ઈર્ષ્યા....
ઈર્ષ્યા....
હમે જોઉંસુ તો ગરમ તાવડીમાં પાણીનો છમકારો બોલે. પણ આમ હોય હાવ શેરમ મેલી બાપડીને વાલી કરવાની.! 'હુંહ' ડોકી મઈળી,
હવારના પોરમા મારે ગાભો લેવો. આને જો ઊઠતાવેત હેત હુલાળે સડે. ડારલીગ બોલી બથુ ભરે, ઈ જોવા હાટુ આ આંખોના દીવા બળે ને જરેરા કાળજામાં કરે. દાજ કાઢતો ગાભો એ સુખને પૂછવા મથે. ઉતાવળે ફોટો ફ્રેમ હાથમાંથી છટકી કે છટકાવી જમીનદોસ્ત, કાચના આવરણ તૂટી પડ્યા ઈના મોઢે લાઈગા. મારે હાતેય કોઠે ટાઈઠક વળી.
ઈ જ ગાભો બહાર નેઈમ પ્લેટ પર ઘસાઈ રહ્યો નામ ભુસવાની મથામણ. ગાભો ફરતા ચમકતા એ અક્ષર હસી રહ્યા 'પવન - કાવ્યા'.
સાઈબ ને મેમસઈબ 'હુહ' નાકનુ ટેરવું ચઢી એ કાવ્યા નામની ઈર્ષ્યાથી જોઈ રહ્યુ.
