ઈન્તેજારીનું ઈનામ
ઈન્તેજારીનું ઈનામ
લગ્નના પંદર વર્ષ પછી પોતાના જીવનમાં બાળક આવવાની ખુશી કેવી હોય એ કોઈ લતા અને વિનયને પૂછે. આજે સવારથી લતાને પ્રસુતીનો દુખાવો ઉપડયો, પણ આજે આ અસહ્ય દુખાવો એ હસતાં હસતાં સહન કરવા તૈયાર હતી. બંને જણા આ ઘડીની રાહ પાછલા પંદર વર્ષથી જોતા હતાં. બસ હવે જાણે ધીરજ ખૂટી ગઈ હતી. ડોક્ટર લતાને અંદર લઈ ગયા અને વિનય બહાર આંટા મારતો રહ્યો.
અડધો કલાક થયો પછી એક નર્સ બહાર આવી અને સમાચાર આપ્યા "દીકરો થયો છે." આ સાંભળીને બહાર વિનય અને અંદર લતાની ખુશી અવર્ણનીય હતી. વિનય તો નાચવા લાગ્યો. નર્સ બાળકને લઈને બહાર આવી અને વિનયના હાથમાં મૂક્યો. એનું મોઢું જોઈને વિનય સ્તબ્ધ થઈ ગયો. એને સમજ ન્હોતી પડતી કે શું બોલવું. " પંદર વર્ષની ઇન્તેજારીનું ભગવાને આ ઈનામ આપ્યું ?" એ મનમાં બોલ્યો અને બાળકને લઈને અંદર લતા પાસે જતો રહ્યો.
