Vijaya Lakshmi

Horror Thriller

0.4  

Vijaya Lakshmi

Horror Thriller

હોરર ફિલ્મ

હોરર ફિલ્મ

8 mins
978


વર્ષ ૨૦૧૮ની આ વાત છે. બસ હજુ તો નવું વર્ષ આનંદ, ઉલ્લાસ, થોડી ચિંતાઓ, ઉતાર-ચડાવ સાથે અને નાટકીય અંદાજ સાથે નવું વર્ષ બેસી રહ્યું હતું. રાત્રીના લગભગ ૧૨:૦૦ વાગ્યા હતા. બધાની જેમ જ નવા સપનાઓ, આશાઓ અને અભિપ્સાઓ કોઈ પણ ભોગે પૂરા કરવાના છે એ વિચારે પિયા ખૂબ જ આનંદમાં હતી. આખી રાત ધમધોકાર પાર્ટી ચાલી. એકધારું ડ્રીન્કીંગ, ડાન્સિંગ અને મોજમજાથી પિયા બોર થઇ ગઈ. એટલે એણે નક્કી કર્યું કે ચાલો ફિલ્મ જોઈએ.

‘રેટ્રો’ થીમવાળી પાર્ટીમાં પિયા સાવ સાદા કપડામાં ગઈ હતી. એના કોઈ મિત્રો ક્યાંય દેખાતા ન હતા. સામસામે ધ્રુણા અને અણગમા વહેંચતા ચેહારાઓથી પાર્ટી શરુ થઇ. જયારે સરકારના કોઈ એક જ વિભાગમાં કામ કરતાં લોકો કોઈ એક દિવસ ખોદણી અને ટાંટિયા-ખેંચ ભૂલીને માત્ર આનંદ માટે ભેગા થાય ત્યારે આવું થાય. આ બધાની વચ્ચે, પિયાનો બેસ્ટ ફ્રેન્ડ વિક્રમ આવ્યો અને પિયાને રાહત થઇ. અને પછી જેમ જેમ નવા વર્ષની સ્પર્ધાઓ શરુ થઇ તેમ તેમ પિયા એ બધી સ્પર્ધાઓ જીતતી ગઈ અને બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ.

“હાંશ! થેંક યુ, વિક્રમ. કાયમની જેમ તું જ મારો તારણહાર બન્યો. હેપ્પી ન્યુ યર ડીઅર!”

“હેપ્પી ન્યુ યર ૨૦૧૮. તારે થોડા સારા કપડાં પહેરીને આવવાની જરૂર હતી જેથી કોઈ તને ભલે હીરાની નહીં તો સોનાની રીંગ તો આપત જ!”

“તને નથી ખબર કે આઈ લવ યુ? જેવી સીમા તારી સાથે બ્રેક અપ કરીને જતી રહે, એટલે તારે મને જ તારી લાઈફ-પાર્ટનર ગણવાની.” આમ પિયાને પોતાના દિલની વાત કહેવી હતી પણ ન કહી શકી. પિયાને ખબર જ ન રહી કે ક્યારે તેની દોસ્તીમાં પ્રેમના અંકુર ફૂટી ગયા. એને ધીમે ધીમે લાગ્યું કે આ ચેપ જેવું છે જેને પોતે ધીમે ધીમે પોતાનાથી દૂર કરવાનો છે. પણ એ જેમ જેમ એના પ્રેમીને ભૂલવાનો પ્રયાસ કરતી એમ એમ એ એને વધુ ગમવા લાગ્યો. પિયાએ જિંદગીમાં આગેકૂચ શરુ રાખી અને વિક્રમ જેવો જ લાઈફ પાર્ટનર શોધવાનો નિર્ધાર કાર્યો.

“ફિલ્મ જોવા જવું છે?” પિયાએ વિક્રમને પૂછ્યું.

“ના. મારે સીમા સાથે રહેવું છે.” વિક્રમે કહ્યું.

“હા તો જા. મને જેવો બોયફ્રેન્ડ મળે એટલે તને અને તારી ફ્રેન્ડશીપને અધવચ્ચેથી જ કૂવામાં નાખી દઈશ.” પિયાએ કહ્યું.

“લે, મને શા માટે ભાંડે છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તું અરેન્જડ મેરેજ જ કરીશ.”

“કોઈ કાળે નહીં. પ્રેમ તો એક દિવ્ય અને પવિત્ર લાગણી છે, જે એકદમ અલગ...”

“હું એજ તો કહું છું કે પ્રેમ મેરેજ કરતા જુદી વસ્તુ છે.”

“શટ અપ. તું લુચ્ચો છે! હું તો આ ચાલી કોઈ નજીકના થીએટરમાં ફિલ્મ જોવા.”

પિયાને જીવનમાં ઘણા એવા લોકો મળ્યા હતા જેઓ પતિ કે પત્નીના ઉલ્લેખ માત્રથી જ ચિડાઈ જતાં. એમાંના મોટાભાગના લોકોને પોતાના લગ્નના નિર્ણય માટે પસ્તાવો થતો અને એમની વાતચીત કાયમ આવી જ રહેતી, “મે તારી સાથે લગ્ન જ શા માટે કર્યા? મારે આખી જિદંગી કુંવારું જ રહેવાનું હતું.” પિયાને હમણાં સેટલ થવાની ઈચ્છા નહોતી. બસ લગભગ પાંચ-દસ વર્ષમાં આ અકસ્માત થશે અથવા ન પણ થાય. જો ટાઈમ મશીન હોય તો લોકો પતિ-પત્ની પોતે જે દિવસે અને સમયે પહેલી વખત મળ્યા હોય એ પણ ડીલીટ કરી નાખે! પિયાએ નવા વર્ષની પાર્ટીઓની ઝાકમઝોળ જોઈ. ફાઈવ-સ્ટાર હોટલમાં લોકો બસ ખાવા, પીવા અને નાચવામાં મશગૂલ હતા. ક્યારેક પિયાને લાગતું કે જીવનમાં માત્ર ખાઈ-પીને મોજ જ કરવાની હોય છે; જીવનનો તન-મન-મોજી અંદાજ! વળી, બીજા દિવસથી એજ “યાંત્રિકતા” જીવનમાં પગપેસો કરી બેસે.

પિયાને સુખ અને શાંતિ જોતા’તા. પેલા તો એને એ વાતનું દુઃખ હતું કે એને કોઈ બોયફ્રેન્ડ નથી અને એમાય વળી એ પરિવારથી ૨૫૦૦ કિલોમીટર દૂર એટલે એના દુઃખમાં ઉમેરો થયો. પિયા હોટલથી લગભગ એક કિલોમીટર દૂર આવેલા થીએટરે પહોંચી. ભીડભાડવાળા મોલમાં આજે કોઈ નહોતું. જયારે એ સાતમાં માળે આવેલા થીએટરે પહોંચી ત્યારે ત્યાં બે ફિલ્મ ચાલતી હતી. પણ એણે હમણાં જ તેલુગુ ફિલ્મ જોઈ હતી એટલે એને “બાય બાય મેન” નામનું અંગ્રેજી ફિલ્મ જોવાનું નક્કી કર્યું કે જે એક હોરર ફિલ્મ! પેલી ટીકીટબારીવાળી છોકરીએ એને વિચિત્ર સવાલ પૂછ્યો કે માત્ર ચાર જ ટીકીટ વેચાઈ છે તો શું એને વાંધો નહીં આવેને! પિયાએ કહ્યું, “એમાં શું, ઉલટાની વધુ મજા આવશે.” પીયે ૧૬૦ રૂપિયા આપીને ટીકીટ લીધી.

