જ્યાં માણસ હોદ્દો બની જાય છે !
જ્યાં માણસ હોદ્દો બની જાય છે !


વિદ્યુતબૉર્ડના એ મુખ્ય ઇજનેર નવીન વીજજોડાણો અને રાડ-ફરિયાદોનાં લોકોનાં કામો એટલી ત્વરિત રીતે પતાવવા માંડ્યાં કે ખાસ કરીને ખેડૂતોએ તો તેમને ભગવાનનો દરજ્જો આપવાનું જ બાકી રાખ્યું હતું. બારેક મહિનાના એ સબસ્ટેશનમાંના તેમના કાર્યકાળમાં લોકજીભે ‘મલેક સાહેબ’…’મલેક સાહેબ’ નામ એવું રમતું થઈ ગયેલું કે તેમની બદલી થતાં તેમની જગ્યાએ આવતા જતા નવીન સાહેબોને પેલા ખેડૂતો ‘પટેલ મલેક સાહેબ’, ‘દરજી મલેક સાહેબ’, ‘જોશી મલેક સાહેબ’, ‘પરમાર મલેક સાહેબ’ એ રીતે જ સંબોધવા કે ઓળખવા માંડ્યા હતા. ફરજનિષ્ઠા માણસને કેટલો ઊંચે લઈ જઈ શકે તેનો આનાથી વધારે સબળ પુરાવો બીજો કયો હોઈ શકે કે જ્યાં માણસ હોદ્દો બની જાય છે !