STORYMIRROR

Vijay Shah

Inspirational

4  

Vijay Shah

Inspirational

ઘરનો સાચો રણકાર

ઘરનો સાચો રણકાર

5 mins
27.8K



ગૂગલ ઉપર શોધતા ઘરની વ્યાખ્યા મળી ધરતીનો છેડો એટલે ઘર, દુનિયાભરની હાશ એટલે ઘર, આખા દિવસની નિરાંત એટલે ઘર- પરંતુ ઘર એટલે ..? ધરતીનો છેડો જ નહિ, મસ્તીનું સરનામું પણ ખરું. ખરેખર ઘર કોને કહેવું ..? ઇટ-સિમેન્ટ-રેતી-વગરે થી બનેલું મકાન કહેવાય છે ને તેમાં દિલની હાશ, નિરાંત, આવકાર, સલામતી, પોતીકાપણું મળે ત્યારે એ ઘર બને છે.

જ્યાં જવા પરવાનગી લેવાની હોતી નથી અને જ્યાં સ્મિત મળશે કે રુદન તેની પરવા હોતી નથી જે મળશે જેવી રીતે મળશે સ્વિકાર્ય જ હોય.

આ વાંચતા સમીર શાંત મને વિચારવા લાગ્યો..છેલ્લા દોઢ મહીનાથી ઘરે ગયો નહોંતો. સુધા સાથેનું ૪૦ વર્ષનું લગ્નજીવન ઉબડખાબડ જ હતું. મેડીકલ રીપ્રેઝંતેટીવની જિદગી અને મહીનાનાં ૨૦ દિવસ આખા ગુજરાતમાં તે ફરતો ક્યારેક ભૂજ તો ક્યારેક આહવા ડાંગને ક્યારેક દમણ તો ક્યારેક ડીસા ભથ્તુ સારુ અને ટીએ ડીએ નફામાં, તેથી ફરતો અને સુધા બંને દિકરાઓને પરણાવી સાસુ બની હતી ત્યારે બાની હાજરી હવે તેને ડંખતી. ઘરમાં ગામથી આવેલા બા હવે તો ૮૦એ પહોંચ્યા હતા અને સુધા સમિરની બાકીના દસ દિવસોમાં ફક્ત ફરિયાદો જ સાંભળતો. “બા આમ નથી કરતા અને બા તેમ કરે છે”. કેટલી વાર સમજાવવાનું કે ગામ માં હવે કોઇ નથી જે તેમની સંભાળ રાખે અને સાજે માંદે તેનાથી દોડીને જવાય નહીં માટે બાને પોતાની સાથે રાખે છે. એકનું એક સંતાન અને અમદાવાદનાં ઘરથી વતન ઠેઠ ઉના…ખેતીવાડી ભાગે આપી દીધી અને ખોરડૂ બાપાની યાદગીરી એટલે તાળાબંધીમાં

સુધા ઇચ્છતી કે નાથીમા દેશમાં જઇને રહે. અને નાથીમા પણ ઇચ્છતાકે તેમનો દેહ વતનમાં પડે.. પણ શું એ શક્ય હતું?

સુધા આમતો જ્યારે સમીર ઘરે હોય ત્યારે તો મીઠી સાકર.. બા બા કહી મોઢુ ના સુકાય.. પણ જ્યારે નાથીબા ફરિયાદ કરે ત્યારે સમીરને અસંમજસ થાય પાછલી ઉંમર અને કંઇ પડે આથડે તો કેવી રીતે સચવાય? અમદાવાદમાં હોય તો તર્ત સારવાર મળે.. જ્યારે .વતનમાં ડોક્ટરને આવતા પણ કલાક થાય

આ વખતે તેની ટ્રીપ લાંબી થઇ ગઈ હતી અને સેલફોન ઉપર નાથીબાનું રૂદન તેનાથી સંભળાતુ નહોંતું. “ ભાઇ હવે આ દેહ મુકવાનું ટાણું આવ્યું ત્યારે વહુનાં હડસેલા ખવાતા નથી. અને હું અહીંયા છું તેથી તેના માબાપને તેનાથી લવાતા નથી તેથી તેણે તો કહીજ દીધું છે બા હવે તમે ઉના જાવ એટલે મારા મા બાપની સામે હું જોઉંને?

