STORYMIRROR

Pratik Dangodara

Inspirational Others

3  

Pratik Dangodara

Inspirational Others

ખુશીની ચાવી

ખુશીની ચાવી

1 min
213

દોસ્તો, ખુશી એ એક એવો ખજાનો છે, જેની પાસે હોય તે બહુ ભાગ્યવાન વ્યક્તિ કહેવાય છે. આ જમાનામાં આ ખજાનો મળવો ખૂબ મુશ્કેલ હોય છે. પણ જો વ્યક્તિ મનમાં નક્કી કરીલે તો તે મેળવવું બહુ સરળ થઈ જાય છે. ખુશીનો એક એવો ખજાનો જેને મેળવવા તમે બહાર મથ્યા કરો છો, એ ખજાનો હકીકતમાં તમારી ભીતર એટલે કે તમારી પોતાની અંદર જ રહેલો હોય છે. આ વાત બહુ જૂજ લોકો જાણતા હોય છે. જે આ રહસ્યને જાણી જાય છે, તે જ વ્યક્તિ આ ખજાનો પ્રાપ્ત કરવા શક્ષમ હોય છે. કોઈક દિવસ પોતે પોતાની જાતનું નિરીક્ષણ કરો, એકાંતમાં બેસી પોતાની જાત પાસે થોડા પ્રશ્નોના જવાબ માંગો. હંમેશા એક સારા સલાહકાર તરીકે વર્તો,પોતાને કોઈ મહત્વ આપે કે ના આપે પોતાના કામમાં માંડ્યા રહો. શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ હોય તેને કોઈ ગણતું નથી હોતું. એટલે તેનાથી ગભરાવાની જરૂર નથી. પોતાની પ્રસંશા થાય એવો આગ્રહ રાખ્યા વગર સારું કામ કરતા રહો. તમારા જીવનનો એક એવો દિવસ જેની તમે કેટલાય વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આવશે. થોડી ધીરજ રાખી પોતાના મૌનને સમજતા રહો. તમારું મૌન બીજાને સમજાય કે ના સમજાય. અંદરથી મજબૂત થઈ વર્તમાનનો આનંદ લેતા રહો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational