હોરર એકસપ્રેસ -૧
હોરર એકસપ્રેસ -૧


(રાત્રીના સાડા ત્રણ વાગ્યાનો સમય છે અને વિજાપુર રેલવેટેશન અને એકાએક ફોન રણકી ઊઠે છે.)
'હેલો કોણ ?'
'હું વિજય બોલી રહ્યો છું.'
સામેથી જવાબ આપ્યો 'કોણ વિજય ?'
'હું ટ્રેન નંબર 307નો ડ્રાઇવર.'
સ્ટેશન મેનેજર બોલ્યો 'બોલો ભાઈ વિજય શું કામ છે ?'
'કામ...કામ.... આ ટ્રેન ઉભી રહેતી નથી.'
સામેથી જવાબ આવ્યો 'ટ્રેનની સાંકળ ખેંચ્યો.'
'સાહેબ હું ડ્રાઇવર છું. સાંકળ ખેંચી પણ ટ્રેન ઊભી રહેતી નથી તો હવે શું કરું ?'
મેનેજર એ પૂછ્યું 'શું કામ ટ્રેનની સાંકળ ખેંચવી છે ?'
વિજય કયું 'આગળ માણસનું ટોળું જઈ રહ્યું છે અને તે રેલવે પાટા પર ચાલી રહ્યું છે, ટ્રેન નો હોર્ન વગાડવા છતાં રેલવેના પાટા ઉપરથી નીચે ઉતરતા નથી, અને મારી ટ્રેનની સ્પીડ ખૂબ જ ઓછી છે તે ઊભી રહેતી નથી હવે હું શું કરું સાહેબ કંઇક તો જવાબ આપો.'
મેનેજર બોલ્યો 'તમારી બાજુના મનજીતને કહો કે કંઈક કરે...'.
તાડુકીને વિજય એ જવાબ આપ્યો....'દારૂ ના ઘૂંટડા લગાવીને આરામ કરી રહ્યા છે મનજીતભાઇ, તેઓ કઈ જવાબ આપતા નથી.'
મેનેજરે કહ્યું 'કઈ ચિંતા કરશો નહીં ટ્રેન આગળના સ્ટેશને જઈને ચોક્કસ ઊભી રહેશે.'
વિજય તો હિંમત હાર્યા વગર ટ્રેનના કેબીનમાં બેસીને ટ્રેન આગળ ધપાવી રહ્યો હતો. પણ માણસ ટોળું આગળથી ખસતું નથી. અમુક માણસો તો ટ્રેન નીચે આવી ગયા અને લોહીના ફુવારા ઉડવા માંડ્યા, વિજય ના કપડાં લોહીથી લથપથ થઈ ગયા છે.તે તો સાવ ગભરાઈ ગયો હતો આ શું થઈ રહ્યું છે તે વાતથી તે અજાણ હતો. શું થઈ રહી છે તે પણ તેને ખબર નહોતી કે આ માણસોનું ટોળું જેમ જેમ ટ્રેન આગળ ચાલતી ગઈ તેમ તેમ લોહીના ફુવારા વધતા ગયા પણ વિજય એ તો વિચાર્યું પણ નહોતું તેવા દ્રશ્યો તેની આગળ આવતા ગયા. તેની ટ્રેન આગળ પગ વગરના અને હાથ વગરના માણસો દોડતા અને ઉડતા હતા. વિજય કરે તો કરે શું !
આ બધું જોઈ રહ્યો અને અર્ધબેભાન અવસ્થામાં ટ્રેન ચલાવતો રહે છે. એટલી વારમાં સવાર થવા આવી અને તેનો ડ્રાઈવર મિત્ર મનજીત જાગી ઊઠે છે એ પણ ચોંકી જાય છે. વિજય ને શું થઈ ગયું તેને અર્ધબેભાન અવસ્થામાં જોઇને વિચારમાં પડી જાય છે, પછી વિજય ને કહે છે કે .તું થોડી વાર આરામ કર હું ટ્રેન ચલાવું.. તો વિજય કેબિનમાં જઈને આરામ કરે છે પણ તેને ઉંઘ આવતી નથી અને તે જુએ છે કે મારા કપડાં પર લોહીના ડાઘા પડ્યા હતા તે કયા ગયા સામે લોકો કપાઈને માર્યા છે એ કયા ગયા ?
આ વિચારમાંથી બહાર આવી શકાતું નથી એટલી વારમાં મનજી કહે છે કે
'વિજય નાસિક નું સ્ટેશન આવી ગયું છે. આપણે બંને ચા નાસ્તો કરી આવીએ.
વિજય જવાબ આપતો નથી. બીજી વાર મનજીત જોરથી બૂમ પાડે છે. 'વિજય ચાલ ને મારી સાથે ચા નાસ્તો કરવા માટે..'
ડગમગતો મનજીત સાથે ચા નાસ્તો કરવા માટે જાય છે પણ તેનું મન તો રેલવેના ડબ્બામાં બેઠું છે ફક્ત શરીર મનજીત સાથે ફરે છે. મનજીત વિજયને ચાની ચુસ્કી લેતા લેતા પૂછે છે કે
'તને કંઈ થયું તો નથીને !
પણ મોઢામાંથી વિજય એક પણ શબ્દ બોલતો નથી કારણ કે તેનું શરીર વિજય સાથે હતું પણ મન તો રેલવેના ડબ્બામાં પુરાઈ ને બેઠું હતું. તેના ડ્રાઈવર તરીકે ૨૩ વર્ષ પુરા થયા હતા અને વિજયની માંડ સાત મહિના થયા હતા પાછો મનજીત આઠ વર્ષથી વિજાપુર રેલવેટેશનમાં નોકરી કરતો હતો. વિજયને શું થયું તે મનજીત પૂરેપૂરું જાણતો હતો પણ તે બીજાને કહી શકતો ન હતો અને આ ભૂતના ટોળા વિશે ઘણીવાર અનુભવ થઈ ગયા હતા. તે અનુભવોથી ઘડાઈ ગયો હતો.
મનજીત અને વિજય ચા નાસ્તો કરીને પાછા માલગાડીમાં ડ્રાઈવરની કેબીનની બંને મિત્રો ગોઠવાઈ જાય છે.
(ક્રમશ:...)