Mahebub Sonaliya

Drama


3  

Mahebub Sonaliya

Drama


લવ મેરેજ 15

લવ મેરેજ 15

11 mins 482 11 mins 482

"કદાચ તમને પીયૂશ મળી જશે તો તમે શું કરશો?" અહાન બોલ્યો.

ફેકટરીમાંથી આવી રહેલી હવાની લહેરખી ગરમ હતી. સાથે સાથે ઘણા સમયથી એમ જ બંધ પડેલી ઈમારત હોવાથી તે હવા દૂષિત પણ હતી. ફેક્ટરીમાં ઉપસ્થિત જયદેવ અને તેના માણસો આ બંને લોકોના વાર્તાલાપ ખૂબ ચીવટથી સાંભળી રહ્યા હતા.


"આજ તો સૌથી ભયાનક સવાલ છે દીકરા, હું શું કરીશ તે મને પણ ખબર નથી. શું હું પીયૂશને સલામત સ્થાને લઈ જઈને તેને તેના હાલ પર છોડી દઈશ કે પછી હું પોતે જ તેનો ખો બોલાવી દઈશ. આવનારી ક્ષણ શું શું પરિણામ લાવશે તેનાથી હું થર થર કંપુ છું. હું માલિનીને શું જવાબ દઈશ? કે પછી માનસીનું શું થશે? મારી વ્હાલસોઈ દીકરી નીતુનું શું થશે? કોણ કરશે તેની સાથે લગ્ન? તારા એક સવાલમાં કેટલાય સવાલ છે અને મારી પાસે એક પણ જવાબ નથી" શાંતીકાકા સાવ પથ્થરની મૂર્તિ હતા. તેના શરીરમાં ચેતન હતું પરંતુ તે જડ માફક થઈ ગયા હતા.

જયદેવ હવે તેમનું દર્દ સમજી શકતો હતો. પરંતુ તે કશું કરી શકતો નહોતો. તેણે કરેલા અભદ્ર વ્યવહારનો તેને ઘણો અફસોસ થઈ રહ્યો હતો. તેણે મચાવેલી દંગલ, તોડફોડ અને તેને કરેલા અત્યાચાર તેની આંખો સમક્ષ કોઈ ફિલ્મની રીલ માફક તરવરી રહ્યા હતા. તે પળમાં ન્યાય માટે લડી રહેલા સૈનિક માંથી બેરહેમ અપરાધી થઈ ગયો હતો.


"જેમ પડતા ઉપર પાટુ લાગે તેમ મેં પણ ખુદના પગ પર જાતે જ કુહાડી મારી છે. એક તો આટલું મોટુ ટેન્શન છે. ઉપરથી મારે કોર્ટમાં જવાનું છે. હું તો વળી સારું કરવા ગયો હતો. ત્યાં આટલી હદે હેરાન થઈ જઈશ તેની તો મને જરા પણ ખબર નહોતી." શાંતીકાકા જાણે એકલા એકલા બોલી રહ્યા હોય તેમ વર્તી રહ્યા હતા. તેને પરવાહ પણ નહોતી કે તેને કોઈ સાંભળે છે કે નહીં.

"તમારે કોર્ટમાં નહીં જવું પડે. બંને પક્ષ એકબીજાને સમજીને વાત કરી લો. ઘીના ઠામમાં ઘી પડી જશે" અહાન સાંત્વના દેતા બોલ્યો.


"કદાચ પીયૂશની બાબતમાં કોર્ટના પગથિયાં ચડવા નહીં પડે પરંતુ મારા ભાગ્યમાં કોર્ટના પગથિયા ચડવાનું તો લખાયું જ છે." શાંતીકાકા માથે હાથ દઇને ઉભા હતા તેની આંખોમાં નિસહાયતા હતી. તેની વાણીમાં હતાશા હતી.


કોઈને કશું સમજાયુ નહીં. આમ પણ અહીં દરેકના જીવનમાં રહસ્ય તો એક પછી એક ઉજાગર થતાં જાય છે. જયદેવ અને તેના માણસો શાંતીકાકા સામે મુઢ' માફક જોઈ રહ્યા હતા. સરસર કરતી હવા ફેક્ટરીની ધૂળને ડમરીમાં તબદીલ કરી રહી હતી અને આ ડમરીને જોઈને શાંતીકાકાના જીવનમાં ફૂંકાતા તોફાનને કોઈ પામી શકતું નહોતું.

"બધું સારું થઈ જશે. તમે માત્ર ધૈર્ય રાખો" અહાન બોલ્યો. તેણે આ સમયે શાંતીકાકાને હિંમત આપવા સિવાય કરશો ઉપાય કર લાગ્યો નહીં. તે નહોતો ચાહતો કે આ લોકોની વચ્ચે શાંતીકાકાએ ફોડેલા નવો ફણગાની ચર્ચા થાય. તેથી તેને વાતને એક ધીર ગંભીર માણસની માફક આશ્વાસનથી સમેટી લીધી.

"અરે યાર શાંતીકાકા તમે તો મને અપસેટ કરી દીધો." અહાન ચેસની રમત શરૂ કરી. તે થોડો રિલેક્સ થવા માંગતો હતો કે પછી વાત ને આગળ વધવા ન દેવા માટે આમ કરી રહ્યો હતો.


"તને આવા સમયે પણ શતરંજ કેમ સૂઝે છે." શાંતીકાકા મૂંઝાયેલા ચહેરે કહ્યું.

"બસ પાંચ મિનિટની બ્લીટિઝ ગેમ રમી લઉં" અહાન કોમ્પ્યુટર પર પોતાની ચાલ ચાલતા બોલ્યો. થોડીવારમાં તે જલ્દી જલ્દી ચાલવા લાગ્યો. તેની સામે કોમ્પ્યુટર રમી રહ્યું હતું . પરંતુ તેને તેનાથી કોઈ ફરક પડતો નહોતો. તે તો બિન્દાસ થઈને પોતાની ચાલ ચાલી રહ્યો હતો.


"તું આટલો બેફિકર બિન્દાસ કેમ જીવી શકે. ગામ ભડકે બળે તો પણ તને કશો ફરક નથી પડતો. હું તારા જેવો કેમ ન બની શકું?" શાંતીકાકા અહાનના ગુણને બિરદાવતા બોલ્યા.

"જે છે તે રહેવાનું જ છે. જગત તો માત્ર પ્રયાસ કરે છે બાકી આપણી હારતો આપણા હાથે જ થાય છે. તમને આ દુનિયામાં એક જ વ્યક્તિ બચાવી શકે છે અને તે વ્યક્તિ છે 'તમે'. સ્વયં જ્યાં સુધી ન હારો ત્યાં સુધી કોઈની મજાલ છે કે તમને હરાવી શકે" અહાન ફિલોસોફી સાથે મોટીવેશનલ સ્પીચ આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.


"ખોટી ચાલ" જયદેવ દૂરથી કોમ્પ્યુટર સ્ક્રીનને જોઈ રહ્યો હતો. તેને અહાનની ભૂલપર ટકોર કરતા કહ્યું પરંતુ અહાને તેને અવગણીને પોતાની ચાલ જ ચાલી.

માણસને સમજતા વાર લાગે પરંતુ કોમ્પ્યુટર તો કોઈની ભૂલનો લાભ છોડે ખરો. તેણે તો એક પછી એક મોહરાઓને મહાત આપવાનું શરૂ કર્યું. આક્રમણ કરવા આવી રહેલી સેના પર જાણે સામેની સેના અચાનક વાર કરે અને પછી ભાગવાના પણ સાંસા પડે તેમ અહાનના મોહરા પાછા ફરી રહ્યા હતા અથવા મૃત્યુ પામી રહ્યા હતા.


"આ શું કર્યું" શતરંજમાં કૈં પણ ખબર ન પડતી હોય તેવા લોકો પણ ટોળે વળીને અહાનને મૂલવવા લાગ્યા. કદાચ આ લોકો શા માટે અહીં આવ્યા છે. તે પણ ભૂલી ગયા હતા. માત્ર પાંચ મિનિટની રમતમાં હવે અહાનની ઘડિયાળમાં માત્ર 10 સેકન્ડનો સમય બાકી રહ્યો હતો અને તે તેના બોર્ડ પર ભાગ્યે જ કોઈ મહોરું બચ્યું હતું. કોમ્પ્યુટરના વખાણ કરવા તો બિલકુલ અયોગ્ય હતા છતાં તેણે પાંચ મીનીટમાં આખી સેનાને ઢેર કરી દીધી હતી. સૌને ખબર હતી કે કોમ્પ્યુટર જીતે છે. આમ પણ તેની સામે જીતવાની સંભાવના પણ કેટલી હોય.

