#DSK #DSK

Inspirational Others

3  

#DSK #DSK

Inspirational Others

હમ ફૌજી દિલવાલે

હમ ફૌજી દિલવાલે

5 mins
543


"કંઇક એ રીતથી ફના થઇએ,

કંઇ ન બાકી રહે દેશ માટે."

મિત્રો,

ફૌઝીને પોલિસની ઇમાનદારી પ્રેમ;દેશપ્રેમની વાતો આપણે ખુદ સાંભળી છે, જોઈ છે, બીજાને આપણે વાતો કરી પણ છે જ. હુ તમારી સમક્ષ એક સાચીને ટુંકી કહાની લઇને આવી છુ, કે ખરેખર ‘’ઘટે તો જિંદગી ઘટે’’ આ શબ્દ આપણા મુખેથી સરી પડે.

***

‘’જ્યા દવા કામ ન આવે ત્યા દુઆ કામ આવે, ’હવે,આપણે બધુ ઇશ્વર પર છોડી દઇએ’’

આ શબ્દો ડૉકટરના...

‘’હર્ષ....i.c [ઇંટેલિજેંટ કલર્ક] આર્મીમાં...’’

હર્ષના માતા-પિતાને કહેવાયેલા ડૉકટરના અંતિમ શબ્દો

જ્યારે આ આર્મીમેનને તેની પોસ્ટ પર હાજર થવાની માત્ર 3 જ દિવસની વાર છે. હાલ તે વતનમા 30 દિવસની રજા માટે પોતાની પત્ની સાથે આવ્યો છે ‘’ભાવનગર’’.

મતલબ,’’ઇશ્વર સિવાય કોઇ આધાર નથી ખરુને?’’

"હસ્તી"દ્વારા વિચારેલુ આ વેદનાથી ભરપુર વાક્ય. હસ્તી...i.ક આર્મીમેનની પત્ની.

"ચાહે હુ કોઇ પણ પરિસ્થિતિમા હોઇશ પણ તુ...તુ..મારી સાથે....."

બસ,આટલુ વિચારતા આંખમા ઝળઝળિયા આવી ગયા. હોસ્પિટલની લીફટમા નીચે ઉતરતા હસ્તીના મનમા આવો વિચાર આવી ગયો પણ .આંખમાથી એક પણ બુન્દ નીચે ન ટપકાવી શકાયુ. પણ કેમ ?

પરિવાર સાથે છે ને પોતે નાજુક બનશે તો પાછળ પતિ આર્મીમેન, સાસુ-સસરાને પરિવાર. હસ્તી એ પોતાના દિલને પત્થરને ચટ્ટાનથી પણ વધારે મજબૂત બનાવી લીધુ’’

ફોરવ્હીલમા ઘેર આવ્યાને સહજને સરળ બની હસ્તી કામ કરવા લાગી. જાણે બધુ જ બરાબર છેને હવે, પછી પણ બધુ બરાબર ચાલવાનુ છે. પોતે એકદમ સ્વસ્થ, નિરોગીને તંદુરસ્ત છે.

આ કહાનીની શરુઆત આસામથી થઇ. આસામથી ગુજરાત પોતાના વતનમા હસ્તી, હર્ષને હર્ષના મમ્મી આવે છે. ગુજરાત આવવા નીકળતા સમયે જ હસ્તીને એમ.સી.નો મહિનો પુરો થયો. સાસુ, પતિને પોતે. રાજધાની એક્સપ્રેસમા બાગડૉગરાથી બેઠા દિલ્લી જવા માટે.

‘’એક જ જવાબ દે મારો એક જ સવાલ છે;

આ મારા પ્રેમ વિશે તારો શુ ખયાલ છે?’’

આ સમયે હસ્તીના મનમા થોડી બીક ખરી ‘’હે ઇશ્વર ! સહી-સલામત ગુજરાતમા ઘેર પહોચી જાયે પછી મને પ્રોબ્લેમ થાય તો વાંધો નહી.’’ રાજધાની એકસપ્રેસમા બેસતા સમયે કરેલી આ પ્રાર્થના ફળી ગઇ. દિલ્લી સુધી હસ્તી સલામત પહોચી ગઇ. પછી થોડીક નર્વસ થઇ. થોડુ પેટમા દુખ્યુ. હવે,જો ગુજરાતની ટ્રેન જલ્દી મળી જાય તો સાર થાય. સાલુ થોડુ પેટમા પણ દુખે જ છે,પણ...પણ,,, આર્મીમેન તો કહેતો હતો કે હસ્તી આ ટ્રેન 2-4 કલાક લેટ પણ હોઇ શકે ?

