Smita Bhatt

Tragedy Others

2  

Smita Bhatt

Tragedy Others

કાગળનાં ફૂલ

કાગળનાં ફૂલ

13 mins
7.8K


આજના મોર્ડન સમાજમાં સ્ત્રી પોતાની પસંદ ના પસંદ રજૂ કરી શકે છે, ત્યારે સ્ત્રીના વર્તન પરથી તેના વિચારોનુ અનુમાન મેળવી લેતા પુરુષોની કમી પણ સમાજમાં નથી. સ્ત્રીનુ હાસ્ય તેનો સહજ સ્વભાવ છે. આ કુદરતી ઋજૂતા તેને એક સ્ત્રી હોવાનો એહસાસ આપે છે. કોઈ સ્ત્રીની ભાવનાઓને સમજવુ કેટલુ જરૂરી છે તે જણાવતી આ વાર્તામાં વાત છે સિયા અને તનયની જેમાં ગેરસમજની વાત છે. જે સમજાવે છે કે, ઘારી લેવા કરતા પૂછી લેવુ વધુ સારુ...

શાહ વિલામાં સવારના આઠ વાગ્યા હતા. તનય શાહની આંખ એકા-એક ખૂલી અને સાઈડ ટેબલ પર પત્ની મોસમીની નોટ હતી જેમાં લખ્યુ હતુ,

"તનય બ્રેક ફાસ્ટ કરી લે જે કામવાળા રમાબેન આજે આવ્યા નથી. આજે બ્રેડ બટર ખાઈ લેજે, હું જીમ જાઉ છુ અને ત્યાંથી જ મમ્મીને ત્યાં જઈશ. પ્લીઝ બધુ મેનેજ કરી લેજે મને કોલ કરી ડિસટર્બ નહિ કરે તેવી આશા રાખુ છુ. " 

મોસમીની આ નોટ વાંચતા તનયને પોતાની ભૂલ યાદ આવી ગઈ હતી. મોસમીની સામે ગઈ કાલે ખુલાસા કરવાનુ પરિણામ તેને આજે મોસમીની નોટમાં ચોખ્ખુ દેખાતું હતુ. આમ પણ મોસમી દરરોજ જાણે-અજાણે તનયને સંભળાવતી રહેતી હતી. તે વાતને પંદર દિવસ વિતી ગયા હતા. તનય રોજની માફક પરફેક્ટ સમયે ઓફિસે પહોંચવા નિકળી પડ્યો. વિચાર આવ્યો કે પરફ્યુમ લગાવાનુ ભૂલાઈ ગયુ છે. લાવ રસ્તામાંથી સિયાનું ફેવરેટ પરફ્યુમ ખરીદીને લગાવી લઈશ અને એજ એક એહસાસ છે જેનાથી તે મારી હાજરી તરત પારખી લે છે. ફરી એક ધસમસ સવાલ મગજમાં આવી પહોચ્યો, "શું ખરેખર હવે સિયાને આ પરફ્યુમની સુંગધ પહેલાની જેમ  પસંદ છે ?" આ વાતની યાદ સાથે જ તનયને એ પણ યાદ આવ્યુ ,કે શું સિયા હજી પણ મને પસંદ કરતી હશે ? ક્યાંક તે રાત પછી તેના મનમાં મારા માટે એટલું જ માન હશે ? આ અસમંજસમાં શોપ આવી ગઈ. તનય આ વિચારો સાથે પરફ્યુમ શોપ પર ચઢ્યો. 

દુકાન વાળો ઓળખીતો થઈ ગયો હતો. કારણ કે તનય દરેક વખતે એક જ પરફ્યુમ ખરીદી જતો હતો. તનયને જોતા જ દુકાનદાર બોલ્યો 

''તનય શેઠ રોજ વાળી બોટલ જ પેક કરુને ?''

'' હા ''

'નારાજ ના થાઓ તો એક પ્રશ્ન પૂછુ?'

તનયે ભારે અવાજે અનૂમતી આપી દીધી 'પૂછી લે ભાઈ કોઈને આટલુ પુછવાય અઢળક હિમ્મત જોઈએ પૂછ તૂ તારે ''

''સાહેબ આ પરફ્યુમ તમારી પત્ની કે પ્રેમીકાનુ પ્રિય છે કે શું ?તનયને આ સવાલ સાંભળીને આશ્ચર્ય ન હતું. પરંતુ મનમાં થયું

 'આ જ સવાલનો ભય હતો.'

'મારી પત્નીને મારા પરફ્યુમમાં કોઈ રસ નથી ભાઈ આ તો....' તનયે વાક્ય પૂરુ કરવુ યોગ્ય ન લાગતા તેને અટકાવ્યુ. એટલામાં પેલા દુકાનદારે થોડું મલકાતા કહી જ દીધુ 

''તો પ્રેમિકાને આ પરફ્કયુમ પસંદ પડ્યું હશે''

 આ સાંભળતા જ જાણે ફરી પેલી કશમકશના તાર છેડાઈ ગયા કે, શું સાચે જ સિયાને મારા પરફ્યુમની સુગંધ આજે પણ પસંદ પડશે ? આ બધુ થીક મને તેણે માફ પણ કર્યો હશે ? કે ખરેખર હવે તેને હું પહેલાં જેવો પસંદ હોઈશ ? તનયની મુંજવણ સિયા તેને પસંદ કરતી હશે તેનાથી વધુ સિયાએ તેને માફ કર્યો હશે કે નહિ તેની વઘુ હતી. તનય મનમાં વિચારી રહ્યો હતો કે તે દિવસની પાર્ટી બાદ સિયાની યાદો તેને સતત ગુંચવી રહી હતી. તનયને હંમેશા એક વાત સતાવતી હતી કે શું ખરેખર સિયા મારા પ્રેમમાં હશે ? કદાચ હશે જ માટે જ તે ધટના બાદ પણ તેણે જોબ છોડી નથી ? જ્યારે પણ હું સિયાને ફોન કરુ તો તે ફક્ત ભૂલી જવાની જ વાત કરે છે. ખબર નહિ આજે તેનો સામનો કઈ રીતે કરીશ.

તનયે કારને સેલ માર્યો અને ફરી  િવચારોમાં ખોવાઈ ગયો. કારમાં હળવા જૂના ગીતો વાગી રહ્યાં હતા. તનયે સિયાના વિચારો મૂકીને જૂના ગીતો સાંભળવાનો નિણર્ય કર્યો.

એવામાં રેડિયો પર ગીતની એનાઉન્સમેન્ટ થઈ " લો... હવે સાંભળો વઘુ એક સદાબહાર ગીત. ...રાજ કપૂર અને નૂતન પર પિક્ચરાઈઝ થયેલ હિન્દી ગીત." 

" તુમ અગર મુજકો ન ચાહો તો કોઈ બાત નહિ.....તુમ કીસી ઓર કો ચાહોગી તો મુશ્કીલ હોગી....અ બ અગર મેલ નહિ તો જૂદાઈ ભી નહિ..."

"સમય પણ કેવો મારા પર અટહાસ્ય કરે છે. આ ગીતને પણ હમણાં જ વાગવાનુ હતુ !"

રેડિયો સ્ટેશન બદલે તેવામાં જ ઓફિસ આવી પહોંચી. કાર પાર્કીગ કરીને તેણે પરફ્યુમની બોટલ બ્લેઝરના ખીસ્સામાં મૂકીને લીફ્ટ તરફ વળ્યો. લીફ્ટમાં એકલા હોવાનો લાભ લઈ તેને ફરી પરફ્યુમ છાંટી લીઘુ. તેવામાં જ સિયાનો ફોન આવ્યો 

"હેલ્લો સર, ઓફિસમાં સીંગાપૂર વાળા ક્લાઈન્ટ મીટીંગ માટે આવી પહોંચ્યા છે."

"ઓહ.... કોન્ફ્રન્સ રૂમમાં મીટીંગનું એરેન્જમેન્ટ કરો, હુ લીફ્ટમાં જ છુ." 

"ઓકે સર.." 

તનયે સિયાના હળવા અવાજથી રાહત અનુભવી અને હિમ્મત રાખીને ઓફીસમાં એન્ટ્રી લીધી અને સામે જ રીસેપ્શન ટેબલ પર સિયા એક હાથે પોતાના વાળ કાન પાછળ કરતી ફાઈલ સોંપી રહી હતી. તનય તેને જોઈને બે મિનીટ માટે મંત્રમુગ્ધ થઈ ગયો. સિયાએ તો આ જોયુ ન જોયુ કર્યુ. તનય પણ સીધો પોતાની કેબીન તરફ વળ્યો. તેવામાં જ સહકર્મચારી એવી નિશાએ સિયાને ટોણો મારતા કહ્યું,

"ઓહ હેલ્લો..મેડમ, ચાલ બસ હવે મહેક માણવાનું બંધ કર અને કામે વળગ તારા તનય સર આવી ગયા છે"

"શું. સાવ તુ પણ નિશા.. કાંઈ પણ બોલે છે. મને ખબર છે મારી હમણાં જ વાત થઈ" 

"આ તનય સર અને તારુ કાંઈ સમજાતુ નથી હં" 

"એમાં સમજવા જેવુ કાંઈ નથી શું તુ પણ." 

"ઓકે માય ડિયર તુ રોજની જેમ સરની કેબીનના ફૂલોને સરખા મૂકવા જા બારીના પવનથી વિખરાઈ ગયા હશે" 

"બસ હવે સંભળવાનુ બંધ કર હું કાંઈ કામવાળી નથી કે રોજ સરખા કરુ જા.. આજથી હું ફક્ત મારુ જ કામ કરીશ."

સિયા પણ પોતાના ટેબલ તરફ વળી. પરંતુ તેનું મન પેલા ફૂલ સરખા કરવા માટે માનતુ ન હતુ. એક બાજૂ સિયાને મનમાં દરરોજ થતુ કાગળના ફૂલોના આ ગુલદસ્તાને સરખો કરવાનું કામ હું શા માટે કરુ ? જો કરીશ તો તે ફરીથી મારા વિશે તેના મનમાં ફરી કોઈ વિચાર ગાંઠ બંઘાઈ જશે. સાથે મનમાં એકાએક  િવચાર આવ્યો, આ લોકો સાચું કહે છે હું આસીસ્ટન્ટ છુ, કોઈ કામવાળી કે ઘરવાળી તો નથી. મારે મારુ સ્વભિમાન જાળવવુ જોઈએ. સિયાને હજૂ પણ તનય પર ગુસ્સો હતો. પરતુ બીજી બાજુ તે તનય સામે પોતાની વાત રજૂ કરવા તે જાણે તલપાપડ હતી.  

સીંગાપુરના ક્લાઈન્ટ સાથે તનયની મીટીંગ પતી ગઈ હતી. તનય કોન્ફ્રરન્સ રુમમા માંથી બહાર આવી તેઓને વિદાય આપી રહ્યો હતો. તનયે અંદર જઈને જોયુ તો પેલો ગુલદસ્તો થોડો વિખરાયેલો હતો. તેને તરત સિયાને ઈન્ટરકોમ કર્યો. તનયએ માફી માંગવા હિમ્મત ભેગી કરી સિયાને અંદર બોલાવી  

"સિયા, કમ ઈન સાઈડ" 

"ઓકે સર." 

સિયા ગભરાતાં અંદર ગઈ અને અંદર જતા જ એક અદભૂત નજારો જોયો. તનય પેલો ગુલદસ્તો સરખો કરી રહ્યો હતો. તનય સિયાની હાજરીમાં જાણીજોઈને ગુલદસ્તો થીક કરી રહ્યો હતો ત્યારે સિયાને મનમાં થોડો ખચકાટ થયો 

"લાવો સર હું કરી દઉં છુ"

"ઈટ્સ ઓકે સિયા.. આ મારો ગુલદસ્તો છે તેને સરખો કરવાની ફરજ મારી પણ છે." 

"હું કરવાની જ હતી પણ થોડું કામ યાદ આવી ગયુ" 

"સો.. કામ યાદ આવી ગયુ કે મારી ભૂલ ?"

"મહેબાની કરીને સર તમે તે ધટનાની માફી માંગવાનુ બંઘ કરો.. માફી મેં તમને આપી દીધી છે. "  

"પરંતુ સિયા મને હજુ તારા અવાજમાં સ્પષ્ટતા નથી પરખાતી" 

"તનય.ખરેખર મે તમને માફ કરી દીધા છે." 

"તે મને તનય કહીને સંબોઘ્યો મને સારુ લાગ્યુ. હવે મને તારી માફી પર જાણે અઘિકાર મળ્યો" 

"હા,એમ સમજો. તમે એક પુરુષ તરીકે સારા છો તમારુ માફી માંગવુ તેની સાબિતી છે" 

"મારે એક વાત જણાવી છે મારા લગ્ન નક્કી થયા છે." 

"જસ્ટ કાલે જ પાકુ થયુ છે. પહેલાં સગાઈ થશે પછી લગ્ન. " 

"ઓહ ! ગુડ. મને યાદ રાખ જે આઈ મીન લગ્નમાં બોલાવ જ."

"વાય નોટ સર તમને સૌથી પહેલું આમંત્રણ આપીશ." 

તનય સિયા સાથે વાત કરતા મનમાં ઘણો અસહજતા મેહસુસ કરતો હતો. જે સિયાને સાફ દેખાતું હતું. સિયા ચૂપચાપ ઉભી રહી હતી. એટલામાં તનયની પત્નીનો ફોન આવ્યો.

"હા બોલ મોસમી શું કામ હતુ ? હા મને યાદ છે, સાંજે સનાયાને ઘરે લઈ આવીશ ઓકે..બાય"

સિયા તનયની આસિસન્ટ હતી. સતત તનયની સાથે રહેવાના કારણે તેના પર્સનલ અને પ્રોફેશનલ બઘા ફોન કોલ્સ સાંભળવાની સિયાને આદત હતી. સિયા મેહસુસ કરી રહી હતી કે, તનય મોસમી સાથે કેટલી સુંદર રીતે વાત કરતો હતો. મોસમીની દરેક ડિમાન્ડ પર તે હસીને યસ મેડમ કહેતો અને પ્રેમથી મોસમીને કહેતો, "ઓકે બાય ડિયર. સીયુ ઈન ઈવનીંગ"

સિયા તનયને જોઈ રહી હતી, તે મોસમી સાથે ઉધ્ધત વાત કરી રહ્યો હતો. ફોન પર પોતાની પત્ની સાથે યોગ્ય રીતે વાત ન કરવા પાછળ સિયાને તે ઘટના ફરી યાદ આવી ગઈ. તનયનો ફોન પત્યો કે તરત તેણે સિયા તરફ જાણે કાંઈક કહેવુ હોય અેવી નજરે જોઈ રહ્યો. 

"સર, કોઈ લેટર કંમ્પોઝ કરવાનો હોય તો પેડ અને પેન લઈ આવુ ?"

"ના હમણાં તો કોઈ લેટર કંમ્પોઝ નથી કરવાનો પણ હું તે દિવસ માટે માફી ચાહુ છુ." 

"સર પ્લીઝ અાઈ મીન તનય, આ વિષય પર આપણી વાત થઈ ગઈ છે "

"ના સિયા ભૂલ મારી હતી. મારે તારી સાથે નશામાં તેવુ કરવુ ન જોઈએ" 

"સર ભૂલ ભલે કોઈની પણ હોય કદાચ મારા વ્યવહારમાં જ કાંઈ ખામી હશે. ચાલો જવાદો મારે આ વિષય પર કોઈ વાત નથી કરવી"

સિયા આંખોમાં ઝરઝરીયા લઈને કેબીન માંથી બહાર નિકળીને ટેબલ પર બેસી ગઈ. એટલામાં નિશા આવી નિશાને આવતી જોઈ સિયાએ પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી. પરંતુ સિયાની આંખમાં આંસુ જોઈ તેનાથી રહેવાયુ નહિ 

"શું થયુ સિયા " 

"ના, કાંઈ નહિ.... " 

"જો તુ કાંઈ છૂપાવવા માંગતી હોય તો તેમાં મને કોઈ વાંઘો નથી. પરંતુ તારી આંખો ઘણું કહે છે. આમ કેબીનમાંથી રડતા આવવાનુ કોઈનાથી છૂપુ નથી રહ્યું."

"તનય સરથી તને કોઈ પ્રોબ્લેમ હોય તો જોબ છોડી દે." 

"મારા ખ્યાલથી નિશા મને તારી સલાહની કોઈ જરુર નથી" 

આ સાંભળીને નિશાએ પોતાના ટેબલ તરફ ચાલવા માંડ્યુ. નિશાના અને ઓફિસના સ્ટાફ વચ્ચે તનય અને સિયા વિશે ફરી પાછી ગોસીપ થવા માંડી અને તનય તેનાથી તદ્દન અજાણ હતો. પરંતુ સિયા સતત તેનો સામનો કરી રહી હતી. તે દિવસની તનયની ધટનાએ તો જાણે સિયાના ચેન-સુકૂન છીનવી લીધા હતા. આખા દિવસના અંતે ઓફિસમાં જાણે એક નિરાશ સાંજ પડી અને તનયે સિયાને ઘરે છોડવાનો પ્રસ્તાવ મૂક્યો

"સિયા હૂ તને ઘરે છોડી શકુ ? મારે થોડી વાત કરવી છે" 

"હા...મારે પણ થોડી નઈ ઘણી વાત કરવી છે" 

સિયા કારમાં બેસી ગઈ. વાતો કરવાના ઉદેશ્ય સાથે કારમાં બેઠેલા બન્ને વચ્ચે મૌનન વહી રહ્યું હતુ. સિયા મનમાં વિચારી રહી હતી કે, તનય શરુઆત કરે તો સારુ. તેવામાં તનય પણ વિચારી રહ્યો હતો કે સિયા બોલે તો સારુ. તેવામાં સિયાના ધરનુ અંતર જરાક જ દૂર રહ્યું હતુ. તનયને થયુ કે સિયાને કોફી શોપમાં લઈ જઈને જ વાત કરવી જોઈએ. તનયે કોફી શોપ તરફ કાર ને ચલાવા માંડ્યુ. સિયા કાંઈ બોલી નહિ તે સમજી ગઈ હતી કે તનય ક્યાંક બેસીને વાત કરવા ઈચ્છે છે. બન્ને કોફી શોપમાં આવી પહોંચ્યા.

"હું શાંતિથી વાત કરવા ઈચ્છતો હતો અને તે દિવસની ધટના બાદ કારમાં વાત કરવુ યોગ્ય ન લાગ્યુ"  

"સિયા હું તને પ્રેમ કરી બેઠો છુ, હું જાણું છુ કે તુ પણ મને પસંદ કરે છે." 

"ના તનય, એવું કાંઈ નથી. હું તમને પ્રેમ નથી કરતી !  તમારી તે હરકત પરથી મને લાગ્યુ કે તમારો મિજાજ મારા પ્રત્યે બદલાયો છે"

"હા, તેનુ કારણ પણ તુ જ છે સિયા." 

"હું ?"  

"હા, યાદ કર. હું નશામાં હતો. મે તને કારમાં કિસ કરવાની કોશિશ કરતી વખતે તને કહ્યું હતુ કે, તુ મને ખૂબ પસંદ કરે છે, તો પછી શું વાંધો છે ? અને તે મને દૂર હડસેલી દીધો હતો. તને ઘરે છોડતી વખતે પણ મે કહ્યું હતુ કે તારી એક ખાસ વસ્તુ મારી પાસે છે. 

તે વખતે તારી ડાયરી મારા કારમાં જ હતી. મે તને આપવાની ખૂબ કોશિશ કરી પણ તુ ગુસ્સામાં ચાલી ગઈ હતી. તારી ડાયરીના આધારે મને લાગ્યુ હતુ કે, તુ મને પ્રેમ કરે છે."

"તનય તમારે ડાયરી મને પાછી આપી દેવી જોઈતી હતી અને હા, ડાયરીમાં મે ફક્ત તમારા કામ અને પર્સનાલીટીના વખાણ કર્યા છે. કોઈ પ્રેમ કે કોઈ નબળા, એક તરફી પ્રેમનો ઉલ્લેખ બીલકુલ કર્યો નથી.એક સ્ત્રી તરીકે કોઈ પુરુષને પોતાના કરીયરનો આઈડલ માનવુ ગુન્હો છે ? શું કોઈ બોસ કે સહકર્મચારીની કાળજી ફક્ત તેના પ્રેમમાં હોય તો જ રાખી શકાય ?  આવી હરકત કરતા પહેલાં તમારે મારા મનની વાત જાણી લેવી જોઈએ.તે મારી ડાયરીને વાંચીને જજમેન્ટલ થવાનો તમને કોઈ હક નથી."

"સિયા તુ હંમેશા મારો ખ્યાલ રાખતી, ઓફિસમાં મારા આવતા પહેલાં તારુ કોફીનુ તૈયાર રાખવુ, હંમેશાં મારો પડતો બોલ ઝીલવું અને આ બધુ તો થીક પણ તારી ડાયરીમાં પાને મારો ઉલ્લેખ અને સતત મારા વખા ....અે તો થીક પણ મારા મોસમી સાથેના વર્તનના ઉલ્લેખ સાથે તે મને એક પરફેક્ટ પુરુષ ગણાવ્યો. આ બધુ શું તે ફક્ત મારા કામથી પ્રભાવિત થઈને લખાયેલા વાક્યો હતા ?"

"હા તનય હવે હું સમજી ગઈ કે, તે દિવસે તમારી મારી સાથે આવુ કરવાની હિંમત ક્યાંથી આવી, સો, મીસ્ટર તનય, આજે તમારુ વઘેલું માન પણ હવે મારા મનથી વિદાય લઈ ચૂક્યુ છે. હવે મને તમારામાં રહેલો એક સંકુચિતતાને સયંમનુ નામ આપનારો નિષ્ઠુર પુરુષ દેખાઈ રહ્યો છે. જે સ્ત્રી મનની લાગણીઓને વગોવી રહ્યો છે કોઈ પુરુષ પાસે સ્ત્રી મનને સમજવાની અપેક્ષા કરવી એટલે... " 

"સિયા સાંભળ.... પ્લીઝ એવુ નથી. તારી ડાયરી મને તે ઘટનાનાથી પણ પંદર દિવસ પહેલાં મારી કાર માંથી મળી હતી. તારી ડાયરીમાં રાખેલું પેલાં ગુલદસ્તાનુ કાગળનુ ફૂલ મે તેમાં જોયું હતું. તે ફૂલને તારી ડાયરીમાં જોઈને મને તારા પ્રત્યે આર્કષણ થયુ હતુ. મોસમી પણ હંમેશા મને ટોકતી રહેતી હતી. તેના પિતા દ્વારા મારા પર કરાયેલા એહસાનોને સંભળાવતી રહેતી હતી અને તેવામાં સિયા તૂ જ ફક્ત એવી વ્યકિ્ત હતી કે જેણે મારી કાબિલીયતના વખાણ કર્યા અને મારુ ધ્યાન રાખ્યુ છે. એવામાં તારુ આકર્ષણ મને ક્યારે થઈ ગયુ, તેનુ ભાન જ ન રહ્યું." 

તનયની આ વાત સાંભળીને સિયા સ્તબ્ધ હતી. તનય આટલો તણાવમાં હતો તેની તેણે ક્યારેય ખબર સુદ્ધાંય ન હતી. તનયને સિયાની માનભરી કાળજી પ્રેમ લાગી હતી. તેવામાં સિયાની ડાયરીમાં તેનો સકારાત્મક ઉલ્લેખ તનય માટે જાણે ધા વાગ્યો હોય અને હકીમ મળ્યા જેવી હતી. તેવામાં આ ધટના સર્જાય ગઈ હતી. આ સઘળુ જાણ્યા બાદ સિયાએ તનયને કાંઈપણ કહ્યાં વિના ત્યાંથી ચાલી નીકળી. ઘરે પહોંચીને પણ સિયા તનય અને તેની ડાયરીમાં લખાયેલા લખાણને વાગોળી રહી હતી. આ વિચાર મંથન કરતા તેને સમજાયુ કે કોઈ પુરુષને માન આપવુ અને તેનાથી પ્રભાવિત થવુ એક સ્ત્રી માટે યોગ્ય નથી. કોઈ પુરુષ કેટલો પણ સમજદાર કેમ ન હોય, તે હંમેશા સ્ત્રી સ્વભાવને સમજી શકતો નથી. મારી ડાયરીમાં ક્યાંય પ્રેમ કરુ છુ કે પસંદ કરુ છુ જેવા શબ્દોનો ઉલ્લેખ સુદ્ધાં નહતો કર્યો. તેમ છતાંય તનય તેનાથી જજમેન્ટલ થઈને મને ખોટી સમજી બેઠો છે. 

વિચારોના વંટોળ વચ્ચે સિયાનો ફોન રણક્યો સ્ક્રીન પર તનયનુ નામ જોઈને તેણે કાપી નાંખ્યો. તનય કોલ કરતો રહ્યો સિયા વારંવાર કાપી રહી હતી. અંતે સિયાએ તેને મેસેજ કરીને કહ્યું,

"તનય તે ક્યારેય તે ડાયરી વાંચ્યા પછી મારા મનનો વિચાર કર્યો છે " 

"સોરી સિયા પણ....મારી લાઈફમાં પણ થીક નહતુ ચાલી રહ્યુ. તેવામાં હું ફક્ત પ્રેમનો ભિખારી બની ગયો અને મારાથી આવુ વર્તન થઈ ગયુ" 

"તનય તે એક સહજ અને નિર્દોષ સપનામાં જીવતી એક છોકરીને ધવાયેલી સ્ત્રીમાં ફેરવી દીઘી છે. મે સાંભળ્યુ હતુ કે ગમે તેવો સમજદાર પૂરુષ હોય સ્ત્રી મન સમજવામાં તેમને બીલકુલ રસ હોતો નથી. તનય પહેલાં હું એ વાતને એક લોકવાયકા જ માનતી હતી. પરંતુ તારા વર્તન પછી મને સાચુ લાગવા લાગ્યુ છે. માટે હું થોડીક સલાહ આપી રહ્યુ છે. જો તુ ખરો પરુષ હોય તો તેના પર ચોક્કસ અમલ કરીશ. વાત એમ છે કે, કોઈ સ્ત્રી તમને માન આપે તેનો અર્થ એમ નથી હોતો કે તે તમને પ્રેમ જ કરે છે. તે તમને એક ભાઈ, િમત્ર કે સહકમર્ચારીના અર્થમાં પણ માન આપી રહી હોય છે. કોઈ સ્ત્રી તમારા કામના કે એટેટ્યુડના વખાણ કરે તેનો અર્થ એ છે કે તે સ્ત્રી તમારા પરફેક્શનની કદર કરે છે. જો કોઈ સ્ત્રી તમારી કેર કરે તેનો અર્થ પણ ફક્ત પ્રેમ નથી હોતો અને હાં કોઈ સ્ત્રી માટે કાંઈપણ ધારી લેતા પહેલાં તેને પુછી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. બસ આતો ધણું લાંબુ લેશન છે પણ કોઈ સ્ત્રીને મૌખિક માન આપવાની સાથે તેની ભાવનાઓ, વિચારો અને સ્વતંત્રાને હદયથી માન આપે એજ સાચો પૂરુષ છે." 

"હું તારી વાત સમજી ગયો સિયા, મે ક્યાંક વાચ્યું છે સ્ત્રી માફ કરી શકે પણ તેનુ અપમાન ક્યારેય ભૂલી શકતી નથી અને પુરુષ ભૂલી શકે છે પરંતુ માફ કરી શકતો નથી. માટે જ આ સમાજમાં સ્ત્રીઓના સ્વતંત્રતાની અવગણના થતી રહે છે. સ્ત્રીની લાગણીઓ કાંઈ કાગળના ફૂલ નથી જેનાથી આપણું ઘર સજાવી શકાય. સ્ત્રીની લાગણીઓ તો જીવંત ગુલાબ છે જે બગીચામાં મુક્ત રીતે પોતાની સુંદરતા અને સુંગધ વિખેરીને સમાજને મઘમઘતુ રાખે છે. તેને તોડી લેવાની ગુસ્તાખી પાપ છે. આ મુદ્દાનો અહિં અંત કરીને કાલથી નવી શરુઆત કરીએ."

"ના તનય. તને આ વાતનુ જ્ઞાન થયુ એ વાતે મારુ મન સાફ કરી નાખ્યું છે. હું સમજી કે બઘા પુરુષ સરખા નથી હોતા અને હા, રહી વાત નવી શરુઆતની તો તે ચોક્કસ આપણી દોસ્તીની. પણ મારી ઓફિસે આવવાની નહી. તે જે કહી તે વાત બીલકુલ સાચી છે, સ્ત્રી માફ કરી શકે પણ ભૂલી શકતી નથી સો, બાય. હેવ નાઈસ લાઈફ ટુ યુ.... "

સિયાના છેલ્લા મેસેજ સાથે આ વાર્તાનો અંત આવ્યો. સિયા અને તનય બન્ને પોતાની લાઈફમાં ફરી વ્યસ્ત થઈ ગયા. પરંતુ આ વાર્તામાં એક વાત સ્પષ્ટ છે કે સ્ત્રી મનને સમજવુ દરેક પુરુષ માટે જરુરી છે કારણ કે, "સ્ત્રી માફ કરી શકે પણ તેનુ અપમાન ક્યારેય ભૂલી શકતી નથી અને પુરુષ ભૂલી શકે છે પરંતુ માફ કરી શકતો નથી" 

 

 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy