Kaushik Dave

Comedy Romance Inspirational

3  

Kaushik Dave

Comedy Romance Inspirational

એકવાર ફરીથી -સપના સજાવ્યા

એકવાર ફરીથી -સપના સજાવ્યા

2 mins
267


પતિ:- કેટલા સપના સજાવ્યા હતા ?

પત્ની:- ને અધૂરા રહ્યા એમ ને ! હસતા હસતા બોલી.

પતિ:- પણ મેં ક્યાં કહ્યું કે અધૂરા રહ્યા ?

પત્ની:- પણ કહેવાનો મતલબ તો એજ કહેવાય.

પતિ:- હું તો તારી શેરીની વાત કરું છું.

પત્ની:- બહુ આંટાફેરા કર્યા એમ ને.

પતિ:- મેં એવું પણ ક્યાં કહ્યું છે ?

પત્ની:- શું દર વખતે મેં ક્યાં કહ્યું છે એમ બોલો છો.

પતિ:- આતો તારા સપના વિશે કહું છું.

પત્ની:- એ પણ અધૂરા જ રહ્યા ‌?

પતિ:- શેરીમાં રહેવા ના મળ્યું એટલે !

પત્ની:- મેં ક્યાં કહ્યું છે ?

પતિ:- લે હવે તું પણ આવું બોલે છે.

પત્ની:- આજ મૌસમ બડા બઈમાન હૈ,આજ મૌસમ..

પતિ:- મૌસમ કા હાલ ના પૂછો.યહ તો પ્યાર કા મૌસમ હૈ.

પત્ની:- ફરીથી તમે ચાલુ કર્યું.

પતિ:- શું ?

પત્ની:- એજ પ્યાર કા મૌસમ.

પતિ:- નિ સુલ્તાના રે પ્યાર કા મૌસમ આયા.

પત્ની:- હવે સુલ્તાન પણ ગયા ને સુલ્તાના પણ નથી.

પતિ:- એક બાર ફીરસે બહાર આઈ.

પત્ની:- હા..પણ તમે મારી શેરીની વાત કરતા હતા.

પતિ:- ઓહ્.. હવે યાદ ના કરાય.

પત્ની:- કેમ.. કેમ.. શેરી મારી ને યાદ પણ ના કરું !

પતિ:- કોણે ના પાડી.. પણ હવે મને યાદ ના કરાય.

પત્ની:- કેમ ? મારી શેરી ખરાબ છે ! કે પછી.. 

પતિ:- ના..ના...એક કરતા વધુ નમુના છે.

પત્ની:- એટલે હું નમુનો છું !

પતિ:- પણ મેં તને ક્યાં કહ્યું છે ?

પત્ની:- અર્થ તો એ કહેવાય.

પતિ:- મારો કહેવાનો અર્થ એ છે કે તારી શેરી આદર્શ છે.. એટલે કે નમુનારૂપ છે.

પત્ની:- ઓહ્... એમ કહો ને..

પતિ:- એટલે હવે ‌તુમ બિન જાઉં કહાં કી દુનિયા મે આકે.. કહા

પત્ની:- રહ ભી સકોગે તુમ કૈસે ... જુદા

પતિ-પત્ની:- તેરા મેરા સાથ રહે..તેરા મેરા સાથ..ધૂપ હો, સાયા હો, દિન હો કે રાત રહે...તેરા મેરા સાથ રહે..


Rate this content
Log in

Similar gujarati story from Comedy