લીમડાનો મોર અને સ્વાસ્થ્ય.
લીમડાનો મોર અને સ્વાસ્થ્ય.
1 min
7
આપણા શાસ્ત્રોમાં ચૈત્ર માસમાં લીમડાના મોર તથા લીમડાના કુમળા પાનનો રસ પીવાનો કહ્યો છે. ચૈત્ર માસમાં સ્વસ્થ વ્યક્તિઓએ પણ ચૈત્ર સુદ એકમ થી નોમ સુધી એમ નવ દિવસ સવારમાં નરણાકોઠે આ રસ પીવો જોઈએ.
લીમડાના મોર તથા કુમળા પાનનો રસ આ નવ દિવસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. વર્ષ દરમિયાન તાવ આવવાની શકયતા ઘટી જાય છે. તે સિવાય મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, માઈગ્રેન, ડાયાબિટીસ, પેટમાં કૃમિ હોય, અરૂચિ, એસિડિટી જેવી તકલીફમાં ફાયદાકારક છે.
લીમડામાં રહેલા એન્ટીબેક્ટેરીયલ, એન્ટીવાયરલ અને એન્ટીમાઈક્રોબીયલ ગુણને કારણે તે શરીરને ખુબ હિતકારી છે માટે એક ગ્લાસ લીમડાની મોર પીવો અને સ્વસ્થ જીવનની શરૂઆત કરો! 🌿💪
