Dilasha Vasava

Abstract

4  

Dilasha Vasava

Abstract

ગિફ્ટ લાવજો

ગિફ્ટ લાવજો

2 mins
407


નવ્યાએ એકદમ ઉત્સાહથી તેના મમ્મ ને કહ્યું, 'મમ્મી મમ્મી.. પપ્પા ક્યારે આવશે ?'

તેના મમ્મી એ એક દમ શાંતિથી હાસ્ય સાથે કહ્યું, 'બેટા હમણાં આવી જશે. બસ ઓફિસમાં થોડુક કામ હશે બેટા, વાર લાગશે થોડી.'

નવ્યા એ માસુમતાથી પૂછ્યું, 'મારી માટે ગિફ્ટ લાવશે ને ?'

તેના મમ્મી એ પણ સ્વાભાવિકતાથી કહ્યું, 'હા તો બેટા આજે તારો બર્થ ડે છે ને, કેમ ના લાવે તારા માટે ગિફ્ટ આ તો વળી કોઈ ભૂલવા જેવી વસ્તુ છે ?'

પછી નવ્યાના મમ્મી એ ખોટી નારાજગી કરી મોઢું ફેરવતા કહ્યું, 'તને તો અમારા પર વિશ્વાસ જ નથી પણ...'

નવ્યાને ખોટી નારાજગી જોતા ખબર પડી ગઈ અને એ હસીને બોલી, 'ના નથી વિશ્વાસ વગર તમે ભૂલી ગયા તો ?'

'અરે કઈ રીતે ભૂલે ચલ આપણે એમને કોલ કરીને પૂછી લઈએ.' નવ્યાના મમ્મી એ તરત નવ્યા તરફ જોતા કહ્યું.

નવ્યા એ ઉત્સાહ થી કહ્યું કે, 'સારું મમ્મી લગાવો જલ્દી જલ્દી..' અને નવ્યા ના મમ્મી એ નવ્યાના પાપાને કોલ કર્યો.

નવ્યાના પપ્પા એ ખુશીથી પૂછ્યું, 'શું થયુ મારી લાડકી બર્થ ડે ગર્લ ?'

નવ્યાએ નાદાન બનીને કહ્યું, 'પાપા મારું બર્થ ડે ગિફ્ટ તમે લાવો છો ને ?'

અને નવ્યાના પાપા એ પણ એટલું જ નાદાન બની ને જવાબ આપ્યો 'બેટુ હું રસ્તામાં જ છું હું હમણાં જ ઘરે આવી જઈશ અને તારી માટે બર્થ ડે ગિફ્ટ પણ લાવું છું.'

નવ્યાએ ફરી ગુસ્સાથી સવાલ કર્યો 'પાપા તમે ચાલુ કાર માં કેમ વાત કરો છો ? તમને ખબર છે ને કઈ પણ થઈ જાય.'

અને નવ્યાના મમ્મીએ પણ ગુસ્સે થતાં કહ્યું, 'હજી શું કરો છો આમ ? કાર ડ્રાઈવ કરતા વાત કરવાની કેટલી વાર ના પાડી પણ તમે ક્યાં માનવાના ?

નવ્યાના પાપાએ કહ્યું 'અરે કંઇ ના થાય તમે ચિંતા ના...'

બોલતા બોલતા જ નવ્યાના પાપાનાં હોઠો ફરી ખુલી ના શક્યા, હૃદય ફરી ધબકી ના શક્યું.

અને પાંચ એક સેકન્ડ સુધી એક દમ શાંતિ સ્થિતિ થઈ ગઈ અને અચાનક જ એક ટ્રક અને નવ્યાના પાપાની કારનું એક્સિડન્ટ થયું અને આ બાજુ નવ્યા અને તેના મમ્મી ગંભીરતાથી ડરતા ડરતા કહેવા લાગ્યા 'પાપા... પાપા... પાપા... તમે તમે ઠીક છો ? તમે તમે મારા માટે ગિફ્ટ લાવવાના છો ને ? અને ત્યાં ફોન ડીસકનેકટેડ થઈ ગયો અને નવ્યા જોરથી બોલી પાપા....

આ વાત ને આજે સત્તર વર્ષ વિતી ગયા આ ઘટના નવ્યા સાત વર્ષની હતી ત્યારે બની હતી. આજે એ એક સારી એવી લેખક બની ગઈ હતી.. તે એક ખુલ્લા વાતાવરણમાં બેસી ને લખી રહી હતી,

આજ તે બ્રિજમાં વાહનો જઈ રહ્યા છે,

જેમાં હું આપણી કાર શોધી રહી છું, 

આજ તે ગિફ્ટની દુકાને જઈ,

જેમાં હું મારા ગિફ્ટને શોધી રહી છું,

આજ તારાઓ ચમકી રહ્યા છે,

જેમાં હું મારા પપ્પા ને શોધી રહી છું.


Rate this content
Log in

More gujarati story from Dilasha Vasava

Similar gujarati story from Abstract