STORYMIRROR

Vijay Shah

Inspirational

2  

Vijay Shah

Inspirational

“હાય” “હાય” ને બદલે “હોય” “હોય

“હાય” “હાય” ને બદલે “હોય” “હોય

1 min
15.3K


મીનળ સાંભળતી રહી…

જોકે અમીયની વાત ક્યારેય સમજાતી પણ નહોતી અને વહેવારિક પણ લાગતી નહોતી.

અમીય કહેતો, "આજમાં જીવ."

"એટલે શું ગઈ કાલ મટી ગઈ? અરે ભાઇ ગઈ કાલનાં અનુભવે તો આપણને આજ માટેનું માર્ગદર્શન મળે છે ને?"

અમીય કહેતો, “ભગવાને ભુલી જવાનાં. આશીર્વાદ આપ્યા છે. માથામાંથી વાળ ખર્યા તેમ કોઈ આપણને છેતરી ગયું તો ભૂલી જવાનું."

"અરે ભાઇ કેમ ભૂલી જવાનું? આજનાં જમનામાં એમ કેટલું ભૂલી જવાનું? એ તો સાધુ સંતોની વાત. સંસાર છોડીને બેસોને ત્યારની વાત."

પણ કહે છેને કે વિચાર ભેદ ક્યારેક તો તેનું રુપ બતાવેજ.

અમીયને લોટરી લાગી ગયા પછી એકજ વાત સૂઝતી કે ભગવાને મને પેટ ભરવા જેવી સગવડતો કરી આપી છે હવે મેલને પૂળો વધુ અપેક્ષાઓની. પણ આટલી વાત મીનળને ના સમજાય. ના, અને તેથી કાયમ કહેતી, "તું જ કહેતોને ફ્યુચર બિલોંગસ ટૂ ધોઝ વ્હૂ ડેર !"

અમીય કહેતો, "તે વાતતો જ્યારે ૩૨નો હતો ત્યારની હતી. આજે તો એનાથી બમણી જિંદગી છે અને આજે તો જે છે તે આજ છે હવે તે સુખે જીવી જાય તો ભયો ભયો. તેથી તબિયત સાચવો અને “હાય” “હાય” ને બદલે “હોય” “હોય” કરો."

હવે કંઇ આ વાતનો તે કંઇ ઝઘડો હોય?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational