meera vyas

Drama

3  

meera vyas

Drama

લાગણીના રંગ

લાગણીના રંગ

2 mins
192


સરિતા અને સાગર બાળપણનાં

મિત્રો હતા. મૈત્રી હવે પ્રેમમાં પરિણમી હતી. બંને માટે એક મિનિટ પણ મળ્યા વિના ચાલતું નહોતું.

સરિતા આધુનિક જમાનાની હતી. એના મમ્મી પપ્પા પણ આધુનિક વિચારસરણી ધરાવતા હતા. 

સરિતાને કોઈ પણ જાતનું બંધન નહીં. સાગર તેનો ખાસ મિત્ર હતો. એટલે તેની સાથે બહાર આવવા જવા દેતાં.

આજે બારમાં ધોરણનુ પરિણામ હતું. નસીબજોગે સાગર આખી સ્કૂલમા પહેલો નંબર આવ્યો.જયારે સરિતા પણ સારાં માર્ક્સ સાથે ઉત્તિર્ણ થઈ હતી. બંને ખૂબ ખુશ હતાં .સાંજે નિત્ય નિયમ મુજબ મળીને "સાગરે પુછ્યું, સરિતા તું આગળ ભણીશને ? ત્યારે સરિતા રડમસ થઈને "બોલી દાદીમા નાં કહે છે, દીકરીઓને બહું ભણાવાય નહીં. હવે સરિતા જુવાન થઈ છે તેને સારો વર અને ઘર જોઈને પરણાવી દેવાય કહે છે."

સાગર બોલ્યો મારું સપનું સાચું પડ્યું. મારે શહેર ભણવા જવાનું છે. ત્યારે "સરિતા લાગણીવશ થઈ રડવા લાગી તારાં વીના મને ગમશે નહીં"

"સાગર બોલ્યો પાંચ વર્ષની વાતછે હમણાં નીકળી જશે" સરિતા બોલી શહેરમાં જઈને મને ભૂલી જઇશ તો નહીં ?

સાગર બોલ્યો, હોળી ધુળેટીના તહેવારો તો આપણે સાથે જ મનાવશુ.

સરિતા ખુશ થતા બોલી કાલેજ હોળી છે તું મને મળીશ ? "સાગર બોલ્યો સરિતા ધુળેટી રમીને હું જઇશ ".…ત્યારે સરિતા ભયનાં લીધે થરથરી ગઇ પણ કશું બોલી નહીં

સરિતાના ચહેરા પર વિદાય લેતા સાગરનો ચહેરો તરવરતો હતો.

બીજા દિવસે ધુળેટી રમીને બંને વાતો કરતા હતા ત્યાંજ સાગર બોલ્યો હું જાઉં માંરો સમય થઈ ગયો".

"હા કેવી રીતે કહું ? છતાં નાં પણ કહી શક્તી નથી"

"સાગરે લાગણીવશ થઈ પુછ્યું મારી રાહ જોઇશ ને ? સરિતા હાં કહે છે અને બોલી જલ્દી આવજે".

સાગરને દુઃખ થાય નહીં એટલે ઉપરથી સ્વસ્થતા દાખવીને વદન પણ સ્મિતથી ઝળહળતું રાખ્યું હતું.

"બાય". કહી સાગર તેનાં હોઠોએ એક ચુંબન ચોડી દઇ જતો રહ્યો...

તે આખો દિવસ સરિતાએ બેચેનીમાં વિતાવ્યો.

રાત્રે પણ સાગરને યાદ કરતા કરતા અર્ધ બિડેલ નેત્રોએ સુતી હતી. ઘરમાં હવે લગ્નની વાતો થતી હતી...

"સાગરની ઘણાં વર્ષો રાહ જોઈ

પણ.. સાગર આવ્યો નહી."

 સરિતાના લગ્ન અમેરીકામાં રહેતા મોટાં બિઝનેસમેન નયન સાથે થઈ ગયા. વિદાય વેળાએ સરિતા ગામના પાદરમાં નજર ફેરવીને જોતી હતી સાગર ક્યાંય ઊભો નથી ને ! સરિતાની વિદાય પછી તુરંત સાગર આવ્યો એને ખબર પડી સરિતાએ લગ્ન કરી લીધા છે !...તે પણ ..દુ:ખી થઈ ગયો ..હતો પછી કદી ગામમાં.. દેખાયો નથી.

સરિતા બંગલામાં ખૂબજ એકલતા અનુભવતી. નયન મોટો બિઝનેસમેન હોવાથી સરિતાને વધારે સમય આપી શકતો નહીં.

 સરિતાને બંગલામાં ખાલીપો ભાસતો .એકલી પડે એટલે સાગરના .. વિચારોમાં વિહરતી...રહેતી..

આજે ફાગણી પૂનમ હોવાથી તે ગુજરાતી રિવાજ મુજબ મોલમાં શોપિંગ કરવા માટે ગઇ... ખજુર.ધાણી.પતાસાના હારડા લાવીને.. ઘરે સોફામાં ફસડાઈ પડીને... રડવા લાગી સાગરને યાદ કરી.....ને..

"કહેતો હતો ..ધુળેટી સાથે રમશું"....

 ત્યાંજ નયન આવી ઊભો રહ્યો ! અને બોલ્યો.. કેમ આજે ઉદાસ દેખાય છે ? ..તો બોલી મમ્મીની યાદ આવી ગઈ ...એટલે ત્યાં "નયન બોલ્યો કાલે ..ધુળેટીની પાર્ટી રાખીછે તું પણ આવજે"!..

 ત્યારે મનોમન "સરિતા ..બોલી ! હું ...ભક્તિના રંગે રંગાઈ ગઈ છું.

હોળીનાં રંગો... મને ફિક્કા... લાગે છે !"


Rate this content
Log in

Similar gujarati story from Drama