Smita Bhatt

Inspirational Tragedy


3  

Smita Bhatt

Inspirational Tragedy


વારસદાર

વારસદાર

5 mins 14.4K 5 mins 14.4K

જીવનમાં ક્યારેક એવી ઘટના બને છે કે આપણને ઈશ્વરની શક્તિ તેમજ તેની કૃપાનો પણ એહસાસ થાય છે. અહીં એવી જ એક નિયતીની વાત છે. અપૂર્ણ અજવાળા સાથે શિયાળાની ઠંડી સવાર પડી હતી. પ્રિયલને સવારે ઉગતો સૂર્ય જોવાની આદત હતી. પરંતુ ગઈકાલે તેણે ડિલેવરી બાદ પોતાનું બાળક ગુમાવ્યું હતું. બાર વર્ષ બાદ માતા બનેલી પ્રિયલને આ વેદના આખી રાત ડંખી રહી હતી. આખી રાત બાળકના વિયોગમાં જ વીતી હતી.

પ્રિયલનુ દુઃખ જોઈ તેની માતા પણ ઘણી દુઃખી હતી તેમ છતાંયે તેની માતાએ પ્રિયલને બાલ્કનીમાં ઊભું રહીને મન હળવું કરવા જણાવ્યું. ઠંડી સવારમાં પક્ષીઓનો કલરવ સાંભળતો હતો એવામાં તે ક્ષણ વાર પોતાની વેદના ભૂલીને બાલ્કની માંથી ચારે તરફ નજર ફેરવવા લાગી હતી. તેવામાં સામે ના ફૂટપાથ પર એક મહિલા તેના બાળક સાથે બેઠી હતી. પ્રિયલની તેના પર નજર પડતા જ ફરી તેને પોતાના બાળકની યાદ આવવા માંડી અને તે દ્રશ્યન નિહાળ્યું. ડિસેમ્બરનો મહિનો હતો. રોડ પર બેઠેલી મહિલાને જોઈને તેને થયું કાશ જે બાળક તેના ખોળામાં છે તે સુખ મારી પાસે પણ આજે હોત તો હું કેટલી સુખી હોત... મારા આ કરોડોના મસ મોટા માલમિલકતનો હવે કોઈ વારસદાર નહી હોય...? આ સાથે તેને જોયુ કે બાળક અને માતા બન્ને ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યાં છે. આ વેદના પ્રિયલથી સહન ન થઈ તેણે એક બ્લેંકેંટ કબાટમાંથી કાઢીને તે સ્ત્રીને પહોંચાડવા પગરવ માંડી દીધા.  

સાચા અર્થમાં પ્રિયલને તે સ્ત્રી નહીં પણ પેલા બાળકની વધુ ચિંતા હતી. પ્રિયલના લગ્નને બાર વર્ષ વીતી ગયા હતા. પ્રિયલ પાસે મસ મોટો બંગલો અને પતિ પાસે અઢળક માલ-મિલકત હતી છતાંયે શેર માટીની ખોટ પડી ગઈ હતી. પ્રિયલનો પતિ મોટો બિઝનેશ મેન હતો માટે દવાખાનાઓ, ભૂવા ભગતો કરવામાં પ્રિયલે પાણીની જેમ પૈસો વહાવ્યો હતો. એક બાજૂ સાસુ-સસરાને વારસદારની ચિંતાના હતી જેથી મેણાં-ટોણાં પણ સહન કર્યા હતા. લગ્નના આટલાં સમય બાદ તેણે માતૃત્વ મેળવ્ય હતું પરંતુ તે પણ હવે છીનવાઈ ગયું હતું. 

ઘર અને સામેના ફૂટપાટ વચ્ચે ઘણું અંતર હતું. આ દરમિયાન રસ્તામાં તેણે ફક્ત પેલા બાળકની તકલીફના જ વિચાર આવી રહ્યા હતા. એ ગરીબ સ્ત્રીનો વિચાર આવતા જ જાણે પ્રિયલ મનોમન તેના માટે ઈર્ષા ભર્યા વેણ ઉચ્ચારવા લાગી. "કુદરત પણ કેવો છે રસ્તે ચાલતાને બાળક આપી દે છે, તે રઝડતી સ્ત્રી શું તે બાળકનો ઉછેર કરવાની...હંમ..હં..!"

આમ મોનમન પ્રિયલને પેલી સ્ત્રીના માતૃત્વની ઈર્ષા થઈ રહી હતી. બસ પેલા બાળકને કારણે જ પ્રિયલ જાણે બ્લેકેંટની મદદ કરવા જઈ રહી હતી. એટલાંમાં તે બાળકને સસ્તાની આ પારથી રડતું સાંભળતા તેણે સસરાના શબ્દો યાદ આવી ગયા. મનમાં થયું કે સસરા જે કરોડોના વારસદારની રાહ જોઈ રહ્યાં છે તે હવે આ દુનિયામાં જ નથી રહ્યો. અને અહિં એક રઝડી સ્ત્રીને બાળક આપી દીધું છે ઈશ્વરે...!  

મનોમન તે બાળકને જોઈને તેની પેલી સ્ત્રી પ્રત્યેની ઈર્ષા વઘી રહી હતી. તેવામાં પ્રિયલના હાથમાં બ્લેંકેંટ જોઈને પેલી સ્ત્રી સમજી ગઈ કે અને બાળકને ફૂટપાટ પર રડતુ મૂકીને બ્લેંકેંટ લેવા સામી આવી પહોંચી એટલામાં ફૂટપાટની આ પારે બેવની મુલાકાત થઈ તેની મમતા ભરી બ્લેંકેંટ માટેની વિનંતી જોઈ પ્રિયલ કાંઈ બોલી શકી નહી. પેલી સ્ત્રીએ બ્લેકેંટ લઈ લેતા તેને આર્શીવાદ આપ્યા.

"બેન... તારા બાળકો સદા સલામત રહે..." 

"બેન હું તારા જેટલી નશીબદાર નથી લગ્નના બાર વર્ષ બાદ કેટલી બાંઘા આખડી બાદ આપેલું મારુ બાળક ભગવાને જ કાલે છીનવી લીધું છે."  

"બેન તે એક માને તેનું માતૃત્વ ટકાવી રાખવાની આશા આપી છે, મારું બાળક બીમાર છે, હું આજે ઈશ્વરને અહીંજ પ્રાથના કરું છે કે ભગવાન તારો ખોળો પણ સુંદર બાળકથી ભરી દે... બેન ઈશ્લરને મુજ ગરીબની પ્રાથનાની લાજ હશે તો તારા ખોળામાં પણ બાળક હશે..."

એટલું બોલી પેલી સ્ત્રી બ્લેકેંટ લઈને બાળક પાસે જવા દોડવા માંડી, તેવામાં જ પૂરપાટે દોડી આવતી ટ્રકે તેણે અડફેટે લીઘી પ્રિયલે પાછળ વળીને જોયું તો તે સ્ત્રીના કુચે-કૂચા વળી ગયા હતા અને પેલું બાળક ત્યાં રડી રહ્યું હતું. સવારનો સમય હતો એટલે રોડ પર ઝાઝી ભીડ હતી નહીં. પેલી સ્ત્રી ઉછળીને પંદર ફૂટ દૂર ધકેલાઈ ગઈ હતી. ટ્રેક વાળો માણસને પણ તે સ્ત્રી પર થોડો રહેમ આવ્યો એટલે પોલીસને ફોન કરીને તે ત્યાંથી નાશી છૂટ્યો.  

પ્રિયલને પોતાના શબ્દો માટે જ ખૂબ પસ્તાવો થવા માંડ્યો હતો. તે પેલા બાળક તરફ વઘી તો જોયું કે બાળક તો તાજું જ જન્મેલું છે. તે બાળકને ઉપાડીને પ્રિયલ વગર કાંઈ વિચારે ઘરે આવી. પ્રિયલે માતને બાળક બતાવ્યું ને કાંઈ બોલી નહિ શકી એટલામાં પ્રિયલના પતિનો ફોન રણક્યો, પ્રિયલની માતાએ ફોન ઉપાડતા જ કહ્યું, "પેંડા વહેંચો કુમાર તમારો વારસદાર આવી ગયો છે..." 

આ સાંભળી પ્રિયલ પણ ચોંકી ગઈ હતી. પરંતુ તેની માતાએ તેને શાંત રહેવાનો ઈશારો કર્યો. અને ફોન પર વાત ચાલુ રાખી. "હું તમને કાલે જ કોલ કરવાની હતી પણ તમે આફ્રિકા હતા એટલે ફોન લાગ્યો નહી." 

ફોન પર જ આમંત્રણ આપતા પ્રિયલની માતાએ નામકરણ વિઘી વિશે પણ જણાવી દીઘું. વાત પતી કે પ્રિયલ કાંઈપણ બોલે તે પહેલાં જ તેની માતાએ તેને કહ્યું.

"હું બાલ્કનીમાંથી બધુંજ જોઈ રહી હતી. હું છેલ્લાં બે વર્ષથી તે સ્ત્રીને જોવ છું. તેનો પતિ અને તે બન્ને પાસેની કંન્ટ્રક્શન સાઈટ પર કામ કરતા હતા. અચાનક તે મહિના અગાઉ જ આવી રીતે પોલીસની ગાડી આવી હતી ત્યારે મને ખબર પડી કે તેનો પતિનું કંન્ટ્રક્શન સાઈટ પર ૧૦મેં માળેથી પડી જતા મૃત્યુ પામ્યો છે. તે સ્ત્રી ઘણી સારી અને સંસ્કારી હતી. કારણ કે લોકોના નાના મોટા કામ કરીને સ્વમાનથી ગુજરાન ચલાવતી જ જોઈ છે. તે સ્ત્રીનું કોઈ નથી તે હંમેશાથી ત્યાં જ રહેતી હતી અને આ બાળકનું પણ હવે કોઈ નથી, તને વારસદારની જરુર છે તો બાળકને માતાની હું બસ એટલું જ સમજું છું કોઈને કાંઈ ખબર નહીં પડે આ તારી માનું વચન છે."

આટલું કહીને પ્રિયલની માતા કામે વળગી ગઈ. પ્રિયલને પેલી સ્ત્રીની પ્રાર્થના યાદ આવી ગઈ. પ્રિયલને તેની ઈર્ષા કરવા માટે પેટ ભરીને પસ્તાવો થઈ રહ્યો હતો. પસ્તાવાની સાથે તેણે તે ગરીબ સ્ત્રીની અમીરીનો વૈભવ સૌથી મોટો લાગી રહ્યો હતો. તે મનમાં બોલી ઉઠી.

"મે તેની ઈર્ષા કરી, અને તેણે તો મને તેનું સર્વસ્વ આપી દીઘું ભગવાન તારી લીલા પણ કેવી નિરાળી છે મારી પ્રાર્થનાના હજારોમાં અને તેની એક ક્ષણ વારમાં જ તે સ્વીકારી લીધી વાહ... મારા ઈશ્લર તને મારા હદયથી કોટી કોટી વંદન..."


Rate this content
Originality
Flow
Language
Cover Design