Rupal Sanghavi

Comedy Drama Others

4  

Rupal Sanghavi

Comedy Drama Others

ઈંગ્લીશ વ્હીંગ્લીશ

ઈંગ્લીશ વ્હીંગ્લીશ

2 mins
318


અમારે ત્યાં કામવાળા બેનને અંગ્રેજી બોલવાનો બહુ શોખ.

અલગ અલગ ઘરે કામ કરવા જાય અને બધાની બોલચાલની રીત અજમાવે.

એક દિવસ મારે ત્યાં આવીને કહે " મારે ઘરે ઘોસ્ટ આવવાનાં છે, તે હું કાલે કામે નહીં આવું. તમ તારે એક દિવસ ના રૂપિયા મારી "સેલા ..રીમાંથી કાપી લેજો."

આપણે તો કંઈ ઈંગ્લિશ વિંગલીશ આવડે નહીં, એટલે હા એ હા જ કરવાની.

એવડી ઈ એક દિ નું કહીને ત્રણ દિવસે કામ પર આવી, અને આપણે તો ભૈ વાસણ ને સંજવારી પોતા કરી કરીને ત્રણ દિ માં અધમુઆ થૈ ગ્યા.

આવતાવેંત મને કહે "ભાભી ! કેમ છો ? કેવું લાગ્યું મારા વગર ? મને "મૅશ, કરી કે નહીં ?"

મેં કહ્યું "હા બાઈ ! તને તો ખૂબ મીસ કરી, એકવાર મને તારા ભાઈ વિના ચાલે પણ તારા વિના તો નહીં જ.

આ મારે સવાસો કિલોના શરીરને ઉપાડીને કચરા પોતા કરવામાં જ આંખે અંધારા આવી જાય, તો તારી યાદ તો આવે જ ને"

આપણે ય પાછું ત્રણ દિ નો બરાબર બદલો વાળવો હોય, એટલે એને માટે એક પછી એક વધારાના કામ યાદ કરીને રાખ્યા હોય.

બીજા દિવસે આપણે પ્રેમથી કહ્યું "બેટા આજે મને એક કામ કરી દઈશ ?" એનો જવાબ એક જ હોય "તમે કહો તો ખરા થાય એવું હશે તો કરી દઈશ." મેં કહ્યું "આ સ્ટીલનો ઘોડો જરા માંજી દે ને ! ઘણાં સમયથી નથી ઉટક્યો."

એનો જવાબ "વિસ રૂપી..સ થશે રોકડા ઘોડો ઉટકવાના.!"

નાછૂટકે આપણે કહેવું પડે "લઈ લેજે ને જે થાય એ.!"

વળી એ બોલી "ભાભી તમને તો ખબર છે મારો ને ..સર, એમ હું કોઈને કામની ના ન કહી શકું. બચ્ચાડા તમ જેવાથી નો થાતુ હોય તો અમને ક્યો. પણ વેવારે થાતા હોય એ લઈ લઉં. કામ તમે જે કહો એ, અને હું જે કહું એ રૂપિયા બસ. તમે "એં ..ગ્રી થાવ એટલે કરી દઉં કામ !"

એક દિવસ મેં યુ ટ્યુબ પર વીડિયો જોઈને બ્રેડ બનાવી, ઓવન વગર કડાઈમાં બ્રેડ બનાવતા શિખવતા હતા એ વીડિયો માં, એ પ્રમાણે બ્રેડ એકદમ સરસ જાળીદાર બની ખરી પણ વધારે પ્રમાણમાં સોડા નાખવાથી સ્વાદ ખરાબ થઈ ગયો. હું આ બધું કરતી હતી, ત્યાં એ આવી એટલે મેં હરખપદુડી થઈને એને બ્રેડ બતાવી કે "જો આ મેં બનાવી જો કેવી સરસ બની .!!" એણે ફેરવી ફેરવીને બ્રેડને જોઈ,પછી બોલી "ભાભી "બ્રેડ તો બહુ ફાઈન્ બની છે, "નેટ પણ એકદમ પડી છે, અને સરસ સૌંફ ને સ્પોનસી છે." એના વખાણ સાંભળી આપણે તો ખુશ...મેં કીધું "લે તો પછી ચાખ તો ખરી."

એ કહે "રહેવા દો ભાભી જતી વખતે મને લાં ..ચ માં આપજો, મારા દીકરાને બ્રેડ ભાવે એટલે. અત્યારે તો હું જલ્દી મારા કામે લાગું હજી તો કેટલું "વ ..રક, પેન્ટિં ..ગ, પડ્યું છે.!"


Rate this content
Log in

Similar gujarati story from Comedy