Anand Patel

Inspirational Others

3  

Anand Patel

Inspirational Others

ગઠબંધનનું બંધન

ગઠબંધનનું બંધન

2 mins
806


અત્યારે જોરશોરથી ગઠબંધનની વાતો ચાલી રહી છે. કોઈપણ પક્ષ ગઠબંધનમાં જોડાય કે ગઠબંધનમાંથી બહાર નીકળી તેથી પ્રજાને કે દેશને કોઈ ફાયદો થતો નથી, ફક્ત પ્રજાએ પોતાના માટે એક પ્રકારની હાલાકીથી એ ગઠબંધન કે ઠગબંધનને ગમે તેને વોટ આપવા માટે ચોક્કસથી જવું પડે છે. પ્રજા શા માટે ન જાય તેને તો ભારત દેશમાં રહીને લોકશાહી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવાની હોય છે. ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવા માટે વોટ આપવા માટે જાય છે.


આ રાજકારણને આ પ્રજા દ્વારા થતું વોટીંગ ઓછું પડે છે તેથી તેઓ વારંવાર કહે છે, કે ફરજિયાત મતદાન દરેક લોકોએ કરવું જોઈએ. સાલા ઉલ્લુના પઠ્ઠાઓ તમને 70 ટકા મતદાન ઓછું પડે છે, તમે પબ્લિકને કેટલી ઉલ્લુ બનાવશો. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પોતપોતાના ફાયદાની વાત કરે છે. જ્યારે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે ભીખ માગવા ગામડે ગામડે આવી જાય છે અને કહે છે કે અમને વોટ આપજો, અને પ્રજા ખોબલે ને ખોબલે વોટ આપે છે, પણ ખરા ! સાથે પ્રજાની પણ એક વોટના બદલે વિકાસ ની અપેક્ષા હોય છે, અને પ્રજા વતી કોઈ આગેવાન કે ગામનું પ્રતિષ્ઠિત માણસ ધારાસભ્ય પાસે જાય છે ત્યારે શું કહે છે, તમને ખબર છે, ના ખબર હોય તો મારા સ્વમુખેથી સાંભળો.


સાહેબ હું ડેરીયા ગામથી આવું છું અને મારું શુભ નામ ભાવેશભાઈ છે. મારે તમને એક નમ્ર વિનંતી કરવી છે કે અમારા ગામમાં આરસીસીના રોડ માટે ગ્રાન્ટ મંજૂર કરશો ? ધારાસભ્ય જવાબ આપે છે કે ગામમાંથી મને ક્યાં વોટ મળ્યા છે. તું કઈ રીતે વિજેતા થયો. ઈ.વી.એમ.માં સેટીંગ કરીને કે શું ? આવા તોછોડા જવાબી નેતાઓને કોઈપણ દિવસ વોટ માંગવા ના બહાને ગામમાં આવવા દેવા નહીં હો !


આ તો એક ઉદાહરણ હતું, પણ ગઠબંધનની વાત પણ કંઈક આવી જ હોય છે. અત્યારના સમયમાં જોઈએ છીએ કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી લોકસભામાં સત્તામાં આવવા માટે ગઠબંધન કરી તેમાં નિષ્ફળતા માટે એકબીજા ઉપર ઠીકરા ફોડતા જોવા મળે છે. માયાવતી કહે છે કે શિવપાલ અમને હરાવ્યા અખિલેશ કહે છે કે અમને દલિતોના વોટ નથી મળ્યા. જો આ ગઠબંધન જીત્યું હોત તો દેશની સંચાલન કેવી રીતે શક્ય બને એક અજીબ જેવી વાત થઈ ગઈ હોત અને આ દેશમાં લોકશાહી ગઠબંધન સરકાર ખતમ કરીને દેશની અર્થવ્યવસ્થાની નુકસાનમાં ગરકાવ કરી દેત.


ભારતની પ્રજા પણ ગઠબંધન સરકારથી હંમેશ માટે વાકિફ છે. આ નેતાઓ સત્તાના એટલા બધા લાલચુ હોય કે કોઈ પણ સાથે ગઠબંધન કરી પ્રજાના વોટનો સોદો કરી દે છે .આમ ગઠબંધન સરકાર કોઈ દિવસ ભારત દેશ કે તેના રાજ્યમાં વ્યવસ્થિત સરકાર ચલાવી શકી નથી. જેમ કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપી ગઠબંધનથી સરકાર ચાલતી હતી જે પડી ભાગી, આમ બિહારનું આરજેડી અને જેડીયુના ગઠબંધન હતું તે પણ નિષ્ફળ ગયું.


આમ ભારતની જનતાને ખબર છે કે ગઠબંધનની સરકાર રચવા એના કરતાં સ્વતંત્ર પક્ષની સરકાર રચવાનું ભારત દેશ અને રાજ્યના વિકાસમાં ઉન્નતી પામી શકાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational