STORYMIRROR

Dipakbhai Makwana

Romance

4  

Dipakbhai Makwana

Romance

ગલાલ

ગલાલ

3 mins
267

પરણ્યા પછી ગલાલ પહેલી વખત સાસરે જતી હતી. પરણ્યા પછી હોળીએ આણું મોકલવાની બોલી હતી તેથી આણું વળીને સાસરે જવાનો અનોખો ઉમંગ હતો.

ગલાલ એટલે ગુલાબી ગુલાલ જેવી ગુલાબી કાયા, ગોરા ગોરા ગાલ, ગુલાબની પાંદડી જેવા હોઠ, હરણી જેવી ભોળી આંખો,આંખોની પાંપણો ખોલે તો જાણે વાદળોમાંથી વીજળી ચમકે તેવું લાગે.

 ગલાલનો પતિ ગલબો આમ તો તેનું નામ ગુલાબ ઠાકોર હતું પણ ગામમાં બધા તેને ગલબો જ કહેતા. ગલાલ અને ગલબાની જોડી રાધા અને કૃષ્ણ જેવી પ્રેમાળ લાગે. ગલબો થોડો શ્યામ પણ પ્રેમ કરવામાં કૃષ્ણને પણ પાછળ રાખી દે તેવો પ્રેમાળ.

 ગલબો સુરતમાં કામધંધે ગયો હતો પણ રોજ ગલાલ ને ફોન કર્યા વિના એક દિવસ પણ ચાલતું નહી. રોજ રાત્રે મોડે સુધી ફોન ઉપર મીઠી મીઠી પ્રેમ ગોષ્ઠિ કર્યા કરે. રોજ ફોનમાં કહેતો ગુલાલ અને ગુલાબનો રંગ તો એક જ છે પણ આપણે એક બીજામાં ક્યારે સમાઈ જઈશું ?

 હોળી આવી ગઈ. આમ ને આમ બે તડપતા હૈયાને મળવાનો સમય આવી ગયો. ગલાલ અને ગલબાનાં મા બાપે હોળીમાં આણું મોકલવાનું નક્કી કરી લીધું.

ગલાલ અને ગલબા ને આ વાતની ખબર પડી ત્યારે મળવા અધીરા થઈ ગયા. હવે તો એક એક ક્ષણ એક વરસ જેવી લાગવા માંડી. 

 હોળીના આગલા દિવસે કમળા હોળીના દિવસે ગલબાએ ફોન કર્યો ને કહ્યું કે હવે તો ગલાલરાણી તારા ગુલાબી ચહેરા ઉપર ગુલાલથી રંગવી જ છે. ત્યારે ગલાલે છણકો કરી કહે ના હો મને તો ગુલાલથી રમવું ન ગમે. હું તો મારા ગુલાબની પાંદડીથી જ રમીશ.

 ગલાલને તેડીને ગલબા નાં મા બાપ અને તેની બહેન આવતા હતા ત્યારે ગામના પાદરમાં જગલો, કાળિયો, ભૂરિયો, અને પીન્ટુ ભાંગ પીને બેઠા હતા.

 ચારે ચંડાળ ચોકડી એકબીજાની સામે ખંધુ હસીને બોલ્યા અલ્યા આવો રંગ તો આપણા ગામમાં પહેલી વખત જોયો. આ વખતે તો આ રંગથી જ હોળી રમવી જોઈશે. શું વિચાર છે ? બધાએ મોઢામાંથી તમાકુ વાળા માવા થુકતા એકબીજાના હાથ ને તાળી પાડી પ્લાન ઘડી કાઢ્યો.

 ગલાલ સાસરે આવી. બધાએ સ્વાગત કર્યું. તેના સાસુએ ઓવારણાં લીધાં. ઘરમાં આવ્યા પછી ગલાલની નણંદ અને દિયરે ખૂબ મજાક મસ્તી કરી.

 ધૂળેટીનાં દિવસે સવારમાં બધા કોઈ કેસૂડાના રંગે તો કોઈ જુદા જુદા રંગથી ધીંગામસ્તી કરતા એકબીજા ઉપર રંગ ઉડાવી મજા કરી.

 રંગે રમ્યા પછી ગલાલ ઘરની પાછળના વાડામાં આવેલી કુંડીમાં મોઢુ ધોવા ગઈ. ત્યાં તો જગલો, કાળિયો, ભુરિયો, અને પીન્ટુ વાડ ઠેકી આવ્યા ને ગલાલ ઉપર ઓઈલ અને છાણ નાખી ગલાલ સાથે અડપલા કરવા માંડ્યા અને ગલાલનાં શરીરને ચૂંથવા લાગ્યા. ગલાલે ઘણો પ્રતિકાર કર્યો પણ આ ચાર મવાલી પાસે તે લાચાર થઈ ગઈ. ગલાલ આખરે કાદવથી રોળાઈ ગઈ.

 ગલબો સુરતથી આવી ગલાલને મળવા અધીરો થતો આવી ગયો અને ઘરમાં ખૂણે ખૂણે શોધતો પાછળના વાડામાં આવી ગયો. જોયું તો ગલાલ બેભાન પડી હતી.

 ગલાલને જોઈ ગલબો બેબાકળો બની ગયો. શું થયું તેની કંઈ સમજણ ન પડી. ગલાલને ખોળામાં લઈ ઢંઢોળવા માંડ્યો પણ ગલાલે તો જીભ કચડી મોતને વહાલું કરી લીધું હતું.

 બાજુના ઘરમાંથી રેડીયામાં ગીત વાગી રહ્યું હતું. ... લાગા ચૂનરી મે દાગ લગા છૂપાવું કૈસે, મુહ દીખાવું કૈસે.

 ગલબો ગલાલ ઉપર ઢળી પડ્યો. ગુલાલ અને ગુલાબ એક જ રંગમાં ભળી ગયા.

 " હોળી તો રમાડી ગલબા તે ગુલાબથી,

હોળી તો રમાડી ગલાલ તે ગુલાબી ગુલાલથી,

ઊડી ગયો ગુલાલ ને કરમાઈ ગયું ગુલાબ,

ઊડી ગયું પ્રાણ પંખેરું એક પવનના વંટોળથી.


Rate this content
Log in

Similar gujarati story from Romance