કાગળની કરામત
કાગળની કરામત
કાગળ અને કલમની કરામતથી ઘણું બઘું જાણવા અને શીખવા મળે છે. બાળકને શાળામાં પ્રવેશ આપ્યા પછી પ્રથમ કાગળને પેન્સિલ આપવામાં આવે છે. પેન્સિલની કરામત કાગળ પર લખતાં નીત નવાં શબ્દો, વાક્યો ભંડોળ શીખવા મળે છે.
બાળકનું આંતરીક અને બાહ્ય સર્જન જોવા મળે છે. બાળક મોટો બનીને લેખક, ડૉક્ટર, એન્જિનિયર, ટીચર, કે શેફ બની શકે છે.
કાગળની કરામતથી સારા લેખ, વાર્તા, કવિતાઓ, આત્મકથા લખી શકાય છે. સારા ચિત્રોનું સર્જન કરી શકાય છે. આર્ટ અને ક્રાફટ, વેસ્ટમાંથી બેસ્ટમાં, ફેશન ડિઝાઈનર ડ્રેસ બનાવવામાં ઉપયોગી બને છે. દેશ વિદેશના સમાચારો જાણી શકાય છે.
