Irfan Juneja

Romance Tragedy

4  

Irfan Juneja

Romance Tragedy

હું તું અને તારી ચાદર

હું તું અને તારી ચાદર

3 mins
14.1K


પ્રિય સોની,

આજે તું કેટલી સમજદાર ને પરિપક્વ થઇ ગઈ. તને યાદ છે આપણી એ બેમતલબની વાતો, અનોખા સપનાઓ અને એ સપનાઓની વચ્ચે છુપાયેલી આપણી નાની નાની યાદો ? શું તું આજે એ વિતાવેલો દિવસો યાદ કરી શકે છે? તારું કોઈપણ વાતમાં ના કેહવું મને ખુબ ગમતું. કેમ કે મને તને મનાવવાનો મોકો મળી જતો. તું નાદાન બનીને ના કહેતી અને હું પાગલ બનીને તને મનાવતો. હવે સમય બદલાયો છે. તું સમજદાર તો પહેલેથી જ હતી પણ હવે જીવનમાં પોતાના મન ને કાબુમાં રાખી જે જીવનમાં આગળ વધી રહી છે. હું ખુશ છું કે તું તારા જીવનના પગલાંઓ વિચારીને ભરી રહી છે અને સભાન બની પોતાના ફેસલા ખુદ કરી રહી છે.

સોની કદાચ તને યાદ હશે કેમ પણ મને આજે એ યાદોના પોટલામાંથી એક આપણી સુંદર યાદને વાગોળવાની ઈચ્છા થઇ રહી છે. હું થોડા દિવસ પહેલા કામથી બહાર જઈ રહ્યો હતો. એવી જ બસ, એ જ ઠંડુ એ.સી.વાળું વાતાવરણ, એવી જ લાંબી સ્લીપર સીટ, બસ નહોતું તો તું અને તારી એ ચાદર. પ્રવાસ સમયે આપણે વિતાવેલ સમય અને મેં ખૂબ જ યાદ કર્યો. જયારે મને નીંદર ન આવતી તો હું તને મિસ કરતો ને બેગને હગ કરી તારી કમીને પુરી કરવાની કોશિસ કરતો. પણ તારું હોવું માત્ર મને ખુશહાલ કરી દેતું. તને યાદ કરીને પણ મારા ચહેરા પર ચમક આવી જતી. જયારે ઠંડી લગતી ત્યારે તારી એ ચાદરને હું યાદ કરતો. તું કેટલી કાળજી રાખતી મારી અને મને ઠંડીથી બચાવવા તારી ચાદર આપતી. તારો એ પ્રેમ ખુબ જ અનેરો હતો. પ્રવાસના એ દસ કલાક મારા જીવનના દસ વર્ષથી પણ અધિક હતા. તારું ધીમા સ્વરમાં મને બોલવું, હું પોતાની વાત કહું ને તારું એકીટશે સામે જોઈને સાંભળવું મને ખૂબ ગમતું. તું બદલાઈ નથી એ હું જાણું છું. પણ ફરી આવા પ્રવાસનો મોકો મળશે કે કેમ એ જ પ્રશ્ન મારા મનમાં દોડ્યા કરે છે. જીવનમાં તમને કંઈક મળે એ સમય એ એનો જેટલો એહસાસ ન થાય એ એહસાસ એવી જ પરિસ્થિતિ બીજીવાર ઉદ્દભવે અને તમારું ચહીતું તમારી સાથે ન હોય ત્યારે તમને એનું મૂલ્ય સમજાય.

સોની તે જીવનની ઘણી ખુશીઓ આપી હશે કોઈ ને કોઈ સ્વરૂપે. કદાચ મેં એની કદર નઈ કરી હોય. પણ જીવનમાં જયારે જયારે એ પરિસ્થિતિ પરિવર્તિત થશે ત્યારે તારી કમી મને જરૂર ખલશે. હું તને યાદ કરીશ ને શક્ય હશે તો સંદેશ મોકલી અને તને જણાવીશ. તું એ સમયે ક્યાં હોઈશ? તારા જીવનમાં શું ચાલતું હશે...? તને આપણી એ યાદો યાદ હશે કે નહિ એવી તો મને ખબર નથી પણ કોઈપણ માધ્યમ થકી હું તને મારા મનમાં ઉદભવતા સવાલો અને તારી કમીને મહેસુસ કરતા કરતા તને કહેતો જઈશ.

તું જ્યાં પણ રહીશ ખુશ રહીશ કેમ કે તે નિસ્વાર્થ ખુશીઓ આપી છે. તારી યાદોનો પોટલો છે મારી પાસે, જો તું ને તારી ચાદર નાના અમથા દસ કલાકના પ્રવાસમાં મને આટલી ખુશી આપી ગયા હોય તો આપણે તો જીવનના અનમોલ ચાર વર્ષ સાથે વિતાવ્યા છે. તો તું જ વિચાર તે મને એ સમયમાં કેટલી વિશેષ ખુશીઓ આપી હશે. તું પણ ક્યારેય આવી ખુશી કે આપણી કોઈપણ યાદને યાદ કરે અને તને લાગે કે મારી કમી વર્તાઈ રહી છે તો આજ રીતે મને પણ એક સંદેશ મોકલી મનને હળવો કરતી રહેજે.

"હંમેશાં તારી યાદમાં..."

તારો પ્રિય,

અવિનાશ...


Rate this content
Log in

Similar gujarati story from Romance