Irfan Juneja

Romance Tragedy

4  

Irfan Juneja

Romance Tragedy

હમ તુમ્હારે હૈ સનમ - ૧૨

હમ તુમ્હારે હૈ સનમ - ૧૨

7 mins
14.2K


સવારના પાંચ વાગે અજાન થાય છે. અજાનનો અવાજ સાંભળીને આયત જાગી જાય છે. વુજુ કરીને નમાજ પઢે છે અને અલ્લાહને દુઆ કરે છે. અહીં વહેલી સવારે અરમાન અને અક્રમ શિક્ષકના ઘરેથી રાજકોટ જવા નીકળે છે. બંને રિક્ષામાં બેસીને સ્ટેશન તરફ જઇ રહ્યા હોય છે. રસ્તામાં મસ્જિદ આવે છે.

"ભાઈ.. રિક્ષા રોકો..." અરમાન રિક્ષાવાળા ને કહે છે.

"શું થયું અરમાન...?" અક્રમ ચિંતાથી પૂછે છે.

"મારે નમાજ પઢવી છે."

"ઓહ... એમ વાત છે. તો ચાલ..."

બંને મસ્જિદમાં પ્રવેશે છે. મૌલવી સાબ જમાત સાથે નમાજ માટે ઉભા થાય છે. અક્રમ અને અરમાન પણ ઝડપથી વજુ કરીને નામાજમાં જોડાય છે. નમાજ બાદ મૌલવી સાબ અક્રમ અને અરમાનને જુવે છે.

"મૌલવી સાબ દુઆ કરાવવા માટે આપની પાસે આવ્યો છું."

"બેટા તમારા બંને માટે દુઆ કરવી એતો મારી ફરજમાં છે. પણ બેટા તું ગુસ્સા પર હવે કંટ્રોલ કર.."

"મૌલવી સાબ એ જ કરવાની કોશિશ છે. પણ હું નથી કરી સકતો.."

"કેટલા ટાઈમની નમાજ પઢે છે?"

"મૌલવી સાબ આજે વર્ષો પછી એક નમાજ પઢી." અરમાન શર્મિન્દગી મહેસુસ કરતા કરતા કહે છે.

"બેટા નમાજ પઢતો રહે. જે વસ્તુ તું તારા માસા માસી પાસે માંગે છે એ અલ્લાહ પાસે માંગ. અલ્લાહ તને જરૂર એનો બદલો આપશે. તું મારાથી પણ ખુદાની વધુ નજીક છે બેટા. તારી પાસે ગેબી મદદ છે. બસ નમાજ પઢી ને દુઆ કર. બધું જ સારું થઇ જશે..."

"હા મૌલવી સાબ પાંચ નહિ તો ચાર તો પઢીશ જ."

"પાંચમી કેમ નહિ?"

"મૌલવી સાબ ઈશાં (રાત્રીની નમાજ) લાંબી હોય છે ને એટલા માટે."

"બેટા તારા મામલામાં તો ઈશાંની પણ પઢવી પડશે..."

"હા મૌલવી સાબ પઢીશ..."

અક્રમ અને અરમાન મસ્જિદ એથી મૌલવી સાબની રજા લઈને રાજકોટ નીકળે છે. રાજકોટ પહોંચી બંને ઘરે આવે છે. અરમાનના અમ્મી અરમાનને જોતા જ ચિંતામાં આવી જાય છે.

"હે અરમાન... બેટા આ શું થયું. આ મોઢા પર આટલા ઘા કેમ છે? અને આ પટ્ટી કેમ લગાવેલી છે..."

"અમ્મી શાહીલ સાથે મેચ રમીને આવ્યો. એને મારા માથામાં બાઉન્સર માર્યો એટલે વાગ્યું..."

"આ ચહેરા પરના બીજા નિશાન?"

"અમ્મી ચક્કર આવ્યા તો પડી ગયો એટલે એ નિશાન આવ્યા..."

"સાવ ખોટું... અક્રમ તું કે હકીકત શું છે...?"

"માસી ઝગડો થયો તો એનો..."

"હાય અલ્લાહ હું રુખશાના ને નહિ છોડું..."

"માસી ડરવાની વાત નથી. એ ચારને મારીને આવ્યો છે."

"અરમાન કપડાં તો બીજા પહેરીને ગયો હતો. તો પછી આ કપડાં?"

"એ કપડાં પણ સાથે લાવ્યો છું. રાત્રે માસાને દેખાળીશ."

અહીં આયત સ્કુલ એ ક્લાસમાં એકલી બેઠી છે. સારા ક્લાસમાં આવે છે.

"કેમ એકલી બેઠી છે? શું વિચારે છે?"

"વિચારતી હતી કે અમ્મી અબ્બુ આટલા ડરે છે કેમ?"

"એટલે...?"

"અહીં આવ બેસ મારી પાસે કહું તને."

"આજે સવારે મેં સ્કુલ આવવાનું કહ્યું તો અમ્મી એ મને પૂછ્યું એ સ્કુલ એ તો નથી ને. અબ્બુ આજે મને સ્કૂલે મુકવા આવ્યા. સ્કૂલનું આખું કમ્પાઉન્ડ ચેક કર્યું. આસપાસ પણ નજર કરી. અરમાનના ચહેરાનું વર્ણન કરી ને પણ થોડા લોકો ને પૂછ્યું કે અહીં આવો વ્યક્તિ જોયો છે... અને કેટલાક ને કહી ને પણ ગયા કે જો આવી કોઈ વ્યક્તિ દેખાય તો પ્રિન્સિપલ પાસે લઇ જવી. પુરી ખાતરી કરીને પછી એ ઘરે ગયા."

"ઓહ તો એમ વાત છે."

"હા સારા! પણ ખબર નઈ અરમાન એ ક્યારેય મને ટચ નથી કરી. ના ક્યારેય એનો ખભો મારા ખભા સાથે અથડાયો છે કે ના એને ક્યારેય હાથ પકડ્યો છે. તો પછી ડરવાની વાત છે શું?"

"હા એતો તારા અમ્મી ને જ પૂછજે."

"અમ્મી કે છે કે એ તને ભગાવીને લઇ જશે..."

"હે! પણ તારા અમ્મીને આવું કેમ લાગે છે."

"એતો ખબર નથી પણ, કાશ એ આવે ને ભગાવી ને લઇ જાય. સાચું કહું તો આવડી મોટી થઇ પણ ક્યારેય એકલા ક્યાંય ફરવા નથી ગઈ."

સ્કૂલની બેલ વાગે છે. સારા અને આયત બંને ઘરે પાછા ફરે છે. સાંજે આબિદ અલી ઘરે આવે છે. અક્રમ અરમાનના લોહિયાળ કપડાં આબિદ અલીની સામે મૂકે છે. આબિદ અલી આ વસ્ત્રોને જોતાંજ ગુસ્સે ભરાઈ જાય છે.

"અક્રમ જો હવે હું એમની શું હાલત કરું છું"

"માસા પહેલાં તમે બેસી જાઓ મારી વાત સાંભળો..."

"અરમાન ને એમને માર્યો છે. હું જાણું છું કે એ લંગડાતો ચાલે છે. શરીર પણ ઘણા ઘાવ છે. પણ એ ચારને ખાટલામાં સુવડાવીને આવ્યો છે. એમાંથી બે જણ તો મહિના સુધી ખાટલામાંથી ઉભા નહિ થઇ શકે.

તમે જો કેસ કરશો કે કોઈ કાનૂની પગલું ભરશો તો પહેલી અરજી એમની હશે. એટલે શાંતિ થી વિચાર કરવો પડશે"

"તો આનો ઉકેલ શું છે?"

"ઉકેલ એક જ છે બંનેના કોર્ટ મેરેજ કરાવી દો..."

"શું બોલે છે અક્રમ તું? એ આયત મારી દીકરી જ છે. મારે સો વાર સુલેમાનના પગ પકડવા પડશે તો હું પક્ડીશ પણ કોર્ટ મેરેજ ના કરાવી શકું"

"જો કોર્ટ મેરેજ ના કરાવી શકો તો અરમાન ને રોકો. એ બે દિવસમાં પાછો ત્યાં જશે."

"હું કેવી રીતે રોકુ એને. એ ક્યાં કોઈનું માનવા તૈયાર છે."

"માસા હું જે જોઈને આવ્યો છું એ કોઈ સામાન્ય નથી. એ લોહીમાં લથબથ હતો પણ ચહેરા પણ સ્મિત હતું. આયત પણ એવા જ સ્મિત સાથે રહે છે. ધ્યાન થી જોવું તો એના ચહેરા પર આયત નો ચહેરો દેખાય છે. આટઆટલું થયું પણ એક આંશુ ની તાકાત કે એ આયત ની આંખમાં આવે. એ પણ એને હિંમત આપી રહી હતી. મેં મારા જીવનમાં આવી લગની નથી જોઈ. માસા મારી વાત પર ધ્યાનથી વિચાર કરો કોર્ટ મેરેજ કરીશું તો એ જશે ને સામેવાળા કેશ કરશે તો વાંધો નહિ આવે."

"તો તું પૂછીશ એને?"

"માસા હું નહિ એના કપ્તાન ને કહીશ કે એ પૂછે. જો હું પૂછીસ તો એ એમ જ સમજશે કે પહેલાથી નિર્ણય કરી લીધો છે."

સવારે ક્રિકેટ ગ્રોઉન્ડમાં મેચ ચાલી રહી છે. કપ્તાન બેટિંગ કરી રહયો છે. સામેની ટીમની બોલિંગ સારી હોવાથી કપ્તાન આઉટ થઇ ને આવે છે. અરમાન બેસી ને મેચ જોઈ રહ્યો છે.

"કપ્તાન મને કીટ આપ. હું નવમાં નંબરે જઈશ..."

"તારામાં મગજ જેવું છે કઈ અરમાન? ચાલી સકતો નથી ને બેટિંગ કરવી છે. બોલર બાઉન્સર મારી ને ખોપડી તોડી નાખશે"

"કપ્તાન લગાવ શરત પહેલા બોલે જ સિક્સ મારુ તો...?"

"શરત નઈ પણ એક પ્રોમિસ કર કે મેચ પછી હું જે વાત કહીશ એ માનિસ."

"હા પ્રોમિસ..."

"જા અંદર બીજી કીટ પડી છે. પેડ પેરી લે. "

ધડાધડ સાત વિકેટ પડી જાય છે. અરમાન નવમા નમ્બરે બેટિંગ માટે લંગડાતો જાય છે. પહેલા જ બોલ પર એ સિક્સ મારે છે. કપ્તાન પણ કહે છે. આના શોટમાં જાદુ છે કોઈ. આખરે અરમાનની ટીમ અરમાનના પ્રદર્શન ને કારણે ૧૦ રનથી જીતી જાય છે. રાત્રે ચા ની કેટલી પર મેચની જ વાત ચાલતી હોય છે. કપ્તાન અરમાન પાસે આવે છે.

"ચાલ તારું પ્રોમિસ પૂરું કર..."

"હા બોલ કપ્તાન. શું કરવાનું છે? દોડવાનું ના કહેતો હું દોડી નઈ શકું અને પૈસાની વાત પણ નહિ. ખિસ્સામાં એક રૂપિયો પણ નથી."

"પહેલાં પ્રોમિસ કર કે તું ના નઈ પાડે..."

"હા નઈ ના પાડું બોલ..."

"આયત સાથે કોર્ટ મેરેજ કરી લે...."

