Pooja Patel

Romance Tragedy Fantasy

3  

Pooja Patel

Romance Tragedy Fantasy

જબરદસ્તીનો પ્રેમ

જબરદસ્તીનો પ્રેમ

1 min
184


પ્રિશા અને આરવ બાળપણથી જ ખૂબ ઝઘડ્યા કરતાં હતાં. તેમનાં પરિવારવાળા એકબીજાનાં દોસ્ત હતાં. પ્રીશા અને આરવના પપ્પા ખાસ મિત્રો હતાં. તેઓએ નકકી જ કર્યું હતું કે તેઓ પોતાની દોસ્તી ને સંબંધ બનાવશે. તેઓએ નકકી કરેલું હતું કે તેઓ જ એકબીજાના વેવાઈ બનશે.પરંતુ બંને બાળકોનાં ઝગડાથી તેઓ પરેશાન હતાં.

આખરે બંનેની મર્જી વિરૂદ્ધ તેમણે એકબીજાને વેવાઈ બનાવી જ લીધા.પણ પ્રિશા અને આરવના ઝગડા એમનાં એમ જ રહ્યાં.

એક દિવસ તેમનાં ઝગડાઓનું સમાધાન કરવા માટે બંને વેવાઈએ નક્કી કર્યું.  

પ્રિશાના પપ્પા એ પ્રિશાને અને આરવના પપ્પાએ આરવ ને અલગ અલગ કોલ કરીને એક જ જગ્યા પર બોલાવ્યાં.

બંને પોતાનાં પપ્પાની વાત ટાળી નહોતા શકતાં એટલે તેઓ નિયત સ્થળે પહોંચ્યા. ત્યારે ખબર પડી કે તેઓ પતિ પત્ની જ હતાં. તેઓની સિવાય બીજું કોઈ નહોતું.

આરવ પ્રીશને ઘરે મૂકી ગયો. 

આવી ઘટના બંને વેવાઈએ ૫-૬ વાર રીપિટ કરી. બંનેને દર વખતે જુદા જુદા બહાના કરીને બોલાવ્યાં.

બીજી બાજુ આરવ અને પ્રિશા વારંવાર એકબીજાને મૂકવા જતાં. તેઓના બાળપણનાં ઝગડાઓનો અંત આવતો ગયો અને લેવા મૂકવાની આ ૫-૬ ઘટનાએ ક્યારે બંનેને દોસ્ત બનાવી લીધા ખબર જ ન પડી.

અને બંને પહેલેથી જ પતિ પત્ની હતાં તો દોસ્તી પછી પ્રેમમાં પડ્યાં તે પણ સ્વાભાવિક હતું !


Rate this content
Log in

Similar gujarati story from Romance