હસ્તીને મનમા એમ કે જો સમયસર ટ્રેન મળી જાયને એમ.સી. એક દિવસ લેટ થાય તો ઇશ્વરની કૃપાથી ટ્રેનમા હેરાન ન થવુ પડે ! સદનસીબે રાજધાનીમાથી ઉતર્યા કે ગુજરાતની ટ્રેન આવી પહોચી. ઘણા બધા સામાન સાથે દિલ્લીના રેલવે પ્લેટફોર્મ પર ત્રણ વ્યક્તિ બાઘાની જેમ દોડવા લાગ્યા. પણ સામાન લઇને તે દોડાય ખરુ ? વળી,પાછો આ તો આર્મીવાળાનો સામાન ખરુને ?

એક વ્યક્તિને સામાન ઉચકવા કહ્યુને આ ત્રણ ટ્રેનમા ચડવા દોડ્યા. પેલા એ સામાન પહોચાડયોને આ ત્રણ ટ્રેનમા ચડ્યા. હેમખેમ ગુજરાતની ટ્રેન મળી ગઇ, પોતે ચડી ગયાને જગા પણ મળી ગઇ.

"હુ ક્યા કહુ છુ આપની ‘હા’ હોવી જોઇએ

પણ ‘ના’ કહો એમા થોડી વ્યથા હોવી જોઇએ".

હસ્તીએ ઇશ્વરને કહ્યુ તમે મને હેરાન કરીને ખુશ ન થતા, તમે પણ મારી જોડે દુખી થજો તો મને ગમશે. બીજી ટ્રેનમાથી અમદાવાદને ત્યાથી બસમા ઘેર ભાવનગર. આજે શુક્રવાર., શનિવારે થાક ઉતાર્યોને પછી રવિવાર.એટલે 14 જાન્યુઆરી.

અરે!!!...પતંગોત્સવ......કાઇટ ડે....મકરસંક્રાંતિ....ઉતરાયણ.....

અરે !ખી..હ...ર...ખી...હ...ર... લુંટ્યોને કાપ્યો....ખાધુ...પીધુને ....મોજ કરી.

નીચેથી ઉપરને ઉપરથી નીચે. અગાશીમાં આવ્યા. હસી મજાકને પતંગ ચડાવ્યા. લેર લૂંટીને લેર આપી.

આમ કારતા એમ.સી. ઉપર છ દિવસ જતા રહ્યા. હસ્તીના આર્મીમેન પતિનુ પોસ્ટીંગ આસામ એટલે ફરીવાર જવાનુ થાય એ પેલા તેને પોતાના પિયર જવાનુ છે. મુસાફરી આખી નાઇટ. હસ્તીના સાસુ બોલ્યા પેલા ડૉકટરને બતાવવુ પછી જ જવાનુ છે.

હર્ષની દીદી એ ઘેર ચેક કરવા માટે કહ્યુ. હર્ષ ઘેર પ્રેગાન્યુઝ લઇ આવ્યો. ચેક કર્યુને હસ્તીને પાપાને ઘેર જવાનુ બંદ રહ્યુ. હસ્તીને જે પ્રોબ્લેમ ઘેર આવીને જોતો હતો તેમાંથી ઇશ્વરે હસ્તીને નવ મહિના છુટકારો આપ્યો.

હવે,રીઝલ્ટ તો આપ સમજી જ ગયા મિત્રો. પોઝિટિવ. સાસુમા એ કડક શબ્દોમા આખી રાત મુસાફરી કરીને પિયર જવાની ના પાડી. હસ્તીએ હસતા મોં એ સ્વીકારી. તેનુ પણ એક મજાનુ કારણ તેના મોટા પાપા અહીં જ એટલે ત્યા જઇ આવશે.

ચાર દિવસ પછી ડૉકટર પાસે ચેકઅપ માટે ગયા. રીઝલ્ટ પોઝિટિવ. આમા નવાઇ ન હતી, બધાને ખબર જ છે, પણ આ તો માત્ર બધુ હેમાખેમ છે એ માટે ચેકઅપ કરાવવા આવ્યા. ડૉકટરે કહ્યુ 'બધુ બરાબર જ છે. આ પોષણની દવા લે જો ને 10 દિવસ પછી આવજો.'

"બસ એટલી સમજ પરવરદિગાર દે

સુખ જ્યાને જયારે મળે બધાના વિચાર દે"

આ ઘટનાને પંદર જ દિવસ થયા કે અચાનક એક ઘટના બની. હસ્તીને પેટમા દુખવા આવ્યુ. બીજુ હસ્તીની દેરાણીને નાની ઉંમરમા કોઇ આડઅસરથી મોતિયો આવ્યો, જેનુ એક મહિનામા ઓપરેશન કરાવવાનુ છે. હસ્તીના સાસુને આંખમા ઝામરવાને મોતિયો તેનુ પણ ઓપરેશન, હસ્તીના સસરાને એક પડખુ દુખવા આવ્યુ.

હસ્તીને પેટમા દુખવા આવ્યુ તો ડૉકટર પાસે ગયા. ડૉકટરે કહ્યુ વાંધો નથી આવુ ઘણાને થાય દવા આપુ છુ ત્યા જ વચ્ચે એક પેશંટ ટપક્યુ. પાંચ મહિને એ બહેનને સખત પેટમા દુખવા આવ્યુ. ડૉકટરે સારવાર કરીને આવ્યાને કહ્યુ ‘’મે કહ્યુ ને આવુ તો થાય’’.દવા લઇને ઘેર આવ્યા.

બીજા પાંચ દિવસ ગયા, રિસ્થિતિ એ જ. ડૉકટર પાસે ગયા. ચેકઅપ કર્યુ...બોલ્યા...

’’બે મહિના થયા બાળકમા ધબકારા તો આવી જ જાય પણ.... પણ.... આવ્યા નથી. હુ કોઇ સ્ટેપ લેતો નથી. હજુય આપણે રાહ જોઇએ. આ પેલુ બાળક છે, કોઇ ગલત સ્ટેપ આખી જિંદગી બરબાદ કરી નાખે. દસ દિવસની દવા આપીને બોલ્યા.

‘’હવે,બધુ ઇશ્વર પર છોડી દઇએ’’

દસ દિવસની દવા આપી. બસ આજનો દિવસ, કાલનો દિવસને ત્રીજા દિવસે તો પોતાની પોસ્ટ પર આઈ.સી. આર્મીમેનને હાજર થવાનુ છે. એક પત્નીનુ હદય દ્રવી ઉઠ્યુ.

’"ચાહે હુ ગમે તે સ્થિતિમા હોઇશ પણ તુ....તુ એક મારી સાથે નહી હોય’’

આ સ્થિતિ એટલી કરુણ બની ગઇ કે હસ્તી રડી પણ ન શકી કે ન હર્ષને રોકી પણ... દોસ્તો વાતો કરવીને કાનથી સાંભળવુને આંખથી જોવુ સહેલુ છે પણ સહેવુ એટલુ જ કઠિન.

માની લીધુ કે પ્રેમની કોઇ દવા નથી;

જીવવાના દર્દની તો કોઇ સારવાર દે.

બે દિવસ તૈયારીમા ક્યા જતા રહ્યા ખબર જ ન રહી. હજુય હસ્તીને પેટમા દુખાવો તો છે જ. પરિવાર દુખમા છે. ઘરમા ત્રણ સ્ત્રીને ત્રેણેય બિમાર. હસ્તી પોતે, સાસુને દેરાણી. જવાની બધી જ તૈયારી થઇ ગઇ. આજ રોજ દિવસના 11 વાગે આઈ.સી. આર્મીમેનને જવાનુ છે. ભાવનગરથી અમદાવાદથી ટ્રેનમા.

‘’દુખને સહન કરવાની ખુદા એક ગોળી આપ

બીજુ કશુ ન મળે તો સહન કરવાની શક્તિ આપ’’.

‘’હર્ષ પોતાની પત્ની, ધબકાર વગરનુ બાળકને પોતાના પરિવારને છોડીને ચાલ્યો આસામ.દેશની સેવા કરવા....પોતાની ફરજ નિભાવવા.

તો...તો.... જેની આંખમાંથી એક આંસુ પણ નથી પડ્યુ એવા પરિવારની ફરજ નિભાવવી એ પણ હર્ષની ફરજ નથી !’’

દોસ્તો,

આનો જવાબ તમે હર્ષના પરિવારને તેની પત્નીને દુઆ આપીને આપી શકો છો.

આપની દુઆની રાહમા

[નામ બદલાવેલ છે]

[આ ઘટના 10 જાન્યુઆરી2018 થી 10 ફેબ્રુઆરી 2018ની છે]

‘’જયહિન્દ’’


Rate this content
Log in

Similar gujarati story from Inspirational