આટલું સાંભળતા જ અરમાન ગુસ્સામાં ત્યાંથી ઉભો થઈને ઘરે આવી જાય છે. અક્રમ રૂમમાં જ બેઠો હોય છે.

"શું થયું અરમાન આવી ગયો?"

"હા થાક લાગ્યો છે અને શરીર પણ દુખે છે..."

"ચાલ તારી દવાનો ટાઈમ થઇ ગયો છે...."

અરમાન એને દવા આપે છે.

"તને આ માથા પર પટ્ટીમાં મલમ દેખાય છે કે લોહી નીકળ્યું છે"

"લોહી છે અક્રમ... આજે મેચ રમ્યો તો એટલે લાગે છે ટાંકો ટૂટી ગયો..."

"તારો કપ્તાન સેલ્ફીસ લાગે છે...?"

"ના અક્રમ એતો રમવા જ નહોતો દેતો પણ એક શરત મૂકી ને માની ગયો...."

"શું શરત હતી?"

"કઈ નઈ છોડ અક્રમ... જો બોલીશ તો આયતનું અપમાન કર્યું એવું અનુભવીસ..."

અક્રમ સમજી જાય છે કે કપ્તાન એ વાત કહી છે. અક્રમ બહાર જાય છે. કપ્તાન એને બોલાવે છે.

"અક્રમ મેં એને એ વાત કહી દીધી... પણ એતો ગુસ્સામાં લાલ થઇ ને ચાલ્યો ગયો..."

"કપ્તાન તું કહેવાનું બંધના કરતો. એને ફરીવાર કહેજે..."

"પણ અક્રમ હવે તો એ મને લાફો મારી દેશે..."

"હા તો ખાઈ લેજે પણ એને આ વાત ફરીવાર કરજે...."

"અક્રમ શું એ માની ગઈ છે?"

"એ પણ માની જશે.. જો આ માનશે તો આ એને પણ માનવશે...."

"હા અક્રમ હું મારાથી બનતી કોશિસ કરીશ..."

"સારું ચાલ તું ફ્રેન્ડ્સ સાથે બેસ હું જાઉં..."

અક્રમ પાછો ઘરે આવીને સુવે છે. અહીં આયત એના અમ્મી સાથે બેઠી હોય છે.

"બેટા મને તો હતું મારી આયત અલ્લાહવાળી છે. એકદમ માસુમ, ભોળી..."

"હા તો અમ્મી હું છું જ ને..."

"બેટા એવી છોકરીઓની આંખો ના લળે..."

"અમ્મી મારી ક્યાં આંખ લળી છે. મેં તો એને વર્ષો પછી જોયો છે..."

"જોજે એક દિવસ આવશે અને કહેશે ચાલ આયત આપણે ભાગી જઇયે..."

"ના ના અમ્મી એ એવું નહિ કરે. આજ દિવસ સુધી એને મને હાથ નથી લગાડ્યો..."

"તને શરમ જેવું છે કઈ? હું તારી માં છું સહેલી નથી..."

"હા તો અમ્મી બની જાઓ ને મારી સહેલી..."

બીજા દિવસે સવારે આયત ઉપરના રૂમમાં તૈયાર થાય છે. એને આભાસ થઇ જાય છે કે આજે અરમાન ફરીથી આવશે.

કેશરી કલરના પંજાબી ડ્રેસમાં એ ખુબ સોહામણી લાગે છે. એના સટ્રેટ વાળ એક નાના બટર ફ્લાયથી બાંધી, કાનમાં ઝુમર પહેરી. આંખો પર હલકો કેશરી આઇસેડ, લેકમી કાજલથી આંખો ને ધારદાર બનાવી ને ઓરેન્જ સેડેડ લિપસ્ટિક સાથે એ અરમાન માટે તૈયાર થઇ ને બેસે છે. અરમાન આવશે એની સાથે શું વાતો કરશે એ વિચારોમાં આયત ખોવાઈ જાય છે.

(ક્રમશ:.....)


Rate this content
Log in

Similar gujarati story from Romance