ઇન્તેઝાર
ઇન્તેઝાર


એક સાંજે એણે કહ્યું હતું કે એ આવશે પાછો. થોડાંક કામથી બહાર જાય છે. ને મને એમ કે આવશે જ ને. પણ મને ક્યાં ખબર હતી કે એ મને મૂકીને બીજાં કોઈ જોડે જાય છે. ને મને તો એ પણ ખબર નહતી કે એ બીજાં કોઈને અધવચ્ચે મૂકીને આવ્યો હતો મારી જોડે. હું ખબર નહીં કેમ એનાં એકે એક શબ્દને સાચો માનતી હતી. ને હું હજુ પણ એ સ્વીકારવા તૈયાર જ નહતી કે એ જાય મને મૂકીને. કારણકે એ મારી જોડે આવ્યો ત્યારે આવો નહતો ને. ત્યારે તો કંઈક અલગ જ હતો.
યાદ છે મને એનાં ગયાં પછી કોઈ મારી વાત જ નહતું સાંભળતું. બધાં કોઈક ને કોઈક બહાને છટકીજ જતાં. છેલ્લે તો ઘરવાળા મને ડૉક્ટર જોડે લઈ ગયાં. ડોક્ટરે મારી બધી વાત સાંભળી. છેલ્લે મને પૂછ્યું કે એ નહીં આવે તો ? ને બસ આ વાત પર મારો ગુસ્સો જોઈને સમજી જ ગયાં કે હું હવે એની પાછળ ગાંડી થઈ ચુકી છું. બરબાદ થઈ ગઈ છું.
ડોક્ટરે સમજાવ્યા મમ્મી પપ્પા ને. કે મને ત્યાં હોસ્પિટલમાં મૂકી દેય. પણ એમની એકની એક જ છોકરી હતી હું. એમ થોડી મૂકી દેય કંઈ. ને મેં એને મનાવવામાં કંઈ જ બાકી નહતું રાખ્યું. પણ એ રિસાયો નહતો. બસ એનું મન ભરાઈ ગયું હતું. એવું કહીને ગયો હતો. ને હું એટલી ગાંડી ને કે સ્વીકારી જ ન શકી કે એ આવું કરી શકે મારી જોડે. હું બધાંને ખોટાં માનતી ને કહેતી કે એ આવશેજ આવશે.
છેલ્લે હું જ હોસ્પિટલમાં આવી ગઈ. ને હવે અહીંયા પણ મારો શ્વાસ રૂંધાય છે. અહીંની નર્સ મારી મજાક ઉડાવે છે. ધમકાવે છે મને. એક દિવસ તો એક છોકરી આવી ને મને કહે કે એની માહિતી આપો હું એને શોધી દઈશ. મેં એને સાડા ત્રણ કલાક આખી વાત કરી. એણે બેઠાં બેઠાં સાંભળી. ને કહીને ગઈ કે એ શોધીને લાવશે. ને જ્યારે મારી હાલત ખબર પડશે તો એ દોડતો દોડતો આવશે એવું પણ કહીને ગઈ. પણ પછી બીજાં દિવસે મેં પેલી નર્સ ને શોધી. ના મળી. બીજાં દિવસે પણ આખા દવાખાનામાં શોધી. છેલ્લે ત્રીજા દિવસે એ આવી. ને મેં પૂછ્યું તો એ હસવા લાગી ને કહેવા લાગી કે હજુય લોકો પર આંધળો વિશ્વાસ કરે છે. તું તો ખરેખર ગાંડીજ છે.