હું ગુજરાતી
હું ગુજરાતી
હું ગરવી ગુજરાતી, મારુ સ્વમાન ગુજરાતી,
અન્ય ભાષા બધી માસી, બોલું એ મા સમી ગુજરાતી.
હું હસું, રડું, ને રમુ, જે પણ કરું અભિવ્યક્તિ ગુજરાતી,
પરિવારમાં મિત્રો સાથે બોલાતી, મા તરફથી મળી ભાષા ગુજરાતી.
વિચારુ, વિહરૂ, લખુ, લાગણીઓનો એ અનુભવ ગુજરાતી,
વિકસુ, વિસ્તરુ અને આગળ વધુ, બધી જ જગ્યાએ હું ગુજરાતી.
આગવી ઓળખ આપી અને લોકસાહિત્ય ગાવ હું ગુજરાતી,
દેશ અને દુનિયાભરમાં પહોંચ્યો, છેક અંતરિક્ષ સુધી ગુજરાતી.
હૃદયનો ધબકાર ગુજરાતી, મારો અભિમાન મારો શ્વાસ ગુજરાતી,
એ જીવાડે મને હેતથી, જો હું જીવાડું માતૃભાષા ગુજરાતી.
ઉજવણી, ઉત્સાહ, કે આંદોલન મારી અભિવ્યક્તિ ગુજરાતી,
મારા વિચારો, મારા સપના, મારું મૂળ બસ ગુજરાતી.
