કાગડો અને કોઠમડું
કાગડો અને કોઠમડું


એક જંગલ હતું. આ જંગલમાં એક કાગડો રહેતો હતો. એક દિવસ તેને સખત ભૂખ લાગી. આ કાગડો ખોરાકનો શોધમાં ઉડતો ઉડતો જંગલમાંથી ગામ તરફ આવી ગયો. ગામના ખેતરોમાં ઉડવા લાગ્યો. ઉડતા ઉડતા એને એક ખેતરમાં કોઠમડું ઉગેલું જોયું. તે તે આ કોઠમડું જોઈ રાજી રાજી થઇ ગયો. તે ખેતરમાં નીચે ઉતર્યો અને કોઠમડા પાસે ગયો. ત્યાં જઈને બોલ્યો, ‘કોઠમડા, મને બહુ ભુખ લાગી છે. હું તને ખાઉં ?’ ત્યારે કોઠમડું બોલ્યા કાગડાભાઇ, તમે મને ખાઓ એનો વાંધો નથી. પણ પહેલા તમારી આ ગંદી ચાંચ ધોઈ આવો.
પછી તો કાગળો ચાંચ ધોવા માટે પાણી શોધવા લાગ્યો. પાણી શોધતા શોધતા તેને એક કુવો મળી ગયો. એતો ગયો કુવા પાસે. કુવાને કહ્યું, ‘કુવા કુવા, મારે ચાંચ ધોવી છે, થોડું પાણી આપ. ત્યારે કુવો બોલ્યો થોડું શું જેટલું જોઈએ તેટલું લો, ‘પણ પહેલા ઘડો લઇ આવો. પાણી ભરવા માટે. કુવાનું પાણી એઠું ના કરાય.’ પછી કાગડા ભાઈ કુંભાર પાસે ગયા. કુંભારને જઈને કહ્યું, ‘કુભારભાઈ મને ઘડો આપો. ‘ ત્યારે કુંભારે કહ્યું, ‘કાગડાભાઇ જાઓ પહેલા તળાવમાંથી માટી લઇ આવો. પછી હું તમને ઘડો બનાવી આપું.’
હવે કાગડાભાઈને ચાંચ ધોવી હતી, એટલે એતો ઉપડ્યા તળાવ પાસે, ત્યાં જઈને કહ્યું, ‘તળાવ તળાવ મને થોડી માટી આપ.’ ત્યારે તળાવ બોલ્યું, ‘કાગડાભાઈ તમારે જેટલી જોઈએ માટી લઇ જાઓ, ‘પણ પહેલા તમે માટી ખોદવા માટે હરણ પાસેથી શિગડું લઇ આવો.’ થયું પછી તો કાગડાભાઈ ઉડતા ઉડતા પહોચ્યા હારન પાસે. ત્યાં જઈને કહ્યું. ‘હરણભાઈ હરણભાઈ, મને તમારું શિંગડું આપો.’ પણ એને તો શિંગડું આપવાની નાં પાડી. કાગડાભાઈએ તો ખુબ વિનંતી કરી. પણ ભાઈ તો મનાય જ નહિ.
પછી કાગડાભાઈને એક ઉપાય સુજ્યો, ‘એતો ગયા કુતરાભાઈ પાસે અને કહ્યું, ‘ આ હરણ મને શિંગડું આપતું નથી. તમે લઇ આપો.’ કુતરાએ કહ્યું, ‘કાગડાભાઈ તમે ચિંતા ના કરો, હું હમણાં જ તમને હરણનું શિંગડું લઇ આપું છું. આમ કહી કુતરાભાઈ તો દોડ્યા હરણ પાછળ. કુતરાને જોઇને હરણ ડરી ગયું અને પોતાનું શિંગડું આપી દીધું. કુતરાભાઈએ એ શિંગડું કાગડાને આપ્યું.
કાગડાભાઈ તો એ શિંગડું લઈને ઉપડ્યા તળાવ પાસે. તળાવે તે માટી આપી. એ માટી કાગડા એ કુંભારને આપી. કુંભારે તેને ઘડો બનાવી આપ્યો. એ ઘડાથી કાગડાભાઈએ કુવામાંથી પાણી કાઢ્યું. એ પાણીથી પોતાની ચાંચ ધોઈ. અને પછી કોઠમડું ખાધું. અને પછી ઉડતા ઉડતા જંગલમાં ગયા.