ઈશ્કવાલા Love - ભાગ ૩
ઈશ્કવાલા Love - ભાગ ૩


"અત્યારે જ એ છોકરીનો અવાજ સાંભળ્યો તો એ છોકરી આટલી વારમાં ક્યાં જતી રહી? અહીં જ આજુબાજુ હશે." એમ વિચારી આજુબાજુ જોતો KD કોલેજની લોબીમાં ફરે છે. KDનું ધ્યાન એ છોકરીને શોધવામાં હોય છે અને સામેથી કેયા મોબાઈલમાં જોતી જોતી આવતી હોય છે. બંનેનું ધ્યાન નહોતું. KD અને કેયા બંને એકબીજા સાથે ભટકાય છે. એકબીજા સાથે અથડાવામાં કેયાનો મોબાઈલ નીચે પડી જાય છે. KD નીચેથી મોબાઈલ લઈ sorry બોલે છે પણ જેવો એ કેયાને જોવે છે કે મોબાઈલ આપવા લંબાવેલો હાથ પાછો ખેંચી લે છે. કેયા પર્સ અને કપડા સરખા કરતી ઉભી થાય છે. KD ને જોતાં જ કેયા બોલે છે "તું? તું અહીં શું કરે છે?"
KD:- "શું કરે છે મતલબ? અને તું છે કોણ આ સવાલ પૂછવાવાળી?"
કેયા:- "ઑહ આઈ સી. તું અહીં રૂપિયા લેવા આવ્યો છે. અહીં આવવાની જરૂરત જ ન રહેત. જો મેં તને ત્યાં જ રૂપિયા આપી દીધા હોત. પણ નહિ...તારે તો ડ્રામા કરવો હતો ને. એની વે લે આ ચાર હજાર અને હેડલાઈટ સારી કરાવી લેજે. પણ એ પહેલાં તારે મને સોરી બોલવું પડશે."
KD:- "હું....અને તને સોરી બોલું? કોઈ ચાન્સ જ નથી. તું સોરી બોલ."
કેયા:- "કેયા મહેતાએ આજ સુધી કોઈને સૉરી નથી બોલ્યું અને બોલશે પણ નહિ. ડુ યું અન્ડરસ્ટેન્ડ?"
KD:- "કૃણાલ દેસાઈ પણ આજ સુધી કોઈ સામે ઝૂક્યો નથી. અને ઝૂકશે પણ નહિ. સમજી?"
કેયા:- "વોટેવર."
ત્યાં જ કેયાનું ધ્યાન જાય છે કે પોતાનો મોબાઈલ KD ના હાથમાં છે.
"હેય લીસન ગીવ મી માય મોબાઈલ."કેયા ઑર્ડર આપતા કહે છે.
KD:- "તારામાં મેનર્સ નથી. કોઈ વસ્તું કોઈ પાસેથી જોઈતી હોય તો રિકવેસ્ટથી કહેવું પડે. જરા રિકવેસ્ટથી કહે તો મોબાઈલ આપું."
કેયા:- "રિસવેસ્ટ માય ફૂટ" એમ કહી KD પાસેથી મોબાઈલ લેવા આગળ વધે છે."
જે હાથમાં મોબાઈલ હોય છે તે હાથ KD ઊંચો
કરે છે. કેયાની હાઈટ નાની હોવાથી KD પાસેથી મોબાઈલ લેવા કૂદકા મારે છે. પણ એને મોબાઈલ મળતો નથી.
કેયા:- "મારો મોબાઈલ આપી દે નહિ તો...."
KD:- "નહિ તો શું?"
કેયા:- "ઓકે ફાઈન સોરી"
KD:- "રીકવેસ્ટથી"
કેયા:- "આઈ એમ રેઅલી સોરી"
"ગુડ ગર્લ" એમ કહી કેયાને મોબાઈલ આપી દે છે.
ખબર નહિ શું સમજે છે પોતાની જાતને. એમ સ્વગત બોલતી બોલતી કેયા જતી રહે છે.
પોતાની જાતને કોઈ મહારાણી સમજે છે એમ વિચારતો KD પણ જતો રહે છે.
કોલેજમાં બધાંની નજર કેયા પર જ હોય છે. કેયા ખૂબ સુંદર લાગતી. high statusવાળી છોકરીઓને પણ કેયાને જોઈને ઈર્ષા આવવા લાગતી. કોલેજમાં બધાંની નજર કેયા પર જ હોય છે. પરંતુ કેયાને તો જાણે કોઈ ફરક જ ન પડતો હોય એમ ત્યાંથી જતી રહી. કેયાને તો હવે આદત પડી ગઈ હતી આ બધાની. એની સુંદરતા પાછળ તો કેટલાંય ફીદા હતા.
રૉય:- "શું છોકરી છે યાર!"
વિકી:- "કેટલી બ્યુટીફૂલ છે. KD જોને યાર."
KD:- "એક નંબરની ડ્રામા કવીન છે. ચલો હવે ક્લાસમાં જઈએ."
ક્લાસમાં પણ બંન્નેની નજર ટકરાય છે.
બંન્ને મનમાં જ કહે છે. "ઓહ ગોડ આને આ જ ક્લાસ મળ્યો?"
ક્રમશઃ