ઉંમરનો તફાવત
ઉંમરનો તફાવત
કાન્તાબેન કહે છે તેમના બાજુમાં બેઠેલા સવિતા ભાભીને. એ બન્ને ખુબ સુંદર રીતે રહે છે. કારણકે તેઓ એક બીજાથી નાના મોટા છે. એમના વચ્ચે દશ વર્ષનો ફરક છે બોલો છતાં પણ સુખેથી રહે છે.
સવિતભાભી કહે "તે હોયજ ને એ સગુણાની સગાઈ જ મે કરાવી હતી.
"હે.... એવું છે હંમm..."
"તો પણ તમે એ ફીટ કેમ કરાવ્યું હતું હે ?" કાન્તાબેન નવાઈથી બોલ્યા, "આટલાં વરહ નો ફેર છે ને તમે સબંઘ કરાવી દીઘો બહુ કહેવાય !"
સવિતભાભી થોડા ટટાર બેસતા બોલ્યા, "અરે એમા બન્યું એવું ને કે સગુણાના મમ્મી ને હું નિશાળમાં હારે હતા. ને વળી એ લોકો અમારી શેરીમાં ભાડે રહેવા આવ્યા દશવર્ષ પહેલાં. તો વળી ક્યારેક ક્યારેક મળતા હતા. પહેલાં એમને પૈસેટકે સારું હતું પણ પછી ઘંઘામા ખોટ આવતા બીચારા ઘર વેંચી ને ભાડે રહેવા આવ્યા. ત્યારે સગુણા માંડ દશ, બાર વર્ષ ની હતી. મારી બહેનપણી સવલીના ભાઈનો દિકરો નવીન એને બુટ ચંપલની દુકાન રાજકોટમાં પણ ઘર ભાડેને વળી જમીન ટુકી ગામડામાં એટલે સગાઈ થાતા વાર થઈ. પછી તો મોઢે ઉંમર દેખાય એટલે છોકરી ના પાડી દે એમાં ને એમા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
એમાં અમારે ગામે લગ્ન મા સવલી મને મળી હતી. પછી તો ખુબ વાતુ કરી બપોરે મારે ઘેર ગયા આરામ કરવા. તો મને કે કોઈ છોકરી હોય તો કૈ જે મારા ભાઈના દિકરા
નવિનનું કરવાનું છે. ઘરમાં ચાર માણસ છે ને રાજકોટ દુકાન છે. મોટી બહેન સાસરે છે. કોઈ જંજટ કે વ્યસન નથી બસ થોડી ઉંમર છે.
ત્યાં સગુણા મને વસ્તુ આપવા આવી તી કે સવલી એ જોઈ લીઘું. જેવી ગઈ સગુણા તો કે "કોણ છોકરી છે ?" મે કિઘુ એ તો "અમારા પાડોશી છે., ને મારી જુની ઓળખ પણ છે એની મમ્મી સાથે."
"તો એ કે છોકરી સારી છે વાત કર ને નવિન માટે."
"મે કિઘુ એ તો શરીર જ હાડેતુ હજી માંડ વીસ ની હસે."
છતાં પણ વાત કરવાનું કહીને સવલી ગઈ. મને પણ વિચાર આવ્યો કે પુછવામાં શું વાંધો ? પછી તો મે વાત કરી એની મમ્મીને, તો જોવાનું ગોઠવી દેવામાં આવે એવું નક્કી કર્યું. પછી વાંધો ન આવ્યો ઉંમર વઘુ હોવા છતાં નવિન પાતળો ને નાનો દેખાતો, ને વળી લેવડદેવડ બાબતે પણ તે ચોખવટ કરી ગયો કે મારે પહેરેલા કપડા સાથે છોકરી જોઈએ સોના ચાંદીના દાગીના પણ અમે જ આપશુ.
બસ છોકરી સમજદાર છે એ સમજી ગઈ કે આ જ વ્યક્તિ સાથે તેને ફાવસે. માતા પિતા ઉપર ભાર પણ નહીં. ને એમના લગ્ન થયા. આજે સાત વર્ષ થયા છતાં પણ બંને સરસ રીતે રહે છે જાણે નવદંપતી. એક નાની દિકરી છે એમને ઘરનો ફ્લેટ છે. બીજું શું જોઈએ.
સગુણાની છોકરમતને નવીનની સમજદારી બન્ને મળીને એમનુ સુખી લગ્નજીવન ચાલે છે. બહુ સરસ જોડી બનાવીને સવિતભાભી તમે તો...