એ શો શરુ થવાને ૧૦ મિનીટ પહેલા જ પોતાની જગ્યાએ જઈને બેસી ગઈ. થીએટરમાં કોઈ નહોતું. એસી પણ ખૂબ જ ઠંડુ હતું. પાંચ મિનીટ સુધી કોઈ જ ન આવ્યું. એણે ખાલી થીએટરની સેલ્ફી લીધી. સેલ્ફીના ઝુવાળમાં પોતે પાછલ રહેવા માંગતી હતી. આ સેલ્ફી કાંતો વોટ્સઅપ સ્ટેટસ બનશે અથવા ફેસબુક પ્રોફાઈલ. એમાં જે લાઈક્સ અને કમેન્ટ્સ આવશે અને જે મજા આવશે! એના ચહેરા પર સ્મિત ઓઢ્યું, થોડું આમ તેમ મોઢું ફેરવીને એણે સેલ્ફી-સ્ટીક વડે સેલ્ફી લીધી. પણ કઈ ખાસ મજા ના આવી એટલે એણે સેલ્ફી પ્રોજેક્ટ પડતો મૂક્યો. પિયાને કોઈ કાળો આકાર પોતાની પાસે દેખાયો. એણે આંખો બંધ કરીને રીલેક્સ થવાનો પ્રયત્ન કાર્યો.

“મેડમ, તમે થોડા પગ ખસેડશો. મને લાગે છે કે મારો મોબાઈલ અહિયાં ક્યાંક પડી ગયો છે.” અંતે પિયાને કોઈ વ્યક્તિ થીએટરમાં આવવાથી રાહત થઇ. એને વિવેક સાથે પૂછ્યું,

“તમે ફિલ્મ જોવા આવ્યા છો?”

“ના મેડમ. હું અહિયાં કામ કરું છું. આ રહ્યો મારો મોબાઈલ. થેંક ગોડ. પંદર હજાર રૂપિયાનો આ બ્રાન્ડેડ પીસ લીધો છે. થેંક યુ.”

એ જેવો બહાર ગયો કે એક ઠીંગણો માણસ પોતાના ચેહરા પર અણગમો પહેરીને પોપકોર્ન અને પેપ્સી લઈને આમ તેમ આંટા મારતો થીએટરમાં પ્રવેશ્યો. આ બિહામણો માણસ આસપાસ હતો છતાં પિયા કમ્ફર્ટેબલ હતી. એ સીધો જ વી.આઈ.પી. રીક્લાઈનર સીટ નં ૦-૧૩ પર જઈને બેઠો. જે ઝપડથી એ ગયો હતો એ જ ઝડપથી એ પાછો આવ્યો અને પિયાને કહેવા લાગ્યો, “મારી સીટનું રીક્લાઈનર કામ નથી કરતુ.” પિયાએ જવાબ આપતા કહ્યું, “મને નથી લાગતું કે કોઈ બીજું આવે. તમે બીજી ગમે તે સીટ પર બેસી શકો છો.”

“ના. મારે બીજી કોઈ જ સીટ પર નથી બેસવું.” પોતાની સીટ તરફ આંગળી ચીંધતા કહ્યું અને એણે સ્ટાફ મેમ્બેરને બોલાવીને રીક્લાઈનર ઠીક કરાવ્યું.

પિયાને પોપકોર્ન અને કોક લાવવું હતું. એણે જોયું કે ચાર કોલેજીયન છોકરીઓ આવી અને બરાબર એની પાછળની સીટમાં આવીને બેઠી. હવે એને શાંતિ થઇ. એ રાષ્ટ્રગાન માટે ઊભી થઇ અને જાણે કે આનંદ અને ઉલ્લાસની ઉત્તમ પળો ફરી જીવતી હોય એવી સ્ફૂર્તિ એનામાં ફરી વળી. જયારે રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું ત્યારે પિયાને એક વિચિત્ર અને પાવરફુલ દેશભક્તિ અને “ભારતીયતા”નો અહેસાસ થયો. એના મનમાં એવી લાગણી થઇ કે એણે સરકારી કર્મચારી બનીને દેશના વિકાસમાં નાનકડું યોગદાન આપ્યું છે. અને અંતે ફિલ્મ શરુ થયું.

આચાનક પિયાને થયું કે લાવને “બાય બાય મેન” એમ બોલું. તેનું એવું માનવું હતું કે કોઈ શબ્દ કે વાક્ય વારંવાર બોલવાથી સીસ્ટમ અપડેટ થાય છે અને એક પ્રકારની હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જયારે જયારે એને કોઈ ઈન્ટરવ્યુંમાં જવાનું થતું ત્યારે ત્યારે એ આમ જ કરતી. આ એકદમ નવો કોન્સેપ્ટ હતો.

સંસ્થાના નિયામકે ગર્વ સાથે જાહેર કર્યું, “પહેલી વખત આપણે પબ્લિક સ્પિકિંગનું મહત્વ સમજીને તેને દાખલ કર્યું છે.” પિયા બીકના લીધે ખૂબ જ ધ્રુજી રહી હતી અને ગભરાઈ ગઈ હતી. એને એવો વિચાર આવ્યો કે, “કેમ દરેક વસ્તુ મારાથી જ શરુ થાય છે? એ પછી બારમાં ધોરણમાં અભ્યાસક્રમ હોય કે પછી યુનિવર્સીટીમાં ચોઈસ બેઝ્ડ ક્રેડીટ સિસ્ટમ.” તેણે એકધારું રીપીટ કર્યા કર્યું, “હું કરી શકીશ. આઈ કેન ડુ ઈટ. હું ગમે તે ભોગે આ કરીને જ જંપીશ.” જો કે પોતે જે યાદ કર્યું હતું એનો મોટો ભાગ તે ભૂલી ગઈ પણ પાંચ મિનીટની સ્પીચ એકદમ સરસ રીતે પુરી કરી. બીજા ઘણાં બધા કરતા એ સફળ રહી. સાતમાં પગાર પંચ વગર એને પોતાનું જીવન એકદમ દુઃખદ અને બોરિંગ લાગવા લાગેલું.

એને અચાનક પોતાની પાછળ સિક્કો પડવાનો આવાજ આવ્યો. પહેલા તો એણે બહુ ધ્યાન ન આપ્યું. એ એક કપ કોફી મંગાવીને ફ્રેશ થઇ ગઈ. એ વારંવાર એ નામ બોલવા લાગી અને સિક્કાનો અવાજ એને વધુને વધુ સંભાળવા લાગ્યો. પાછળ જોયા વગર એ દોડવા લાગી અને પેલી ચાર છોકરીઓને પૂછવા લાગી, “હું અહિયાં બેસું તો તમને કોઈ પ્રોબ્લેમ તો નથીને?”

“ના. તમને એકલા ફિલ્મ જોતા ડર લાગે છે?”

“ના રે ના. હું મારી જ સીટ પર પાછી જઈને ફિલ્મ જોઇશ.”

જેવી એ પાછી ફરી કે એ છોકરીઓનો હસવાનો અને ગણગણવાનો અવાજ એણે સાંભળ્યો. એ વારંવાર “હું તો ખૂબ નીડર છું. હું તો ખૂબ નીડર છું.” એમ કહેવા લાગી જેથી એનો ડર દૂર થાય.

આમ પ્રયોગ કરતાં કરતાં એ વારંવાર પેલું નામ બોલવા લાગી. ત્યાં જ એને થયું કે કોઈ એની સીટને અડે છે. “હે ભગવાન, મને બચાવી લે. હું એ નામ ફરી ક્યારેય નહીં લઉ.” એણે એનો મોબાઈલ જોયો તો એમાં એનો પોતાનો હોટલ પરનો ફૂટેજ આવ્યો જેમાં લખ્યું હતું, “બાય બાય પિયા.” એણે ફરી વખત પોતાની જાતને આશ્વાસન આપ્યું કે એ ખૂબ જ સ્ટ્રોંગ છે જો કે એ પોતે ખૂબ જ ધ્રૂજી રહી હતી. એને લાગતું હતું કે જેવું ફિલ્મ પૂરું થશે એટલે એનો આ માનસિક વહેમ પણ જતો રહેશે.

ત્યાં જ વાઘની ઢીંગલી એના ઉપર પડી. એણે તરત જ એ પકડીને ફેંકી દીધી. એને લાગ્યું કે એને કોઈ નવા જ પ્રકારના હિપ્નોટિઝમનો અનુભવ થઇ રહ્યો છે. પોતે પોતાના મિત્રોથી દૂર છે એ બાબતને લીધે એ પોતાના પર જ ચીડાવા લાગી. બધાથી દૂર એ કોઈ અજાણી જગ્યાએ સાવ જ વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. ફિલ્મના અંતે ત્યારે બાય બાય મેન પોતાના શાહી કોટમાંથી ચાલવા લાગ્યો ત્યારે પિયાથી ડર સહન ન થયો પોતે જોર જોરથી ચીસો પાડવા લાગી. ફિલ્માં ખલેલ પડી અને છ લોકોનું ટોળું એને વીંટળાઈ ગયું.

પેલી છોકરીઓએ કહ્યું, “તમે અમારી પાસે આવીને બેસી જાઓ.”

પેલો ઠીંગણા માણસે કહ્યું, “ઘેર જતાં રહો.”

થીએટર સ્ટાફ પણ આવી ગયો અને પિયાએ આખી ઘટના વર્ણવી.

“એ સિક્કો તો હું ઉછાળતો હતો. હું જોતો હતો કે ભારત કે પાકિસ્તાનમાંથી કોણ જીતશે. મારી સીટ બરાબર હતી નહીં એટલે સિક્કો વારંવાર પડી જતો હતો.” પેલા ભાઈએ કહ્યું.

“રિયાએ ભૂલથી મારાં પગ પર પગ મુક્યો એટલે મે ભૂલથી તમારી સીટને પકડી હતી.” એક છોકરીએ કહ્યું.

“મેડમ, પેલી વાઘની ઢીંગલી મારી દીકરી માટે નવા વરસની ભેટ હતી એટલે મને એમ હતું કે હું એને અહિયાં મૂકું એટલે સચવાય.” એક સ્ટાફ મેમ્બરે કહ્યું.

દરેક રહસ્ય ખૂલી ગયું અને ફિલ્મ પણ પૂરી થઇ. પિયા હોટલ પર જતી રહી. એને વિક્રમ સાથે વાત કરવી હતી. પણ એ નશામાં બેભાન હતો અને બીજે દિવસે પોતે મોકલેલા વિડીયો પર તેને ખૂલાસો આપ્યો. એણે પોતે જ પોતાની ફેસબુક પર લાઈક પર કમેન્ટ્સ કરી કેમ કે બીજા કોઈએ કરી ન હતી. જીવન ભૂલો અને તેમાંથી નીપજતું હાસ્ય છે અને દરેક અનુભવ કંઇક શીખવી જાય છે. ક્યારેક વહેમ અને કરુણતા હાસ્ય અને ઉલ્લાસના પ્રતિક બની જાય છે. ક્યારેક જે એજ આનંદ-નાદથી શરુ થાય છે એ અંતે ભયાનક ડરનો આકાર ધારણ કરે છે. ડર આપણી રોજબરોજની જિંદગીનો સૌથી મોટો પડકાર છે. ડર આપણને આપણી ઉત્તમ યોગ્યતાને બહાર લાવે છે તો ક્યારેક જિંદગીનો અંત પણ આણે છે. એ એક આવું પાસું છે જે કાયમ ઉત્સાહ ભભરાવેલ અનિશ્ચિતતા છે. કારણ કે જે અનિશ્ચિત હોય છે એ જ આપણને ભયાનક અનુભવો અને વિધાનોમાંથી મુક્ત કરાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror