Mahebub Sonaliya

Crime Thriller

3  

Mahebub Sonaliya

Crime Thriller

એક્સિડન્ટ : પ્રેમના પગલાં- ૨૧

એક્સિડન્ટ : પ્રેમના પગલાં- ૨૧

7 mins
14.8K


માધવીના ગયા પછી જીવનમાંથી રોનક ચાલી ગઈ હતી. હું જાણતો હતો કે આ પરિસ્થિતિ તો એક દિવસ આવવાની જ હતી. જો હું તેને પ્રપોઝ ન કરત અને કાયમ માટે માધવીનો ફ્રેન્ડ બની રહે તો પણ એક દિવસ તો તે કોઈ સાથે પરણી જાત અને મારી ગાડી આજે જે ટ્રેક પર છે તે જ ટ્રેક પર આવી જાત. મેં હવે બનાવટી જીવન જીવતા શીખી લીધું હતું. ઉદાસી, પીડા અને દુઃખ એ દાદરના રોગ જેવું હોય છે. તેને જેટલું ખણો જેટલું વધે. છતાં આદમી એમ કરવાથી ખુદની જાતને રોકી શકતો નથી.

મેં માધવીના આ અભાવ ને દૂર કરવા મંદિરે જવાનું શરૂ કર્યું. પેલા ત્રણેય ગપ્પીદાસ દાદાઓ મને જોઇને ખુશ થતા. પરંતુ તેઓની વાતોમાં મને કોઈ જ ઇન્ટરેસ્ટ પડતો નહીં. મંદિરમાં ઘણી બધી મેદની હોવા છતાં હું એકલો જ રહી જતો. ઓફિસમાં રોજ મોડે સુધી બેસતો. કામ તો કશું હોય નહીં પરંતુ ઘેર જઈને પણ શું કરું. પાર્ક માં જઈને સાવ અલાયદી જગ્યાએ એકલો બેસતો. અને તે સ્થાનથી દૂર આવેલો અમારો ફેવરિટ બાકડો જોયા કરતો. કદાચ માધવી આવી હોય તો તેને જોઈ લઉં. એક વાર તેના ઘરની નજીક ઊભો રહ્યો હતો. એકવાર હિંમત કરી તેના ઘરની ડૂર બેલ વગાડી હતી. માધવીને તો જોઈ નહીં. પરંતુ તેના મમ્મી મળ્યા.

"અંદર આવને. માધવી તો બહાર ગઈ છે." એમ માધવીની મમ્મીએ કહ્યું.

"તમારા વચ્ચે ઝઘડો થયો છે? માધવી થોડા દિવસથી કંઈક બેચેન રહે છે." માધવીની મમ્મીએ કહ્યું.

મેં જવાબમાં 'ના' કહી ત્યાંથી ચાલતો થયો. મને કોણ જાણે કેમ પરંતુ લાગતું હતું કે માધવી મારી આસપાસ જ છે. હું થોડો આગળ ચાલી ગયો હતો. અચાનક મેં ગલીમાંથી મારી ગાડી પાછી વાળી. કોણ જાણે મને શું સુજ્યું. હું માધવીના ઘેર પાસે પહોંચ્યો. ત્યાં મારી નજર માધવી પર પડી. તે તેના ઘરમાંથી બહાર નીકળી અને તેના મમ્મીને મારા વિષે પૂછી રહી હતી. તે બંને સવાલ જવાબમાં લીન હતા. એટલે મેં મારી ગાડીને લીવર આપ્યું. અને સ્પીડોમીટરનો કાંટો ૯૦ અને ૧૦૦ ની વચ્ચે ચાલ્યો ગયો.

આ ઘટનાએ મારા મનના અરીસા પર બાઝેલી અવઢવની ધૂળને સાવ ખંખેરી નાખી. કેટલાય વણ પૂછ્યા સવાલોના જવાબ માત્ર આ એક ઘટનાએ આપી દીધા. પહેલા માધવીની સંભાવના ૦.૫ હતી હવે ૦ થઈ ગઈ. એક જોતા જે થયું સારું થયું. આમ પણ હું કંઈસ્ટોકર તો કરતો નથી જ ને કે તેનો વારે ઘડીએ પીછો કરું. માત્ર પ્રેમ કૈં એકમાત્ર કામ થોડું છે જીવનમાં.

હું એક - બે વાર રવિને પણ મળી આવ્યો હતો. તેની સ્કૂલ કેમ ચાલે છે તે જાણવા તેના પ્રિન્સિપાલને મળ્યો હતો. તે રવિના ખૂબ વખાણ કરતા હતા. તેણે રવિને આ વર્ષમા અલગ અલગ સ્પર્ધા માટે તૈયારી પણ કરાવી છે. તે ચાની લારી પર રકાબી સરસ રીતે વગાડતો હતો. તે વાત ખબર પડતા. આ વર્ષે તેનો અને બીજા છોકરાઓનો સ્પેશીયલ પ્રોગ્રામ પણ રાખ્યો છે. આ બધા છોકરાઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુમાંથી સંગીત બનાવી જાણે છે. તોગો પણ જામીન પર છૂટી ગયો છે. તેની મને ખબર પડી. મને નવાઈ લાગી કે તોગાની જમાનત વળી કોણ કરાવે? જમાનત માટે આદમી શોધવો તે કોઈ મામૂલી વાત તો નથી જ. ખેર મારે શું? કોઈક તો હશે.

થોડા સમયમાં જિંદગી સાવ બદલાઈ ગઈ. આખો દિવસ રઝળપાટ કરવો. ખુદથી દૂર ભાગવું. શહેરના કોઈ ખૂણે જઇને બેસી જવું. ઇન્ટરવ્યુંની તૈયારી માટે આખી ઓફિસના મેન્યુઅલ્સ વાંચવા. ખબર નહીં કેટલા વાગે નીંદર આવે અને ક્યારે આંખ ખૂલે. જીવનમાં કોઈ ડીસીપ્લીન રહી જ નહોતી. જમવાનું પણ ફિક્સ નહીં. મન પડે તો જમવાનું, નહીં તો ભૂખ્યા રહેવાનું. મેં હવે જીવતા શીખી લીધું હતું. ગમે તે રીતે જીવતા. ખુશીનો ડોળ કરવો અને ખુશ હોવું તે બંને વચ્ચે લાખ ગાડાંનું અંતર છે.

એક બીબાઢાળ જિંદગી, યંત્રવત શ્વાસ ચાલે છે. ન તો કોઈ આશા, ન તો કોઈ ઈચ્છા. કાલે ઇન્ટરવ્યૂ છે અને આજે વાંચવાનું ગમતું નથી. કેટલું બધું રીફર કરવાનું બાકી છે.

આટલા દિવસોથી બનાવેલી નોટ્સ જોવાની બાકી છે અને તે પણ એક રાતમાં! મેં બધા જ ચોપડાઓ પડતા મૂક્યા. ઓરડો ગુંગળામણથી ભરેલો લાગતો હતો. હું બાઈક પર સવાર થઈ તાજી હવા લેવા નીકળી પડ્યો. કેમ આજે માધવી યાદ આવી? ચોપડાના પાનાંઓમાં તે દેખાઈ રહી છે. વાંચું છું ઇન્સ્યોરન્સ અને તેનું નામ વંચાય છે. હાઉ ઈલ્લોજીકલ! કોઈ મને સમજાવે કે ઇન્શ્યોરન્સમાં માધવી કેવી રીતે આવે?

લગભગ રાતના ૮:૩૦ જેવું થયું હતું. ઘણીવાર હું અને માધવી આવા સમયે શહેરની લટાર મારીને અંતે ઘેર પરત ફરતા. હું પહેલા તેને તેના ઘરે ડ્રોપ કરતો અને પછી મારા ઘરે જતો. હું બજારની ભરચક ગલીમાંથી આગળ નીકળી ચૂક્યો હતો. મારા મનની રીડ પણ ગ્રામોફોન ની લીડ માફક માધવી પર અટકી ગઈ છે. મેં છેલ્લા અઠવાડિયામાં આ ગઝલ લગભગ ૧૦૦ વાર વાંચી છે.

"કમી છે કોઈ જીવનમાં અભાવ બોલે છે.

રહું છું મૌન છતાં હાવભાવ બોલે છે.

હશે સંબંધની સીમા અતીચરમ 'મહેબુબ'

પુરાવારૂપે તમારા આ ઘાવ બોલે છે."

હું મારા નહીં દેખાતા ઘાવને પંપાળતો આગળ વધ્યો. અને અમે જ્યાં રોજ બેસતા હતા તે પાર્ક પાસે પસાર થયો. પુરૂષે કદી નહીં રડવું નહીં તે વજ્ર જેવો હોય કઠોળ હોય છે. એવા વિચારોનું મનમાં ઘર દેતો આ સમાજ એક પ્રેમીને રડવા પણ નથી દેતો. મારા આત્મમંથનનો કોઈ અંત નહોતો. જે માણસને પોતાની સ્થિતિ બદલવાની ઇચ્છા ન હોય તેની સ્થિતિને સ્વયં ભગવાન પણ નથી બદલતા.

મેં સાઈડ કાચમાંથી જોયું તો એક ટ્રક મદોથી ઉન્મત્ત થયેલા હાથીની માફક મારી પાછળ આવી રહ્યો હતો. મેં જરા નીરખીને જોયું તો તે ટ્રક ડ્રાઈવર બીજો કોઈ નહીં પરંતુ તોગો હતો. તે પુરવેગે મારી બાઈક પાસેથી પસાર થયો. મને નવાઈ લાગી. કેમ તોગો મારી પાછળ આવી રહ્યો છે? કોને ખબર છે તે મને ક્યાંથી ફોલો કરી રહ્યો હશે? અને શું કામ તે મારી પાસેથી આ રીતે પસાર થયો કે જાણે બુલેટ ટ્રેન પસાર થઇ હોય. આ તો મે ચોકસાઈ વર્તી અને મારા બાઇકને ટ્રકના માર્ગમાંથી માત્ર એક ક્ષણમાં અલગ કરીને રોડની નીચે ઉતારી લીધી. નહિતર આજે તો મારા રામ રમી ગયા હોત.

ટ્રકની સ્પીડ ખૂબ જ વધારે હોવાથી તે કેટલોયે દૂર ચાલ્યો ગયો. તોગાએ એક સાથે બ્રેક લગાવી એટલે ટ્રક અસંતુલિત થયો અને ઘર્ષણનો એક તીવ્ર અવાજ પણ આવ્યો. તેણે ટ્રક રસ્તા પર રોક્યો અને યુ ટર્ન લઈને મારી તરફ ચલાવ્યો. તેણે ફરી સ્પીડ પકડી લીધી. મારા તેજ મગજે ફરી ચાલવાનું શરૂ કરી દીધું હતું. મેં પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હતો. તોગો આ બધુ ભૂલમાં નથી કરી રહ્યો. તે મારી સાથે તેના જેલમાં જવાનો બદલો લેવા માંગે છે. તે મૂર્ખ એવું સમજે છે કે તેના ટ્રક મારી બાઇકથી વધારે ચાલી શકે. કદાચ ચાલી શકતો હશે. પણ શું તે મારાથી વધારે તે ચલાવી શકશે?"

તેણે ગતિમાન ટ્રક રોડની કિનારીથી નીચે ઉતારી રફરોડ પર ચલાવવાનું શરૂ કર્યું. મેં ગાડીને ફિલ્મોની માફક લીવરના ઝાટકા આપવાનુ શરૂ કર્યું. તેના અને મારા વચ્ચે બહુ જ સામાન્ય અંતર રહ્યું ત્યારે મેં ગાડીને એક સાથે લીવર આપીને ભગાડી. માધલી કહેતી હતી તેમ. જાણે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસનું શૂટિંગ ન ચાલતું હોય તેમ મેં ગાડીને ડ્રીફ્ટ કરી અને તેનો ટ્રક ફરી મારાથી આગળ થઈ ગયો. તેણે બ્રેક લગાવી યુ ટર્ન લઇને ગાડી ચલાવી મેં તેને ચુનોતી આપતાં કહ્યું.

''આવી જા.'' મેં મારી આંગળીઓ વડે તેને મારી પાછો આવવાનો સંકેત આપ્યો. અચાનક મને માધવીનું કહેલું સૂચન યાદ આવી ગયું.

"તું સ્પીડમાં ભલે ગાડી ચલાવ પરંતુ ધ્યાન રાખજે કે તારાથી કોઈ નુકસાન ન થાય." માધવીની સલાહ માનીને હું તોગાને બજારમાં પાછો લઈ જવાને બદલે ગામથી દૂર લઈ ગયો. મારા વાળ હવામાં નૃત્ય કરી રહ્યા હતા અને મારો શર્ટ હવાથી ભરેલા ફુગ્ગા માફક ફૂલાઈ ગયો હતો. હું તોગાને એક ગલીમાંથી બીજી ગલીમાં લઈ જઈ રહ્યો હતો.

જ્યારે તોગો મારી સાવ નજીક આવી જતો હું મારી બાઈક સીધા રસ્તા પરથી ફેરવીને કોઈ ગલીમાં લઈ જતો. મારી બાઈક ને આમ કરવામાં જરાય પણ તકલીફ ન પડતી. પરંતુ તોગાનો ટ્રક હાંફી જતો. તેને બ્રેક મારી ગાડી ધીમી કરવી પડતી પછી તેની ગાડી વળાંક લઈ શકતી. હું આગળ અને તોગો પાછળ જાણે અમારી ગાડીઓ પકડમપટ્ટી રમી રહી હોય. મારી બાઇકનો કાટો રેડઝોનમાં હતો. હું ક્યારેક તો જાણી જોઈને ગાડી ધીમી પાડીને તોગાને મારી સાથે થવાનો મોકો આપતો અને પછી પાછો ગાડી તેજ ભગાવીને આગળ થઇ જતો.

મારી બાઈકઅને તોગાના ટ્રક વચ્ચે ઝાઝું અંતર નહોતું રહ્યું. મે ગાડીની ફૂલ સ્પીડ પ્રાપ્ત કરી. રોડ સાફ દેખાતો હતો. આગળ કોઈ આવતું જણાતું નહોતું. થોડા આગળ જતાં રોડ પર અચાનક બાઘો આવી ગયો . તે તેના ચાર પાંચ ગલુડિયાઓને રોડક્રોસ કરાવી રહ્યો હતો. ફૂલ સ્પીડ ઉપરાંત અચાનક નજર સમક્ષ આવી ચડેલા બાઘાથી હું ગડમથલમાં પડી ગયો. મારાથી સમતોલન કરવું બહુ અઘરું થઈપડ્યું. જો જરા પણ ભૂલ થાય તો મારા હાથે બિચારા બાઘાનું મોત થવાનું નિશ્ચિત હતું. મેં એકાએક ગાડીનું સ્ટેરીંગ ફેરવ્યું. તેથી ગાડી પાછળથી ત્રાસી થઈ ગઈ અને હવામા ડાબીથી જમણી બાજુ ચાલી ગઈ. એ જ સમયે સામેથી આવી રહેલી કાર પણ પોતાનું સમતોલન ગુમાવી બેસી. મારી ગાડી કાર સાથે ટકરાઈ ગઈ. ટક્કર લાગતાની સાથે મારી બાઈક કોઈ રમકડાની માફક હવામાં ગોળ ગોળ ઘૂમવા લાગી. હું ગાડીમાંથી ફંગોળાયો અને રસ્તાના છેડા પર આવેલા ઝાડના થડ સાથે અથડાયો અને ધબ કરતો જમીન પર પછડાયો.

કારચાલક માંડ માંડ ગાડી કંટ્રોલ કરી રહ્યો હતો. કાર બેફામ બનેલા આખલાની માફક મારી સામે આવી રહી હતી. કારચાલકે મને બચાવવા કારના સ્ટેરીંગને એકસાથે ઘુમાવ્યું અને કાર રસ્તાની નીચે આવેલા નાળામાં ગબડતી, અથડાતી, ભટકાથી દૂર સુધી ચાલી ગઈ અને એક મોટી ચટ્ટાન સાથે ટકરાઈને ઊભી રહી ગઈ.

તોગો આખો ઘટનાક્રમ દૂરથી તલ જોઈ રહ્યો હતો. વૃક્ષના થડ પાસે હું દર્દથી કણસી રહ્યો હતો. મારા કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. મારી પીઠ પર પછડાટ લાગવાથી અતિશય દુખાવો થઈ રહ્યો હતો. તોગો પોતાની ડ્રાઈવિંગ કેબિનમાંથી ઉતર્યો અને મારી સામે આવ્યો. તેના હાથમાં ગાડીનો એક્સલ રોડ હતો.એક્સિડન્ટના કારણે મને બધું ધૂંધળું દેખાતું હતું. તોગો મારી પાસે આવીને બોલ્યો.

"હરામખોર તે મારી જિંદગી બરબાદ કરી નાખી અને હવે તારે ઇન્ટરવ્યૂ દેવા જવું છે?"

તેને મારા પર એક્સેલ રોડથી પ્રહાર કર્યો અને હું ત્યાં જ બેભાન થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Crime