અચાનક જ તેણે ભવનગરની ટ્રીપ રદ કરી ઘેર આવ્યો ત્યારે સુધાનું બા સાથેનું બગડેલું વર્તન જોયું. તેના બે મોઢાનાં ખેલો સાંભળ્યા ત્યારે તે ઉકળી ગયો.

“બા ચાલો બેગ લો અને હવે આપણે બે સાથે ઉના રહીશું અને સુધાને રહેવાદે તેના માબાપ સાથે….”

“પણ બેટા! તારો સંસાર, તારું ઘર અને તારી નોકરી?.”

“બા તમે ૮૦ નાં તો હું ૬૦નો ને?”

“તે હવે આમેય કંપની તો મારા પગારમાં બે રીપ્રેઝંણ્ટેટીવ રાખશે.. મનેય ઘર જેવું લાગશે દેશમાં”

“ તે આ તમારું ઘર નથી?” બારણા પાછળ ઉભેલી સુધા એ ઘુરકીયું કર્યું.

“ છેને? પણ આ તારું ઘર વધારે છે અને આમેય હું તો દસ જ દિવસ રહેતો..અને તેય મહેમાન ની જેમ એટલે એક તૃતિયાંશ ઘર જ મારુંં”

“પણ”..સુધાને શબ્દો જડતા નહોંતા

ત્યારે ગુગલ પર વાંચેલો વિચાર સમીરને યાદ આવ્યોને તે બોલ્યો

“સુધા ઘર એટલે શું તેની તને ખબર છે? હું વીસ દિવસ બહાર ફરતો હૌં ત્યારે મને સમજાય કે ઘર એટલે ધરતીનો છેડો એટલે ઘર, દુનિયાભરની હાશ એટલે ઘર, આખા દિવસની નિરાંત એટલે ઘર- પરંતુ ઘર એટલે ..? ધરતીનો છેડો જ નહિ, મસ્તીનું સરનામું પણ ખરું. ખરેખર ઘર કોને કેહવું ..? ઇટ-સિમેન્ટ-રેતી-વગરે થી બનેલું મકાન કહેવાય છે ને તેમાં દિલની હાશ, નિરાંત, આવકાર, સલામતી, પોતીકાપણું મળે ત્યારે એ ઘર બને છે. જ્યાં જવા પરવાનગી લેવાની હોતી નથી અને જ્યાં સ્મિત મળશે કે રુદન તેની પરવા હોતી નથી જે મળશે, જેવી રીતે મળશે તે સર્વ સ્વિકાર્ય જ હોય. આજે બા સાથેનું તારું વર્તન મેં જોઇ લીધું અને સમજાઇ પણ ગયું કે પરાણે પ્રીત ન થાય અને તારા માબાપને ઘરમાં લાવવા તું મારી માને હડસેલા દે તે ના સહેવાય.’

થોડિક ક્ષણો નિઃસ્તબ્ધતાની વહી ગઈ. બાની બેગ લઈ સમીર નીકળી ગયા.

બા અંદરથી વ્યથિત હતા. તેમને સંભાળતા સમીર બોલ્યો “બા! મને તેના બે રૂપની જાણ આજે થઇ હવે મારે પણ બીજુ રૂપ બતાવવું રહ્યુંને?”

“ પણ બેટા તારી ૪૦ વર્ષનું દાંપત્યજીવન તું દાવ પર લગાવી રહ્યો છે.”

“ જો બા તમે અને પપ્પાએ અમને પાળી પોષીને મોટા એટલામાટે કર્યા છેને ઘડપણમાં અમે તમારું ધ્યાન રાખીયે. તો રાખવા દે ને? એ એના માબાપ્ને સાચવે અને હું મારી માને.. ચિંતા ના કર કશું નથી થવાનું”

“ પણ બેટા તારી નોકરી? ઘર કેમ ચાલશે?”

“ બા તમે ઉનાનાં ઘરમાં રહેશો અને તમારું જીવન પાંચ વર્ષ વધશે એ વધુ અગત્યનું છે “

“ પણ” કહીને બા તેમની ચિંતા નો દોર વધારતા હતા..

 સમીર કહેતો રહ્યો કે “બા ઘણા સમયે મને ઉનાનું ઘર મારું ઘર લાગે છે.”

“તે બેટા એ તારું જ છે ને?”

“ હા તે ખરું પણ આ ઘરમાં મારે તને તારી રીતે જીવડાવવું છે…તારા હાથનાં ઢોકળા અને મુઠીયા ખાવા છે..સુધાને તો એ બધું આવડે જ ક્યાં છે?”

સાજે ઉના પહોંચ્યા અને ફળીયામાં તો નાથી કાકી આવ્યા.. નાથી કાકી આવ્યા.. થઇ ગયું કોઇ ચા લઇને આવ્યું તો કોઇ ગરમાગરમ રોટલા અને શાક લઇને આવ્યું. સમીરભાઇ તમે સારું કર્યું બાને લઈને આવ્યા…નાના ગામમાં હૈયા મોટા અને સંકુચીતતા નહીંવત..નાથીબા ખીલ્યા અને સમીર આનંદે રહેતો. બંને છોકરાઓ અને વહુઓનાંફોન આવી ગતા સુધાપણ ખબર અંતર પુછતી અને પુછતી ક્યારે આવો છો? ત્યારે એક જ જવાબ હતો બાને મન થશે ત્યારે.

સુધા ગુંગળાતી..ગુંચવાતી અને કહેતી “બાનું મન ક્યારેય ન થાય તો?”

સમીર કહેતો “તો તારે અહીં આવી જવાનું આ ઘર પણ તારું જ ઘર છેને?”

૪૫ દિવસ વીત્યા હશેને સુધા ઉના આવી પહોંચી.

“ બા! મને માફ કરો.. મારી નાદાનીઓને માફ કરો.”

નાથી બા હસતા હસતા બોલ્યા “ બેટા તમારું તો આ ઘર જ છે અને માફી વળી કેવી માંગવાની? તું ય મારી દીકરી જેવી જ છું ને… પણ તમારી પેઢી થાકી જલ્દી જાય.. ૮૦ તો થયા હવે કેટલું જીવવાનું? બે પાંચ વર્ષ.. રહી જાવ અહીંયા આ સાલ કેરીગાળો સારો છે.. આંબે આવ્યો્ છે મોર અમદાવાદ જાશું પોર..”

“પણ બા તમારા દીકરાને તમારે કહેવું તો પડશેજ.. આમ મને અધવચ્ચે છોડી દેવાની વાત કરે તે કેમ ચાલે?”

“ અરે જે છેડા વિધાતાએ બાંધ્યા તેને હું પામર જીવ કેવી રીતે છોડી શકું?”

તો પછી ફોન ઉપર જવાબ કેમ ઉલટા સીધા આપતા હતા?”

“ તે તો તું જે પ્રશ્ન પુછે તે રીતનાં હોયને?”

“એટલે?”

“તું પુછે ઘરે ક્યારે આવો છો? ત્યારે હું કહું કે હુંતો ઘરે જ છું તો મેં શું ખોટુ કહ્યું?

“ પણ તમે તો મારાથી છુટવા અહીં આવ્યા છોને?”

“ હું તો બાની સાથે રહેવા આવ્યો છુ.”

“ મેં મૂઇએ એવું તારણ કાઢ્યું કે તમે મને છોડી ને ગયા…”

“ હા મારું બધું કામ પતી ગયા પછી દીકરા તરીકેની જવાબદારી પુરી કરવા આવ્યોછું આમેય તારે તેમને રાખવા નહોંતા અને તેમને પણ રહેવું નહોંતુ તે તબક્કામાં શું કરવાનું? કંઇ ૮૦ વર્ષે મારા બાને એકલા થોડા મુકાય? મારા બા કંઇ નધણિયાતું ઢોર નથી કે જે અહીં તહીં ફરતુ ફરે?”

બાને મલકતાં જોઇ સુધા રડવા જેવી થઇ ગઈ ત્યારે બા બોલ્યા.”.ઘર એટલે ઇંટ ચુનો અને સીમેંટનું માત્ર ચણતર નહી પણ વડીલોને માન અને નાનેરાને વહાલ જ્યાં હોય ત્યાં જ ઘર વિકસતું અને મહેંકતું હોય..તમારી આજની સાથે જોડાયેલી અમારી ગઇ કાલ સમીર ભુલ્યો નથી અને તેથીજ એટલું કહીશ કે “મારા”માંથી “અમારા” કરતા થાવ તો ઘરનો સાચો રણકાર સંભળાય.”



Rate this content
Log in

Similar gujarati story from Inspirational