Smita Bhatt

Inspirational Classics Others


4  

Smita Bhatt

Inspirational Classics Others


બે ધડીનો સાથ

બે ધડીનો સાથ

4 mins 15.1K 4 mins 15.1K

ઉનાળાની સુંદર સાંજ પડી હતી. આછા-પાતાળા સોનેરી પ્રકાશમાં બગીચાના જોગીંગ ટ્રેકને લગોલગ એક બાંકડે એક માજી બેઠાં હતાં. માજીની આંખો જાણે કોઈને શોઘી રહી હોય તેમ ચારેકોર ફરી રહી હતી. માજી ઉંમરમાં અંદાજે 75 વર્ષના દેખાતા હતા. હું તેઓને પહેલીવાર જોઈ રહી હતી કારણ કે તે જ દિવસથી મેં બગીચામાં રોજ થોડું વોક કરવાનો નિયમ બનાવ્યો હતો. માજીને નિહાળતા જાણે મને ધણી પોઝીટીવ એનર્જી મળી રહી હતી.જોત-જોતામાં અચાનક હાથનુ છત્ર બનાવીને માજી કોઈને શોધી રહ્યાં હતા. માજી જ્યાં જોતા હતા ત્યાં મે નજર દોડાવી. સામે આશરે 80 વર્ષના વૃધ્ધ છતાંયે ઉર્જાવાન ચેહરો ધરાવતા એક મહાશય નજર આવ્યા. 

વૃધ્ધ મહાશયને જોઈને પેલા માજીના મુખ પર એક સુંદર હાસ્ય છવાઈ ગયું. માજી તેઓને જોઈને બાંકડા પરથી ઊભાં થઈ ગયાં દુપટ્ટાના બન્ને છેડા બાંધીને બન્ને જોગીંગ ટ્રેક પર ચાલવા માંડ્યાં. બન્નેની વાતોમાં મને માત્ર એટલું સંભળાયું કે બન્ને પોતાનો હાલ પૂછી રહ્યાં હતાં. મને વાતોમાં રસ પડ્યો એટલે આ વાતો સાંભળવા હું ઘીમે-ઘીમે પાછળ વોક કરી રહી હતી.

માજી અને પેલા મહાશય વાત કરી રહ્યાં હતાં. "તુએ ડાયાબિટીશની ગોળી લીઘી કે નહીં...?" માજીએ પણ જવાબ વાળ્યો "હા... બસ તું કહે તારા ઘરમાં કેમ છે તારા દીકરાએ આજે પાછું તને ગામની મિલકત વિશે ફરી પૂછ્યું કે નહીં...? અને ફરી પાછો તેને તુએ ઉલ્લુ બનાવ્યો...?" આ વાતો સાથે બન્ને એકબીજાના રોંજીદા જીવન પર હળવી મજાક કરી રહ્યાં હતાં. બસ તેટલામાં મારી બસનો ટાઈમ થયો અને હું તે તરફ વળી. બન્ને જણ આમજ હળવી મજાક કરતાં વોક કરી રહ્યાં હતાં. 

બીજા દિવસે મારી ઓફિસ પતી અને ફરી મેં ત્યાં બગીચામાં વોક માટે નીકળી પેલાં વૃધ્ધ જોડાંને જોવાની અને સાંભળવાની ઈચ્છા ફરી જાગી હતી. મેં જોગીંગ ટ્રેક પર એ આશા સાથે વોક શરુ કરી કે આજે ફરી પેલું જોડું જોવા મળે છે. એટલાંમાં થોડે આગળ જતા જ તે બન્ને મને એક બાંકળે જોવા મળી ગયાં. મને આ દશ્ય જોઈને ખબર નહીં કેમ આનંદ આવી ગયો હતો. પેલાં માજી અને તે વૃધ્ધ બન્ને જે બાંકડે બેઠાં હતાં. તેની પાછળ ધાસમાં હું ગોઠવાઈ ગઈ અને કાનમાં ઈયર ફોન નાંખી તેઓની વાતો સાંભળા માંડી હતી. 

જગ્યા પર બરબર ગોઠાવાઈ પછી તેમની વાર્તાલાપમાં મેં મારુ ઘ્યાન પોરવ્યું. બન્ને એકબીજાને પોતાના રુટીનની જેમ વહુ - દીકરા દ્રારા કરાતી અવગણના વાળા વર્તનની વાત કરી રહ્યાં હતા પરંતુ તેઓ બીજા વૃધ્ધોની જેમ તે વાતનું રોંદણું રડવાનું કે નિસાસા નાંખવાનું કામ કરતા ન હતા. તેઓ તો દીકરા વહુના મેણાંટોણાંને જેમ સ્કૂલના બાળકો ક્લાસમાંથી છૂટીને કેવી શિક્ષકની મજાક ઉડાવે તેમ મશ્કરી કરી રહ્યાં હતાં. ક્યાંક એક વાક્ય વાંચ્યુ હતું કે વૃધ્ધો તેમની વૃધ્ધા અવસ્થામાં બાળક જેવા થઈ જાય છે. તેનું અર્થકરણ મેં સંભાળના અને જનરેશન ગેપના અર્થમાં કર્યું હતું. તેઓને બાળકોની જેમ મસ્કરી અને નિસ્વાર્થ આનંદ કરતાં જોઈને મેં પહેલીવાર તે વાક્યને સકારાત્મકતાથી સમજી હતી. આ સકારાત્મક વિચાર સાથે હું ઘર માટે નીકળી ગઈ

મારી તે જોડાને જોવાની ઈચ્છા મને દરરોજ બગીચા તરફ લઈ જતી હતી અને દરરોજ બન્ને આજ રીતે હસતાં રમતાં વાતો કરતાં એકબીજાની માટે ક્યારેક ડાયાબીટીશની પતી ગયેલી ગોળીઓના પત્તાની અદલા-બદલી કરતાં ક્યારેક કોઈ કોઈના માટે લારી પરથી શીંગ ચણાનું પડીકું લઈ આવતું હતું. ક્યારેક બન્ને બાંકડે બેસીને વહુ દીકરાથી છૂપાવીને મિઠાઈ ખાઈ લેતા આમ બે ઘડીની સુંદર દોસ્તીની જીવતી વાર્તા જોવાનો જાણે મને અવસર મળતો. આમ મારા મનમાં તેઓની આ ઉંમરે પણ કાળજી અને હૂંફવાળુ વર્તન વસી ગયું હતું. તેઓને દરરોજ જોતી અને સાંભળતી એ જાણે મારું રુટીન થઈ ગયું હતું.

રોજ તેઓની આસ-પાસ રહેવાના કારણે તેઓ મને જોતા પરંતુ કાંઈ બોલતા ન હતા. એક-બે દિવસ મારા વર્તનનો અભ્યાસ કરીને મને ત્રીજા દિવસે સામેથી પાસે બોલાવીને માજીએ મને કહ્યું 

"દીકરા હું દરરોજ તને જોવ છું. તું અમારી વાતો સાંભળે છે ને...?" 

મેં ગભરાતા કહ્યું, "ના... આન્ટી એવુ કાંઈ નથી...." 

તેઓ બન્ને ગુસ્સો કરવાની બદલે મારી તરફ જોઈને હસી રહ્યાં હતા. પેલા વૃધ્ધે મારી તરફ જોયુને કહ્યું, "તે આજુબાજુમાં રહીને અધૂરું સાંભળે એના કરતા, દીકરા હું જ તન કહું..." તેઓએ વાતની શરુઆતમાં કહ્યું કે અમારો બે ઘડીનો સાથ અમારું જીવન છે, અમે કેરીંગ ફ્રેન્ડ્સ છીએ. અમારું કોઈ નથી સાંભળતું પણ અમે એકબીજાને ભરપૂર સાંભળીએ છીએ. બસ આ જ અમારું રુટીન છે એટલે કે તમારી ભાષામાં કહું...(ખડખડાટ હસતા) ગર્લફ્રેન્ડ બોય ફ્રેન્ડ....! એમ કહીને તેઓએ જણાવ્યું કે બન્ને એક હોસ્પીટલના જનરલ વોર્ડમાં સાથે હતાં. વહુ દીકરા તેઓને મળવા ઝાઝા આવતા ન હતા ત્યારથી તેઓએ એકબીજાના સ્વાસ્થયની કાળજી લેવાની શરુઆત કરી જે આજે પણ ચાલુ હતી. બગીચાની બે ઘડીની વોકમાં તેઓ આખા દિવસનું જીવી લેતાં હતાં અને તેઓનો બે ઘડીનો સાથ કોઈ સબંઘના નામનો મોહતાજ ન હતો. બસ બે ધડીના તે સાથની જીવતી કથાએ વૃધ્ધોને જોવાનો મારો દ્રષ્ટિકોણ જ બદલી નાંખ્યો હતો...

સહકાર... હૂં ફ... મિત્રતા... દ્રષ્ટિકોણ...


Rate this content
Originality
Flow
Language
Cover Design