ?" " દોસ્ત, એક ફર્સ્ટ ક્લાસ મસાલે વાલી સ્પેશિયલ ચાય લેકે આ. ઔર સુન, એક સિગારેટ કા પેકેટ લા કે દે.

સિગારેટની ધુમ્રસેરમાં અજય એની જિંદગીની ઘટમાળ જોવા લાગ્યો. તૃપ્તિ સાથે સીમલા ની ટુર, પ્રેગ્નન્સી ની ખુશખબર, ઓચિંતું abortion. ચા અને સિગારેટ પતી ગયાની ખબર ન પડી. ફરી એક ચા મંગાવી અને બેંકના કામકાજ, પ્રમોશન, શક્ય ટ્રાન્સફર ના વિચારોમાં ડૂબી ગયો. 

Interval થઈ એટલે ક્ષિતિજા એ અજયને ફોન જોડ્યો તો જાણ્યું કે ટિકિટ ન મળવાને લીધે બાજુમાં cafeteria માં બેઠો હતો. અજય બહાર આવીને ચિંતાગ્રસ્ત ક્ષિતિજાને મળ્યો અને સાંત્વન આપ્યું," નિરાંતે નાટક જુઓ. પત્યા પછી સાથે જઈશું અને ઘરે ડ્રોપ કરી દઈશ."

રાઠોડે interval માં ક્ષિતિજા ના મિસ્ટર ને ફોન જોડ્યો, " hi, ક્યાં છો ? ક્ષિતિજા એ કહ્યું કે તમને નાટકમાં interest નથી." " Correct. એટલે એ એના friend સાથે ગઈ છે." " બરાબર. હું પણ નાટક જોવા જ આવ્યો છું. શું કરો છો ?" " અરે યાર, દોસ્તો સાથે મેહફીલ જમાવી છે. Drinks અને પત્તાની બાજી. છોડ, જીતવાના મૂડમાં છું. કામ બોલ." " સાંભળો, પત્તાની બાજી છોડો. જીંદગીની બાજી હારવી છે ?" "અરે યાર સમજાય એવું બોલ." " અજય અને ક્ષિતિજા અમદાવાદ બેંકની ટ્રેનિંગ માં સાથે હતા. હું પણ હતો. પાંચ દિવસની ટ્રેનિંગ માં એ બંને એકબીજાની ઘણા નજીક આવ્યા હતા. આજે પણ અજય આવ્યો છે એક્સ્ટ્રા ટિકિટ મળશે એમ કરીને પણ ટિકિટ મળી નથી. એટલે ઘેર સુખરૂપ પહોંચાડવા અહી જ ટાઇમ પાસ કરે છે. આ જાણીને ક્ષિતિજા emotionally અજયમાં involve થઈ શકે છે. આ મારું માનવું છે. બને તો શો છૂટવાને સમયે બૈરીને લેવા આવી જાઓ, બાકી તમારી મરજી. Interval પતી ગઈ છે, હું જાઉં છું."

અજય એક લાંબી લટાર મારી આવી ફરી cafeteria માં ગોઠવાયો. " છોટુ, એક Sandwich ખીલા યાર, ભૂખ લાગી હૈ. બાદમે ફિર વોહી માસાલે વાલી special." ફરી અજયે સિગારેટ પેટાવી. ઊંડો કશ ખેંચીને કાઢેલા ધુમાડાના ગોટામાં ક્ષિતિજા જોડે અમદાવાદ ખાતે ગાળેલી ઘડીઓની ઝાંખી થઈ. સોલ્વ કરેલા problems, તૈયાર કરેલા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને માણેલા આઇસક્રીમ. બે સિગારેટ અને બે કપ ચા પતી અને નાટક પણ પત્યું. લોકો બહાર આવવા માંડ્યા. ક્ષિતિજા બહાર આવી અને ચહેરા પર એકસાથે અચંબો અને હતાશાના ભાવ ઉપસી આવ્યા. અજયને હાથ કર્યા બાદ એનું ઘ્યાન હાથ હલાવતા એના પતિ તરફ ગયું. અજયે એમને કદી જોયા ન્હોતા તેથી એમની ઉપસ્થિતિનો અણસાર ન આવ્યો. અજય cafeteria નું બિલ ચૂકવવામાં પડ્યો અને ક્ષિતિજાને એનો પતિ એમની કાર તરફ ઉતાવળે દોરી ગયો. ક્ષિતિજા એ પતિને અજયની ઓળખાણ કરાવવાની ઈચ્છા દબાવી દીધી. બિલ ચૂકવીને પાછા ફરેલા અજયને ક્ષિતિજાને કાર માં બેસતી જોઈ. એને અંદાજ આવી ગયો કે એનો પતિ એને લેવા આવ્યો હશે. કાર ની પાછળના કાચમાંથી એને ક્ષિતિજા વળીને પાછળ જોતા તો દેખાઈ, એના ચહેરા પર આવેલું sorry, અંધારામાં ન દેખાયું. અજયે તરત જ ટેક્સી રોકી ઘર તરફ દોડાવી.

ઘરે પહોંચી ગ્લાસ લઈ whiskey ની બોટલ ખોલી અને સિગારેટ પેટાવી. એનું ઘ્યાન એના મોબાઇલ પરના મેસેજ પર ગયું. કરોડપતિની સીરિયલ દર્શાવતી ચેનલ પરથી મેસેજ હતો, "congratulations. You have been selected to play fastest fingure in our karodpati show. If won, will be on hot seat to play the game. Please report at studio in the morning at........."

અત્યંત ખુશીમાં પાછળનો મેસેજ ગળી ગયો. એના જીવનનું એક મોટામા મોટું સપનું હતું આ પ્રોગ્રામ માં ભાગ લેવાનું, જે સાકાર થઈ રહ્યું હતું. બાકી રહેલી whiskey ખુશી માં ગટગટાવી ગયો.

નિર્ધારિત સમયે અજય સ્ટુડિયોમાં પહોંચી ગયો. ઓળખાણ વગેરેની ઔપચારિકતા બાદ એ યથાસ્થાને ગોઠવાયો. 

પ્રશ્ન રજૂ થયો. જે સાચો અને સૌથી વહેલો ઉત્તર આપે એ બેસશે હોટ સીટ પર. અને અજયે એ રાઉન્ડ સફળાપૂર્વક પાર કર્યો. હવે એ હતો હોટ સીટ પર, રમવા કરોડપતિની રમત.

કામકાજ અંગેની વાતચીત અને રમતના નિયમોની જાણકારી પછી રમતની શરૂઆત થઈ. પ્રારંભિક, પ્રમાણમાં સહેલા પ્રશ્નોના જવાબો બાદ એ સારો એવો ઉપર સુધી પહોંચી ગયો. દસ લાખ, પચીસ લાખ અને પચાસ લાખ સુધી. અટક્યો, ત્યાં લાઇફલાઇન ની મદદ લીધી. એક કરોડના સવાલમાં પરદેશને લગતો પ્રશ્ન હતો. સીમલાથી આગળ ન ગયેલો અજય માથું ખંજવાળવા લાગ્યો. ફોનોફ્રેન્ડનો એક જ વિકલ્પ બાકી હતો. એણે આપેલા નમ્બરમાંથી એણે ક્ષિતિજાનો નંબર લગાવવા કહ્યું. ક્ષિતિજા સાથેની વાતચીતમાં એની પરદેશની ઘણી ટુરની વાતો હતી. હોસ્ટના સવાલના જવાબમાં અજયે ક્ષિતિજા colleague અને ક્લોઝ ફ્રેન્ડ તરીકે ગણાવી હતી. ફોન જોડાતા ક્ષિતિજાને અજયને એક કરોડના પ્રશ્ન વિશે જણાવવામાં આવ્યું તો તે થોડીવાર માટે તો સુમ્મ થઈ ગઈ. પરંતુ જે જગ્યા માટેનો પ્રશ્ન હતો એની માહિતી - જવાબ ક્ષિતિજા પાસે હતો. ખુશી ખુશી એણે જવાબ આપી અજયને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપી.

અને જવાબ સાચો પડ્યો. અજય એક કરોડનો માલિક બની ગયો હતો. તાળીઓના ગડગડાટ વચ્ચે, " હવે છેલ્લો પ્રશ્ન છે સાત કરોડ માટે. જો તમે જીતી ગયા તો આ પ્રોગ્રામ ના ઇતિહાસમાં એ રકમ જીતનાર તમે પહેલી વ્યક્તિ હશો." હોસ્ટે જણાવ્યું. " ખૂબ જ વિચારીને, ઉતાવળ કર્યા વગર એ પ્રશ્નનો ઉત્તર આપજો. જવાબ સાચો પડ્યો તો સાત કરોડ જેવી માતબર રકમના તમે માલિક. પણ....પણ જો જવાબ ખોટો પડ્યો તો એકદમ નીચે પ્રમાણમાં ખૂબ જ નાની રકમ જીતશો. Ok ?" 

"તો આ રહ્યો તમારો સાત કરોડનો સવાલ..,...."

" છે કઈંક પણ જાણકારી આ વિશે ?"

અજયે ખૂબ વિચાર બાદ નકારમાં માથું ધુણાવ્યું.

" આ રહ્યાં એના options"

આખા સ્ટુડિયોમાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ. ટાંચણી પડે તો ય સંભળાય એવી શાંતિ. માત્ર શ્વાસોચ્છવાસ ના ધીમા અવાજ. અજય વારાફરતી options જોતો રહ્યો. પહેલા Option માં સીમલામાં તૃપ્તિ સાથેની પીધા પછીની મસ્તીભરી રાત, સવારે ઉઠીને નિર્દોષ ચહેરા પર એકટસે જોયા કર્યાનું, કપાળે હાથ ફેરવી ચૂમી લેવાનુ, બધા જ ઘટનાક્રમ દેખાયા. બીજા option માં ક્ષિતિજા સાથે ગાળેલો અમદાવાદનો ઘટનાક્રમ અને તે દિવસે નાટક પત્યા બાદ એનું એના પતિ સાથે ચાલ્યા જવાનો પ્રસંગ દેખાયો. ત્રીજા option માં તૃપ્તિના pregnancy ના સમાચારની, અત્યંત આનંદદાયક ઘડી નજરે પડી. એક નાનકડી ઢીંગલી નો જન્મ, ઝોળીપોળીમા સીમલા નામ, એવું દેખાયું. હસીને ચોથા option પર નજર નાંખી. તૃપ્તિનો આક્રોશ, abortion, પિયર જતાં રહેવું દેખાયું.

"Option "C", sir ji"

" તમે ખરેખર આનો ઉત્તર જાણો છો ? જો સાચો હશે તો તમારા આનંદની કોઈ જ સીમા નહિ હોય. પણ જો ઉત્તર ખોટો હશે તો તમારા અફસોસની પણ કોઈ સીમા નહિ હોય, વિચારી લો ફરી"

અજયનો જવાબ હતો, " ક્યાં તો સાત કરોડ, ક્યાં તો કંઈ નહીં. હવે ગુમાવવા જેવું કંઈ જ નથી."

" આ તમારો આખરી નિર્ણય છે ?" લાગે છે તમે guesswork કરો છો."

" Yes. It's guesswork with intuition."

" Ok. તમારો ઉત્તર ઓપ્શન 3 એટલે કે C lock કરવામાં આવે છે."

નિરવ શાંતિ. હજાર રહેલા સર્વે પ્રેક્ષકોના જીવ અધ્ધર. નરી ઉત્કંઠા. રાહ જોવાઇ રહી હતી host ના reaction ni. અજય ઝીણી આંખે નીરખી રહ્યો હતો hostને.

અચાનક હોસ્ટ ઊભા થઈ કાન ફાટી જાય એવા અવાજે બોલ્યા," મીસ્ટર અજય, તમારો જવાબ સાચો છે. તમે સાત કરોડ જીતી ગયા છો." તાળીઓના ગડગડાટથી માહોલ ગુંજી ઉઠ્યો. તાળી પાડતા પાડતા હોસ્ટ બોલ્યા, " તાળીઓ બિલકુલ અટકવી ન જોઈએ. આ શોના ઇતિહાસમાં પહેલીવાર કોઈ સાત કરોડ જીતી રહ્યું છે. અજય ઝીણી આંખે બધું નીરખી રહ્યો હતો. " અજય, તમે તો એકદમ દિગ્મૂઢ થઈ ગયા. ભાનમાં આવી જાઓ. તમે આજે સાત કરોડના માલિક છો. તમારા બધાં જ સપનાં સાકાર થઈ રહ્યા છે."

હોસ્ટ અજયની પાસે જઈ બંને હાથ પહોળા કરી ભેટવા તત્પર છે.

અજયે ધીરેથી ખુરશીમાં માથું ઢાળી દીધું.


Rate this content
Log in

More gujarati story from Himanshu Desai

Similar gujarati story from Romance