rekha shukla

Comedy

3  

rekha shukla

Comedy

હસ્યા બધા આજે

હસ્યા બધા આજે

1 min
1.2K


ત્રણ ગાંડા એક બેડ પર એકસાથે સૂતાં હતા. ત્રણેને સૂવા માટે જ્ગ્યા ઓછી પડી રહી હતી, એટલે, એક ઉઠીને નીચે જઈને સૂઈ ગયો. તો, બાકીના બે ગાંડા બોલ્યા :

આવી જા હવે જ્ગ્યા થઈ ગઈ છે.

***

આનું નામ સંસાર 😄

માણસ ભજીયા ખાય અને પછી બિમાર પડી, હોસ્પિટલની અંદર બેઠો બેઠો, સંતરા, મોસંબી અને સફરજન ખાય અને પછી એના સગા વ્હાલા, હોસ્પિટલની બહાર ઉભા ઉભા ભજીયા ખાય.

***

ડોક્ટર : દર્દીને કહે છે : દરરોજ લોન ઉપર ચાલવાનું રાખો જેથી તબિયત સારી રહેશે.

દરદી: સાહેબ અમારૂ આખુ ઘર લોન પર ચાલે છે.

***

અત્યારના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો આત્મહત્યા કરી લે છે. અને એક અમે હતા કે, અમારા માર્કસ જોઈને ટીચર્સ આત્મહત્યા કરવાનું વિચારી લેતા, 'આ રખડેલ ને આટલા આવ્યા ક્યાંથી !'

***

આપણા દેશમાં છુટ્ટાછેડાનું પ્રમાણ પહેલા કરતા લગભગ અડધું થઈ ગયું, કારણ ?

પતિ-પત્નિ વોટ્સેપમાંથી નવરા પડે તો બાઝે ને !

***

અરિજિત સિંઘના ગીતો સાંભળીને ગર્લફ્રેન્ડની યાદમાં હું એક કલાક રડ્યો. પછી એકદમ યાદ આયુ કે મારે ક્યાં ગર્લફ્રેન્ડ છે મારે તો પત્ની છે. બે કલાક ફરી રડ્યો.

***

કુંવારાં લોકોની સમસ્યા : બાહર નીકળે તો લૂ લાગે અને ઘર મા બેસે તો એકલું લાગે.

પરણેલાની સમસ્યા : ઘરમાં રહેવાય નહી. બાહર જવાય નહી.

***

મેરેજ બ્યુરોવાળા છોકરીને ફોટો બતાવી કહે, 'આ છોકરો સારું કમાય છે, પણ કાળો છે.

છોકરી કહે : તો આમાં બીજા કલર દેખાડો ને !


Rate this content
Log in

Similar gujarati story from Comedy