DIPALEE MAKWANA

Romance

3  

DIPALEE MAKWANA

Romance

કોઈ એવું આવશે

કોઈ એવું આવશે

1 min
279


કોઈ એવું આવશે, જે મને એહસાસ કરાવશે કે મને પ્રેમ કરવું એ કંઈ અઘરું કામ નથી. જે મારાં કપડાં પર કયારેય સવાલ નહીં કરે. મારી રહેણીકરણીને કયારેય જજ નહીં કરે. એને ખાલી ને ખાલી મતલબ હોય તો બસ મારાથી, મારાં પ્રેમથી, મારી ઈમાનદારીથી, એ મને કયારેય મારો પ્રેમ સાબિત કરવા માટે નહીં કહે.એ કયારેય મને જબરજસ્તી અડવાની કોશિશ નહીં કરે, મારાં શરીરની મારાંથી પણ વધારે ઈજ્જત કરશે.

મારી ચુપી પણ સમજશે, મારી હર એક વાતને પણ સમજશે. ને જ્યાં હું ખોટી હોઈશ ને ત્યાં એ મને સમજાવશે. મુસીબતો એની જોડે પણ આવશે, પણ કયારેય અડધાં રસ્તે મને મૂકીને નહીં જાય. જોડે બેસીને દરેક ભૂલો પણ ઠીક કરશે.ને લડાઈ ઝગડાને પણ. કયારેય જાણીજોઈને દુઃખી નહીં કરે મને, આ અપેક્ષા રાખવાં જોડે જોડે હું એવી વ્યક્તિ બનવા પણ તૈયાર છું.


Rate this content
Log in

Similar gujarati story from Romance