કેસુડો પોકારે
કેસુડો પોકારે
કેસુડો પોકારે ફાગણ
મ્હોરે આંબા તારે કારણ.
હોળીના રંગોની દુહાઈ,
આવીજાને લઈને ફાગણ.
રસ્તાએ બંધાવ્યાં ચોમેર,
લીલાં તોરણ પીળાં તોરણ.
બાગ બગીચા ખીલવા લાગ્યા,
ભમરાઓમાં થઈ છે ચણભણ.
કળીઓ પણ શરમાવા લાગી,
ફૂટી ગયું છે જાણે ડહાપણ.

