Divyakant Pandya

Romance

1.8  

Divyakant Pandya

Romance

Emoticons

Emoticons

5 mins
7.7K



'હાઈ, ડી'.

દ્રષ્ટિનાં બેડ પર પડેલા ફોનમાં વોટ્સએપ નોટીફીકેશન આવી- '1 મેસેજ ફ્રોમ જગત દવે'. થોડી વારમાં ફોન અનલોક થયો. મેસેજ રીડ થયો. સામે છેડેના ફોનમાં દેખાયું- 'દ્રષ્ટિ જાડેજા ઇઝ ટાઈપીંગ.'

'હાઈ, જગત.'

'વોટ આર યુ ડુઈંગ?'

'ટીવી'

'?'

'બીગ બોસ'

'ઓકે (થમ્બ્સ અપ ઈમોજી)'

'હમ્મ્મ્મ'

'એય સાંભળ ને.'

'બોલ.'

'તું કહી જ દે આજે એને. બસ હવે બહું થયું, બટ વોચ આઉટ ફોર ગુડ ટાઇમ હા. સરખી રીતે બધું જ સમજાવજે અને કોઈને ખબર ના પડે'.

'શું કહે છે, કોને સમજાવું? (શોક ઈમોટીકોન) '

'અરે યાર મને આજે પાછો એટેક આવ્યો. ટેક ઇટ સીરીયસલી. મને કંઇક થાય છે.'

'ઓહ ગોડ!! (શોક ઈમોજી) શું થયું તને? એટેક શાનો?'

'અરે યાર કેમ આમ વાત કરે છે તું આજે? પ્રેમ એટેક મારો યાર. આપણે જાણે આના વિષે પહેલી વાર વાત કરતા હોઈએ એમ કરે છે તું. સૌંદર્યા સૌંદર્યા. (લવ ઈમોજી)'

થોડી વાર થઇ સામેથી કઈ રીપ્લાય ન આવ્યો તો જગત બેચેન થઇ ગયો: 'હેલ્લો…'

'શું છે સૌંદર્યાનું?'

'સાચે જ?'

'ઓકે સોરી ચલ. મજાક કરતી હતી. (સ્માઇલી) તો બોલ શું કહું સૌંદર્યાને?'

'ફર્સ્ટ તો તું તેને લેટર વાંચી સંભળાવજે.'

'આપી જ દઉં તો?'

'ના, ના. એઝ ડીસાઈડેડ ઓન્લી. જો કે મારે જ સંભળાવવો હતો પણ એ પોસીબલ નથી. એ હા પાડે પછી એને રોજ સંભળાવીશ. ને તું બધું ચેન્જ ના કર મારી આમે ય ફાટે છે.'

'એ જ વાંચે તો શું ફરક પડે?'

'ના એટલે ના. આમ હું તેને કહેતો હોઉં એવી ફીલિંગ આવવી જોઈએ. પણ તું ત્યાં છે તો એટલે તારે મારાં બદલે કરવાનું.'

'ઓકે પણ તું ખુદ જ એને આપણાં ક્લાસમાં કહી દે તો.'

'ના આ જ બરાબર છે. જરૂર પડશે તો એ પણ કરીશ પણ પહેલા તું આ કર.'

'ના કરું તો?'

'આપણે બીએફએફ નહીં? (સ્માઇલી)'

'હા..હા..હા.. લોલ. (સ્માઇલી)'

'વેર આર યુ?'

'એટ રૂમ.'

'એ શું કરે છે? ક્યાં છે? તેણે શું પહેર્યું છે? જાગે છે? આજે રજામાં ક્યાંય બહાર જવાના તમે?'

'તું એક કામ કર હોસ્ટેલ જ આવી જા. (સ્માઇલી)'

'આવવું જ છે મારે તો. પણ પહેલા તું જવાબ આપ મને.'

'હું બહુ મોટી પાર્ટી લઈશ હો.'

'હા પણ હવે કે ચલ. (થમ્બ્સ અપ ઈમોજી)'

'એ બેઠી છે બાજુમાં કંઇક ચાર્ટ બનાવે છે. બ્લેક એન્ડ રેડ સ્લીવલેસ ટોપ અને બ્લેક કેપ્રી પહેર્યા છે.'

'અને તે? (સ્માઇલી)'

'તારે ક્યાંક મને તો નથી સંભળાવવો ને લેટર? (સરપ્રાઈઝ ઈમોટીકોન)'

'અરે નહીં નહીં ડીયર. પણ પેલી જો ના પાડે તો કંઇક જોઈએ. (સ્માઇલી)'

'ફલર્ટી... તારી પાસે હું જ એક ઓપ્શન છું હો તેનાં સુધી પહોંચવા. (એન્ગ્રી ઈમોટીકોન)'

'હા..હા..હા (સ્માઇલી). ફરવા જવાના?'

'હા, આજે રાહુલ રાજનું નક્કી કર્યું છે.'

'શું તમે જયારે હોય ત્યારે મોલમાં જ પહોંચી જાવ? (સ્માઇલી)'

'તો જ બ્લેક કેપ્રી આવે ને, શાયર. (સ્માઇલી)'

'ઓકે તો જાવ જાવ. (થમ્બ્સ અપ ઈમોજી)'

'નાવ યુ ટેલ મી ધેટ વ્હાય યુ હેવન્ટ ટોલ્ડ હર યેટ?'

'ઇટસ નોટ ધેટ સિમ્પલ. વન લાઈન પ્રપોઝલ ઈઝ સ્ટીલ ડીફીકલ્ટ ધેન વન નાઈટ સ્ટેન્ડ ફોર ધીસ જનરેશન. મારે તેને કહેવું જ છે પણ હું કન્ફયુઝ છું. (કન્ફયુઝ ઈમોટીકોન)'

'કે તું તેને લવ કરે છે કે નહીં એ વાતે (સરપ્રાઈઝ ઈમોટીકોન)?'

'નો, એ મને લવ કરે છે કે નહીં એ વાતે. (ક્રાઈંગ ઈમોટીકોન)'

'ઓહ!! ઓકે. તો કન્ફર્મ કરી લે. બી.ટી.ડબલ્યુ ડુ યુ થીંક શી નોઝ ધેટ યુ લવ હર?'

'યસ, આઈ એમ સ્યોર શી નોઝ ફ્રોમ ડે વન. (હેપ્પી ઈમોટીકોન)'

'હવે તું મને એ કહે કે સપોઝ એ ખુદ ફર્સ્ટ મુવ કરે તો તને એના મોં એ શું સાંભળવું ગમે? (સ્માઇલી)'

'એવું મેં ક્યારેય વિચાર્યું જ નથી.'

'વ્હાય?'

'કેમ કે એ પોસીબલ જ નથી. (સેડ ઈમોટીકોન)'

'ઓહ, ડોન્ટ બી સો નેગેટીવ. ટેલ મી.'


'તને ખબર છે જયારે રીટર્ન લવ ના મળે ત્યારે અમે છોકરાઓ એવી ફેન્ટેસીમાં હોઈએ ને કે અમને એ શક્ય જ ન લાગે. એ ફેન્ટેસી બસ થોડી અનરીયાલીસ્ટીક હોય. આટલું ચાહવા છતાં પણ અમને સામે પ્રેમ મળવા પર જાણે બીલીફ જ ના હોય. (સેડ ઈમોટીકોન) '

'લવર/ફિલોસોફર? (સરપ્રાઈઝ ઈમોટીકોન)'

'લવ ઓફન ટ્રાન્સફોર્મ્સ અ નોર્મલ મેન ઈન્ટુ અ ફિલોસોફર. (સ્માઇલી ઈમોટીકોન)'

'હા પણ તો ય કહે ને.'

'હું બસ એટલું જ ઈચ્છું છું કે એ મને આવીને કહે કે- 'હું ફક્ત તારી શાયરી બનીને નથી રહી જવા માંગતી'.'

'વાઉ!!! (પરફેક્ટ ઈમોજી)'

'યેહ!'

'તો ચાલ હવે તારો વારો.'

'શાનો?'

'માન કે આ લેટર અને મારી સમજાવટ કામ ન આવી અને તારે જ ડાઈરેક્ટ પ્રપોઝલની જરૂર પડી તો તું શું કહે એને?'

'અમ્મ્મ... (થીંકીંગ ઈમોટીકોન)'

'બસ હવે વિચારમાં.'

'પણ આપણે આ બધીય વાતો કેટલીય વખત થઇ ગઈ છે. તું શું કામ પૂછે છે?'

'તો ય કહે ને મારે સાંભળવું છે'

'તો હું તેને એમ કહું કે-'મને સંભાળી લે, સાચવી લે, ટકાવી લે.''

'ઓહહો...બ્યુટીફૂલ. (પરફેક્ટ ઈમોજી)'

'થેન્ક્સ (સ્માઇલી)'

'પણ આ તો સેલ્ફીશનેસ થઇ ને?'

'હા, સેલ્ફીશનેસ. ઇન ફેક્ટ એવરીબડી ઇન ધ વર્લ્ડ વોન્ટસ ટુ લવ ધેમસેલ્વ્ઝ એન્ડ રિમેઈન હેપ્પી ફોરેવર એન્ડ ધેટ્સ ધ બિગેસ્ટ રીઝન ફોર ધ બર્થ ઓફ લવ ફોર ઓર ફ્રોમ અધર્સ. એવરીવન આસ્ક્સ ફોર લવ ઓન્લી ફોર ધીસ રીઝન. આ હકીકત છે પણ આખરે એ પ્રેમ છે, એમાં લુચ્ચાઈ નથી.'

'પણ આપણી કોલેજમાંથી કોઈ બીજું કદાચ ચાન્સ મારશે તો?'

'આઈ ડોન્ટ થીંક સો.'

'કેમ? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો? (સ્માઇલી)'

'લોલ...ના એવું તો નહીં. જો કે આઈ હોપ સો. પણ એ જ કોઈને પોતાની પાસે ફરકવા નહીં દે એવું મને લાગે છે.'

'તને એવું કેમ લાગે છે?'

'કારણ કે મને શ્રદ્ધા છે, આશા છે કે હું જેનાં આધારે ટકવા માંગું છું એનામાં પરખવાની સ્કીલ્સ તો હશે જ.'

'ઓહો....!!! હાઉ લકી શી ઈઝ. (પરફેક્ટ ઈમોજી)'

'ઓકે'

'બસ, ઓકે?'

'હા, જયારે મારે બહું બધું બોલવું હોય છે ત્યારે હું કંઈ નથી બોલતો.'

'ઓકે'

'લોલ… (સ્માઇલી)'

'સો, ડુ યુ થીંક ધેટ શી લવ્ઝ યુ?'

'નથી સમજાતું. ક્યારેક લાગે છે હા ને ક્યારેક લાગે છે ના.'

'એ કેવી રીતે? (શોક ઈમોટીકોન)'

'એ ઘણી વખત મારી સામે જુએ છે પણ ત્યારે એની આંખોમાં શું હોય છે એ હું કળી નથી શકતો. એ સ્માઈલ આપે છે. હેલ્પ માંગે છે. તું જ કહે છે કે એ ઘણી વખત મારી વાતો કરે છે. અને એવાં તો તેણે ઘણાંય રીસ્પોન્સીઝ આપેલાં છે. જયારે તેની નજર મારી સામે હોય છે ત્યારે હું એમાં ડૂબી જાઉં છું પણ છીપલાં મારાં હાથમાં નથી આવતા. (થીંકીંગ ઈમોટીકોન)'

'ઓહ..! નાઉ આઈ ડોન્ટ નો શી ઈઝ લકી ઓર અનલકી. મેં બી શી ઈઝ બોથ બટ ઇન ડીફ્રન્ટ પર્સ્પેક્ટીવ. (હેપ્પી ઈમોટીકોન)'

'યેહ! (થમ્બ્સ અપ ઈમોજી)'

'તને વર્લ્ડના બધા જ લવર્સની જેમ ક્યારેય એવું લાગે છે કે તું બેસ્ટ લવર છે?'

'નો.'

'લે, કેમ? (સરપ્રાઈઝ ઈમોટીકોન)'

'આઈ એમ સિમ્પલી નોટ ધ બેસ્ટ, બટ હું જે કરું છું તે પ્રેમ માત્ર હું જ કરું છું.'

'(કલેપ ઈમોજી)'

'અને હવે મને તું એ કે કે તને શું ગમે છે એનામાં, આઈ મીન વ્હાય ડુ યુ લવ હર ઓન્લી?'

'તે બહું જ સવાલો પુછ્યા હો આજે મને.'

'ના કે ને. વોટ્સ ધ રીઝન?'

'આઈ ડોન્ટ હેવ એની રીઝન ધેટ્સ વ્હાય આઈ લવ હર. એક્ચ્યુલી ઇટ્સ ધ મેટર બીટવીન નથીંગ એન્ડ એવરીથીંગ.'

'સુપર્બ. આઈ એમ ઈમ્પ્રેસ્ડ. તો હવે?'

'હવે શું?'

'કેમ કહેશું તેને, કેમ સમજાવીશું, કેમ મનાવીશું તેને?'

'બસ હવે બધું જ તારાં પર આધાર રાખે છે. (નો એક્સપ્રેશન ઈમોટીકોન)'

ડીંગ-ડોંગ...ડીંગ-ડોંગ... દ્રષ્ટિનાં રૂમનાં દરવાજે ડોરબેલ વાગી.

'ઓકે બાય. લાગે છે દ્રષ્ટિ પાર્લરથી આવી ગઈ. વીલ ટોક ટુ યુ લેટર. અને હા હું ફક્ત તારી શાયરી બનીને નથી રહી જવા માંગતી – સૌંદર્યા. (લવ ઈમોજી)'

જગતનો આખો રૂમ ઓશિકાનાં રૂથી મઘમઘી ઉઠ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance