Pooja Patel

Abstract Others

4.0  

Pooja Patel

Abstract Others

એસીપી પ્રદ્યુમ્ન

એસીપી પ્રદ્યુમ્ન

2 mins
69


આજે એસીપી પ્રદ્યુમ્ન ને શાંતિ હતી કેમકે કોઈ કેસ નો'તા આવ્યાં. એવું વિચારીને તે શાંતીથી ચા નાસ્તો કરતાં હતાં. એવામાં દયા અને અભિજીત આવ્યાં ને કહ્યુ કે ડોક્ટર સલૂખીને કોઈ કિડનેપ કરીને લઈ ગયુ છે. પહેલાં તો પ્રદ્યુમ્ન ને હસવું આવ્યું કે ડોક્ટર સલૂખી ને કોણ લઈ જવાનું હતું? 

   પછી તેમણે દયા અને અભિજીત ને કહયું કે તે બન્ને મજાક કરતાં હોય તો બંધ કરે. પછી ખબર પડી કે તે બંને મજાક નો'તા કરતાં. એટલે તે પોતાની ઓફિસે ગયા. જોયું તો ત્યાં સલૂખી નો'તો. ઓફિસે પહોંચતા સુધી તેમણે સલૂખી નાં ઘરે અને તેના મોબાઈલ નંબર પર કોલ કરી જોયો. તો તે પણ બંધ આવતો હતો. આથી તેમણે બીજાં પરીવાર નાં સભ્યોને પૂછ્યું-" તેઓ એ પણ કહયું કે સલૂખી આગલી રાત્રે કહીને ગયાં હતાં કે તમને મળવા આવે છે પછી તે આવ્યાં જ નથી." પ્રદ્યુમ્ન એ કહયું કે સલૂખી તેને મળ્યો પણ નથી. અને દયા અને અભિજીત એ કહયું કે તેને કોઈ કિડનેપ કરીને લઈ ગયુ છે. 

    હવે તેમણે પોતાનાં ગુપ્તચરો અને જાસુસોને લગાવી દીધા. પોલીસ ડિપાર્ટમેન્ટ માં પણ કહી દીધુ કે સલૂખી ની કોઈ ખબર મળે તો તરત જ જાણ કરે. થોડીક વાર પછી સલૂખી નો કોલ આવ્યો. એસીપી પ્રદ્યુમ્ન એ કૉલ રિસીવ કર્યો તો અવાજ એક લેડી કિડનેપર નો હતો. તેમણે કહયું કે," ડોક્ટર સલૂખી ત્યારે જ પાછાં આવશે જ્યારે તે તમારું કામ પતાવી દેશે. અને બીજાં પોલીસ ઓફિસર અને તમારાં જાસૂસી કરવા વાળા માણસોને કહી દેજો કે મહેનત ન કરે. તેમનો સમય બરબાદ કરી રહ્યા છે. અને રાતે એક એડ્રેસ આપેલી જગ્યા પર પોતાની ટિમ ને લઈને આવી જાય." 

    એસીપી પ્રદ્યુમ્ન તો એડ્રેસ આપેલી જગ્યા એ પહોંચી ગયા. ત્યાં તેમની ટિમ પણ સાથે લઈને ગયાં હતાં. ત્યાં પહોંચ્યા તો ત્યાં સલૂખી કે તેનો કિડનેપર પણ નહોતો. તે જગ્યાએ બીજું એડ્રેસ લખેલું હતું કે હવે અહિયાં આવો. એસીપી ને કૉલ માં કહયું કે એડ્રેસ માં લખેલી જગ્યાએ અત્યારે ને અત્યારે આવી જાવ. એસીપી પ્રદ્યુમ્ન ખૂબ જ ગુસ્સે થઈ ગયા. દયા અને અભિજીત પણ ખૂબ જ ગુસ્સે હતાં. દયા બોલ્યો," હવે આ કિડનેપર ને ધોઈ નાખીશ !"

    જ્યારે તેઓ બીજી જગ્યા એ પહોંચ્યા ત્યારે ત્યાં એક ચિઠ્ઠી પડેલી હતી જેમાં લખ્યું હતું કે," શાંત મગજ અને ચહેરા પણ સ્મિત લઈને જ અંદર આવજો ! વિશ યુ હેપી દિવાલી !" અને અંદર એસીપી અને તેની ટિમ ગઈ ત્યારે ખબર પડી કે સલૂખી એ લોકોને સરપ્રાઈઝ આપવા માટે તેનાં કિડનેપિંગ નું નાટક કર્યું હતું. એકચ્યુલી એસીપી પ્રદ્યુમ્ન નો બર્થડે આવતો હતો, તેને ઉજવવા માટે જ ડોક્ટર સલૂખી અને તારિકા એ આ યોજના બનાવી હતી !

પ્રદ્યુમ્ન ખૂબ જ ખુશ થયાં અને પછી તેમનો બર્થડે હર્ષલ્લાસપૂર્વક ઉજવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract