STORYMIRROR

KIRIT PARMAR 🇮🇳

Romance

2  

KIRIT PARMAR 🇮🇳

Romance

ઈસ પ્યારકો ક્યા નામ દુ ?

ઈસ પ્યારકો ક્યા નામ દુ ?

2 mins
136

    કહાનીઓનો ઇતિહાસ રહ્યો છે કે તેની શરૂઆત ખૂબ જ સુખદ, મીઠી અને આનંદદાયક હોય છે પણ કહાની નો અંત અંતે તો ખુબ દર્દ ભર્યો અને દુઃખદ હોય છે. માટે આપણે આવી કહાનીઓ હિસ્સો બનતા હજાર વાર વિચારીએ છીએ. જો કે બધી કહાનીઓના અંત દુઃખદ નથી હોતા. કેટલીક કહાનીઓના અંત સુખદ અને નિજાનંદ આપનાર પણ હોય છે. એટલે જ કહેવાય છે 'અંત ભલા તો સબ ભલા' અહીંયા એવીજ કહાણીનો ઉલ્લેખ કરેલ છે.

          નિમાં નર્સની શાદી એના નજીકના ગામમાં સુખી પરિવારમાં થઈ હતી. તેના પતિ આલોક સાથે તે ગામે જ રહેતી. તેમનો એક દીકરો પણ હતો. સમય પસાર થતો ગયો ને તેની કરવટ બતાવા લાગ્યો. નર્સ નિમાની નોકરી નજીકના શહેર માં લાગી. અને ધીમે ધીમે નિમાં નર્સ અને તેના પતિ આલોક માં દુરીયા વધવા લાગી. અને અંતે આ દુરીયા છુટાછેડામાં પરિણમી ત્યારે તેમનો દીકરો ફક્ત 8 વર્ષનો હતો. છુટાછેડા બાદ નિમાં તેના નોકરીના સ્થળે રહેવા જતી રહી.

       એ શહેરમાં તેની મુલાકાત એક દિવસ જાંબાઝ પોલીસ રઘુ સાથે થાય છે. અને ધીમે ધીમે તે મુલાકાત દોસ્તીમાં અને અંતે પ્રેમમાં પરિણામે છે. પરંતુ રઘુ પોલીસ એ પરણેલો હતો અને એને ત્રણ બાળકો પણ હતાં. છતાં તે નિમાં નર્સ સાથે રહેવા લાગ્યો. નિમાં નર્સનો પુત્ર પણ હવે મોટો બિઝનેસ મેન બની ચુક્યો હતો.

      હવે નિમાની અને રઘુની નોકરી પુરી થઈ ગઈ. બંને તેમના રિટાયર્ડ જીવનનો આનંદ માણી રહ્યા હતાં. નિમાના પુત્રના પણ લગ્ન થઈ ગયા હતાં.

   પણ એક દિવસ નિમાં અને રઘુ વચ્ચે પૈસાને લઈને ઘરમાં ઝગડો થઈ ગયો. જે ઝગડો ઘરમાં ઘણા દિવસ સુધી ચાલ્યો. અને એક દિવસ બન્યું એવું કે રઘુ નિમાનું ઘર અને તેની સાથ છોડી તેના મૂળ ગામમાં તેના પરિવાર પાસે ચાલ્યો ગયો. 

( સંપૂર્ણ )


Rate this content
Log in

Similar gujarati story from Romance