STORYMIRROR

Pratik Dangodara

Inspirational Others

3  

Pratik Dangodara

Inspirational Others

જીવન જીવવાની કળા

જીવન જીવવાની કળા

2 mins
299

  હકારાત્મક વલણ એ જીવનને હસતું રમતું રાખવા માટેનું એક અગત્યનું પાસું છે. તેના થકી કોઈ પણ વ્યક્તિ ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનતો હોય છે. જીવન એક રમત સમાન છે, જે આ રમતમાં ભાગ નથી લેતું તે રમતને નિહાળતા દર્શક સમાન છે, જે આ રમતથી કંટાળી જઈને પોતાની વિકેટ ગુમાવી દે છે તે આ રમતથી છેવટે હારી જાય છે. પણ જે આ રમતમાં રમતું રહે છે અને સંઘર્ષ કરતું રહે છે તે જ આખરે આ રમતને જીતવાની કાબેલિયત ધરાવે છે. પોતાની જાત પર ભરોસો કરો, કોઈના કહેવાથી કે બોલવાથી ત્યાંથી ડગો નહિ.

કોઈ પણ નિષ્ફળતાનો વિચાર કર્યા વગર પોતાના પથમાં આગળ વધ્યા રહો,એક સારો અંત તમારી રાહ જોઈ રહ્યો છે. પોતાના વિચારો પર થોડો કાબુ રાખો, કોઈ પણ વાતને હંમેશા હકારાત્મક દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરો,તમારો અભિગમ હકારાત્મક રાખો. કોઈ પણ કાર્ય કરો તેમાં તમારી બનતી પૂરી કોશિશ આપો,નાની નાની વાતો પણ એક મોટું કાર્ય સોંપવામાં આવ્યું હોય તેમ માનીને તેની પૂર્ણતા કરો. એક વિચાર સતત મનમાં વાગોળ્યા કરો જે થશે એ બધું તમારા હિત માટે જ થશે. કોઈ એવી વિકટ પરિસ્થિતિ જે તમારા જીવન દરમિયાન આવી તે વર્તમાન સમયમાં તમને ખૂબ મોટો આંચકો આપશે,પણ જો તમે એ પરિસ્થિતિને ધીરજ પૂર્વક પસાર કરી લો અથવા તે પરિસ્થિતિ દરમિયાન ટકી રહો,પછી એક સુંદર ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું હોય છે. સતત પોતાના કામમાં વ્યસ્ત રહો અને જીવનનો સાચો આનંદ છે તેને માણતા રહો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational