કૌશલ અને ચંદ્રિકા
કૌશલ અને ચંદ્રિકા


વરસો પહેલાની એક વાત છે. એક ગામ હતું, તે ગામની નજીકમાં જ એક મોટું જંગલ હું. ત્યાં ઝૂપડી હતી તેમાં એક પરિવાર રહેતો હતો.. જેમાં બે બાળકો હતાં. એક દીકરો કૌશલ અને બીજી દીકરી ચંદ્રિકા. કૌશલ અને ચંદ્રિકાની માતા જશોદા તેમને નાના મુકીને જ ગુજરી ગઈ હતી. એટલે બે ભાઈ બહેન પિતા સાથે આ જંગલમાં ઝૂપડી બનાવી રહેતા હતાં.
એક દિવસની વાત છે. કૌશલ અને ચંદ્રિકાના પિતા શિવરામભાઈ જંગલમાં પોતાના બાળકો માટે જમવા શોધવા માટે ગયા. ત્યાં જંગલમાં બાજુના રાજ્યના રાજા પોતાના સિપાહીઓ સાથે શિકાર માટે આવેલા હતાં. આ સિપાહીઓએ આમને જોયા અને પોતાના નોકર બનાવી કામ કરાવવા માટે પોતાની સાથે લઈ ગયા. ધીમે ધીમે કરતાં સમય પસાર થયો. આબાજુ કૌશલ અને ચંદ્રિકા પણ મોટા થવા લાગ્યા. પિતાજી કેટલા વરસોથી ગયા છે. તે ક્યાં ગયા હશે ? હાજી કેમ નહિ આવ્યા હોય. વગેરે ચિંતા કરવા લાગ્યા.
ત્યાં ચંદ્રિકાએ કૌશલને કહ્યું, ચાલ આપણે ભાગવાની પ્રાર્થના કરીએ
विवादे विषादे प्रमादे परवासे
जले पानले शत्रु मध्ये
अरण्ये शरण्ये सदा मा प्रपाहि
गतिस्त्वं गतिस्त्वं त्वमका भवानी
આ કૌશલ અને ચન્દ્રિકા પાસેથી એક વેપારી તે જંગલમાંથી પસાર થતો હતો. તેમણે કૌશલ અને ચંદ્રિકાની પ્રાર્થના સાંભળી. મનમાં વિચાર આવ્યો. આવા ભયંકર જંગલમાં આવા ફુલ જેવા બાળકોને કોણ મૂકી ગયું હશે. તે દોડીને તેઓની પાસે ગયો, અને પૂછવા લાગ્યો તમે બે કોણ છો અને આવા ભયંકર જંગલમાં એકલા શું કરો છો ?’
ત્યારે કૌશલ તે વેપારીને બધી જ વાત કહી. કે મારી માતા નાનપણમાં જ મારી ગઈ હતી. અને પિતા પણ ગુમ છે. આ નાના બાળકોના સંસ્કાર જોઈ વેપારી ખુબ જ ખૂશ થઈ ગયો. એના ઘરે પણ બે બાળકો હતાં. પણ આ બંને બાળકો ખુબ જ તોફાની અને અસંસ્કારી હતી. તે વાત વાતમાં ઝઘડી પડતા. ગાળા-ગાળી કરતાં અને મારઝૂડ કરતાં. વેપારીને વિચાર આવ્યો કે આ બાળકો આટલી નાની ઉમરમાં કેટલા સંસ્કારી છે. જો આમને હું મારા ઘરે લઈ જાવું તો આમની સંગથી મારા બાળકો પણ સંસ્કારી બનશે. આમ વિચારી તે વેપારી કૌશલ અને ચંદ્રિકાને પોતાના ઘરે લઈ ગયો.
શરુ શરુમા તો વેપારીના બાળકો કૌશલ અને ચંદ્રિકાની ઈર્ષા કરતાં હતાં. પણ સમય જતાં કૌશલ અને ચંદ્રિકાના સંસ્કારોની અસર પેલા વેપારીના બે બાળકો પર પણ થવા લાગી. ધીમે ધીમે તેમના ઝઘડા બંધ થઈ ગયા. ગાળા-ગાળી પણ. બધાં સંપથી મળીને રહેવા લાગ્યા.
એક દિવસ ચંદ્રિકા ઘરના ઓટલા બેઠી હતી. ત્યારે ફાટેલાકપડે ભિખારી જેવો માણસ તેમની શેરીમાં આવ્યો. અને ખાવાનું માંગવા લાગ્યો. પણ ચંદ્રિકા એ માણસને જોતા ઓળખી ગઈ. એ તેમના પિતાજી શિવરામ હતાં. તેણે પોતાના પિતાજીને પોતાની ઓળખાણ આપી. કૌશલની પણ ઓળખાન આપી. તેણે પિતાજીએ પણ તેમણે પોતાની આખી હકીકત સમજાવી અને કહ્યું, કે બાજુના રાજ્યના સૈનિકો મને પકડી ગયા હતાં. પણ એક દિવસ મોકો જોઈને હું ત્યાંથી ભાગી છૂટ્યો. મે જંગલમાં ઝુંપડીએ જઈને તમને ખુબ શોધ્યા પણ તમે મળ્યા જ નહિ. પછી કૌશલ તેમના પિતાજીને જંગલમાં મળેલા આ વેપારીની વાત કરી.
આમ ભાગવાની કૃપાથી સમય બદલાયો અને વિખુટો પડેલો પરિવાર ફરીથી ભેગો થયો.