"હવે આ રમતનો જલ્દી અંત આવી જશે" અહાન બોલ્યો.


બધાએ નીરસ રમતથી મોં ફેરવી લીધું. જાણે તે ક્યારેય નહીં જીતી શકે. ઘડિયાળ માઇક્રો સેકન્ડ દર્શાવતી હતી. તેથી કોઈ બુલેટ ટ્રેનની માફક આંકડા ફરી રહ્યા હતા. અને માત્ર એક સેકન્ડની વાર હતી. અહાને તેની અંતિમ ચાલ ચાલી અને આખું ચિત્ર તેની નજર સમક્ષ સ્પષ્ટ થઈ ગયું.

કોમ્પ્યુટર પર ઠંડું સંગીત વાગ્યું અને સ્ક્રીન પર વિનર લખાઈને આવ્યું. લોકોને તેની આંખો પર વિશ્વાસ નહોતો. શું અહાન જીતી ગયો ? શાંતીકાકા સૌના ચહેરા જોઈ રહ્યા હતા. તે જાણતા હતા કે અહાન ક્યારેય ખોટો ફેસલો નહીં લે. થોડા સમયમાં તેણે અહાન પર ગજબની શ્રદ્ધા બંધાઈ ગઈ છે. બસ એ જ કારણે તે પોતાનો બધો મદાર તેના પર રાખે છે. જયદેવને કશી સળ સૂઝતી નહોતી. એનો ચહેરો તો જોવા લાયક હતો. અહાનના બોર્ડ પર એક જ મહોરું હતું અને તેના વડે તેણે કોમ્પ્યુટરને પરાજિત કર્યું. બધા અહાન તરફ માનથી જોઈ રહ્યા હતા.


"હવે આ રમતનો અંત જલ્દી આવી જશે" અહાને પોતાના વાક્યનું પુનરાવર્તન કર્યું

"અંત તો આવી જ ગયો છે" શાંતીકાકા કોમ્પ્યુટર સ્ક્રીનને દર્શાવવા બોલ્યા

"હા પરંતુ માત્ર આ જ રમત નહીં પીયૂશ અને માનસી સાથે રમાયેલી રમતનો પણ અંત આવી જશે. તમે જોયું આ રમતમાં શું થયું? જ્યાં સુધી શત્રુની સેના તેના ગઢમાં છે. ત્યાં સુધી તે સંપૂર્ણ સલામત છે અને આપણે તેનો વાળ પણ વાંકો નથી કરી શકતા. કેટલી જાતની હૂંસા તુસી કર્યા બાદ માત્ર નિષ્ફળતા અને થાક સિવાય કંઈ નથી મળતું. તેથી આ રમતની માફક આપણે એવું કશું ધમાકેદાર કરવું પડશે. જેથી શત્રુ દોડતો થઈ જાય. તેના ગઢમાંથી બહાર નીકળે. ભલે આપણે તેના માટે ગમે તેવી કુરબાની દેવી પડે પરંતુ શત્રુના એક એક મોહરાને બહાર કાઢશું. ધમાકો હું કરીશ અને તમે બધાને ઉલજાવી રાખજો અને અંતિમ સમયે જ્યારે શત્રુનો રાજા તેના જ પ્યાદાઓથી ઘેરાયેલો હશે. ત્યારે આપણો મદોનમત જેવો હાથી શતરંજની છેલ્લી હરોળમાં પહોંચી જશે." અહાન તેની ચાલને બધા સમક્ષ રજૂ કરતાં બોલ્યો.

"અને આ હાથી કોણ હશે?" શાંતીકાકા બોલ્યા.


અહને જયદેવ તરફ આંગળી ચીંધી. બધાને જાણે ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય તેમ તે અહાનની તરફ જોઈ રહ્યા હતા. તેના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે સૌને ઉત્કંઠા હતી.

"હા તે જયદેવ છે આપણી ચેસનો બેક રેન્ક રૂક. તમે આ રમતમાં ક્યારેય પણ એવું વિચાર્યું હતું કે એક હાથી છેલ્લી એક સેકન્ડમાં બોર્ડના છેલ્લા ખાનામાં પહોંચી સામેના રાજાને ઘુંટણિયા વાળી દેવા મજબૂર કરી દેશે"

શાંતીકાકાએ શંકા વ્યક્ત કરી કે શું જયદેવ તેમને મદદ કરશે પરંતુ અહાને તેને સ્વયં આ સવાલ જયદેવને પૂછવા કહ્યું. જયદેવની આંખો સમક્ષ તેને કરેલા અત્યાચાર તાજા થઇ રહ્યા હતા. કોણ જાણે તે દિવસ તેણે નીતુ પર એસિડ ફેક્યું હોત તો તે આ ક્ષણે કેમ કરી જીવી શક્યો હોત. જયદેવે સહાનુભૂતિ વશ શાંતીકાકાના ખભા પર હાથ મૂક્યો. તે સ્પર્શ જાણે શાંતીકાકાની તમામ પીડાનો ભાગીદાર બની ગયો હોય એવો લાગ્યો .જયદેવની આંખોમાં અફસોસ હતો કે તેણે એક શરીફ માણસને બેરહમીથી એક નર્ક સમાન જીવન જીવવા પર મજબૂર કરી દીધા. તેણે તેના વ્યક્તિગત આવેશમાં માણસાઈને ઘણી હદો પાર કરી હતી. પરંતુ અંતે તો તે માણસ જ છે ને. આજે તેના હૃદયમાં પસ્તાવાનું ઝરણું છે તે શાંતીકાકાને ખરા દિલથી મદદ કરવા તૈયાર હતો અને શાંતીકાકા પોતાના ભારને હળવો મહેસુસ કરી રહ્યા હતા.


"ચાલો પ્રશ્નોત્તરીનો રાઉન્ડ ખતમ કરો.કામનો સમય છે" અહાન પોતાના લેપટોપમાં પરોવાઈ ગયો . તેની સ્ક્રીન પર સેકડો વિન્ડો ખુલી હતી. ચેસની રમતમાંતો જયદેવ કંઈ સુઝાવ આપી શકે પરંતુ આમાં કંઈ બોલવું તેના બસની વાત નથી. બધા જ લોકો માત્ર મુક ક્ષેત્રપાળની માફક સ્ક્રીન જોઈ રહ્યા હતા.

"તારી પાસે ફોન છે? અહાને જયદેવને કહ્યું.

જયદેવ નજીક જઈને પોતાનો મોબાઇલ તેને આપવા ગયો. અહાને ફોન હાથમાં લઈને થોડી વાર વિચાર કર્યો.


"રહેવા દે એક કામ કરીએ સરકારી ફોન જ ઉપયોગ કરીએ" અહાને એટલું કહીને વળી એક નવી વિન્ડો ઓપન કરી. જાણે પ્લેહાઉસમાં રમતા બાળકો રમકડાંની પથારી કરીને વચ્ચે બેસેલા હોય તેમ અહાનની કોમ્પ્યુટર સ્ક્રીન પર ઢગલાબંધ વિન્ડો ખુલી રાખી હતી. તે એક સ્ક્રીનમાંથી બીજી સ્ક્રીનમાં ટુગલ કરતો. તેની ઝડપ એ હદે ગજબ હતી કે જોવા વાળાને કશું દેખાય નહીં અને સમજવાવાળો ક્યારેય કશું સમજી શકે નહીં.

સ્ક્રીન પર ઘણા બધા આંકડાઓ સ્ક્રોલ થઈ રહ્યા હતા. જાણે વરસાદના છાંટા જમીન પરથી આભ સુધી ઉલટી દિશામાં જઈ રહ્યા હોય તેમ કોમ્પ્યુટરનો ડેટા ફ્લો કરી રહ્યો હતો. થોડીવારમાં કોમ્પ્યુટર પર એક નવી સ્ક્રિન ખુલ્લી તેમાં પાર વગરના વ્યક્તીઓના ફોટા એક પછી એક સ્લાઇડ થવા લઈ ગયા. સ્લાઈડીંગની ગતિ એટલી હતી કે તે ફોટો સ્પષ્ટ જોવાની શક્યતા લગભગ નહીંવત હતી આવું ફોટોસેશન પૂર્ણ કર્યા બાદ એક એક્સલ ફાઇલમાં એક સાથે કેટલાય લોકોના નામ, નંબર, ઇ-મેલ આઇડી લખાઇ ગયા. અહાને તો માત્ર એક જ કમાન્ડ આપ્યો અને કોમ્પ્યુટર મદારીની ધૂન પર જ જમુર માફક નાચવા લાગ્યું.

**


"વન... ટુ... થ્રી... અને આ થયો ધમાકો" અહાને ઉત્સાહથી કોમ્પ્યુટરની કી પ્રેસ કરી. તેના ચહેરા પર ખુશી હતી. તેના વર્તનમાં ઉત્સાહ હતો. તે જાણતો હતો કે તેણે શું કર્યું છે. ફેકટરીમાં મોજુદ લોકો એકબીજાની સામે જોઈ રહ્યા હતા.

"આમાં ક્યાં ધમાકો થયો" લાલીયો બોલ્યો. જયદેવે તેને ચૂપ રહેવા ઈશારો કર્યો. પરંતુ ખરેખર ક્યાંય ધમાકો થયો જ નહોતો. ધમાકાનું ચોક્કસ સ્વરૂપ હોવું જરૂરી નથી. તે વિનાશક હોવો જરૂરી છે. તેનો હેતુ ડર પેદા કરવાનો હોય છે. અને ડર શું છે તે હવે ખબર પડશે.


કોમ્પ્યુટર પર એક પછી એક કેટલાય ડેટા સ્ક્રોલ કરી રહ્યા હતા અને થોડીવાર બાદ તે સાવ શાંત થઈ ગયા. એક ડાયલોગ બોક્સ કોમ્પ્યુટરની સ્ક્રીન પર ઉપસ્થિત થયું તેમાં લખ્યું હતું

'યોર ટાસ્ક ઇઝ ડન'

એકાએક રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં ધમાકાની ગુંજ છવાઈ ગઈ. એક એવો ધમાકો જે શોર નથી કરતો પરંતુ અસર કરે છે. રાજ્યમાં ઠેર ઠેર પોલીસ ચોકીમાં લોકો ઉમટ્યા. એકસામટા આટલા બધા લોકોને સાંભળવા અને સમજાવવા માટે માણસો ઓછા પડતા હતા. રાજ્યમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં માણસો પોલીસ સ્ટેશનનો આશરો લેવા માટે આવ્યા હતા. થોડા સમય માટે તો કેટલાય હવાલદારને કશું સમજાયું નહીં. કે અચાનક આ તરણેતરનો મેળો અહીં કેમ ભરાયો? ધીરે-ધીરે તેમને સમજાયું કે આ તમામ લોકો એક જ મુસીબતના માર્યા છે.ચોકીના ફોનની ઘંટડીઓ વાગ્યા કરતી. મોટા ઓફિસરોના પર્સનલ નંબર પર પણ ફોન અને મેસેજનો મારો ચાલુ થઈ ગયો હતો. થોડી જ વારમાં વાત છેક રાજ્યના ખૂણે ખૂણે પ્રસરી ગઈ.લોકો ન્યુઝ ચેનલ જોવામાં મજબૂર થઈ ગયા અને ન્યૂઝ ચેનલને થોડી જ વારમાં મોટી ટીઆરપી મેળવી લેવાનું માધ્યમ મળી ગયું.


ટીવી સ્ક્રીન પર બ્રેકિંગ ન્યૂઝ લખાઈને આવતું અને એક સુંદર ન્યુઝ રિપોર્ટર પોતાના કુદરતી અવાજને વધારે ભારે સ્વરે બોલી રહી હતી.

"રાજ્યમાં ઠેર ઠેર ભયનો માહોલ. દેશના તમામ હાઇપ્રોફાઇલ લોકોના મોબાઈલ અને કોમ્પ્યુટર લગભગ એક સાથે રણકી ઉઠયા છે. તેમના મોબાઇલ સ્ક્રીન અને કોમ્પ્યુટર એક સાથે બ્લીન્ક થયા છે. રાજ્યના તમામ પ્રોફેસર, ડોકટરો, નેતાજી અને ઉદ્યોગપતિઓ સૌ કોઈને એકસાથે બ્લેકમેલ કરતો સંદેશ મળ્યો છે. તેમની સલામતી માટે તેમની પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરી છે અને સૌથી ભયાનક વાત છે કે આ તમામ ખંડણી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઈ છે. દેશભરમાં પોલીસ તંત્ર પર થુથુ થવા લાગી છે. શું કોઈએ મજાક કર્યો છે કે પછી આ સાચે જ હવે રક્ષક જ ભક્ષક બન્યા છે જોતા રહો અમારી સાથે, પોતાની ન્યૂઝ ચેનલનું નામ ગૌરવ સાથે લઈને ન્યૂઝ રિપોર્ટર સ્ક્રીન પર રાજ્યના અલગ અલગ પોલીસ ચોકીની દશા દેખાડી. ફૂટેજમાં પોલીસ તંત્રના કર્મચારીઓ ટેન્શનમાં હતા. લોકો ચોકીની બહાર ઘેરાવો કરીને ઊભા રહી ગયા હતા. ઠેરઠેર અફરાતફરી મચી ગઈ હતી. લોકો ટીવી ચેનલ વારેવારે ફેરવી રહ્યા હતા. જાણે બીજી ચેનલ કંઈક વધારે માહિતી આપી દેશે. પરંતુ દરેક ચેનલ એકનું એક દ્રશ્ય વારે વારે બતાવી રહી હતી અને એક ના એક વાક્યને ફેરવી ફેરવીને ફરીથી બોલી રહી હતી.

અહાને તોપ પર સાઇલેન્સર લગાડીને ફાયર કર્યું હતું. તે શાંતચિત્તે બેસેલો હતો અને રાજ્યભરની નીંદર હરામ થઈ ગઈ હતી. ધમાકાનું કામ ડર પેદા કરવાનું હતું. હવે જોઈએ કોણ શત્રુ પહેલા ગઢની બહાર આવે છે.


"ગો...ગો... ગો..." ફિલ્મી અંદાજમાં કોઈએ પોતાની ટીમને આગળકુંચ કરવાનો ઓર્ડર આપ્યો. ફેકટરીના અડધા તૂટેલા કાચ પર થોડા શેલ અથડાયા. એનાથી કાચના ટુકડાઓ અહી તહીં વિખરાયા. શેલમાંથી ધુમાડાની સેર છૂટી. એકસાથે ૨૦ ૨૫ સ્વાટ કમાન્ડો જેવા લાગતા પોલીસ અધિકારીઓ ફેક્ટરીમાં દાખલ થયા. તે લોકોએ પલક ઝપકતા આખા એરિયાને કબજે કરી લીધો હતો. તેમણે દરેક માણસના માથા પર ગન રાખી દીધી. ધુમાડાના વાદળને છેદતો એક માણસ બહાર આવ્યો. પહેલા તો તેનો એક પગ દેખાયો. તે આવી પરિસ્થિતિમાં પણ સીટી વગાડી રહ્યો હતો. બધાને આતુરતા હતી કે આ વળી કોણ છે? થોડી જ વારમાં તેના હાથ અને તેનું શરીર સ્પષ્ટ દેખાઈ રહ્યું. તેની છાતી પર સ્ટાર હતા. તેણે પોલીસની વર્દી પહેરી હતી. તે અચાનક ધૂમાડામાંથી બહાર આવ્યો અને બોલ્યો

"અહાન મારા મિત્ર..."

અહાને તેની સામું જોયું. તે બીજો કોઇ નહીં પરંતુ અમીત વાઘેલા હતો.


"કેમ તું વારેવારે મને જ મિસ કરે છો" અહાને કટાક્ષમાં કહ્યું.

"તુ જલ્દી ભુલાતો નથી મિત્ર. હવે આ શું કર્યું તે. જો રંગે હાથ પકડાઈ ગયોને?" અમિત બોલ્યો

"તો પકડી બતાવ" અહાન બોલ્યો.

"આખો એરિયા કબજે કરી લીધો છે. બધાને ગિરફ્તાર કરી લો" ટીમમાંથી એક ઓફિસર બોલ્યો

"ના ઓફિસર, આ લોકો માટે સરકાર ઇંધણ થોડું બાળવાનું હોય? અહાન તો બસમાં ચાલ્યો જશે. બહાર તેની સર્વેલન્સ વેન પડી હશે. તેને શોધી લાવો." અમીત વાઘેલાના આદેશથી થોડા સિપાહી વેનની તલાશ માં દોડી ગયા.


"થેંક્યુ વેરી મચ અહાન ફોર જટાયુ" અમિત વાઘેલાએ લેપટોપ ઉપાડ્યું અને અહાનના હાથમાંથી ઝડપી લીધું અમીટની કમર પર લટકતા રેડિયોમાંથી અવાજ આવ્યો

"સાહેબ સંદીગ્ધ વેન મળી ગઈ છે." અમીત વાઘેલા લુચ્ચું હસ્યો. તે કોઈને પણ ગિરફતાર કર્યા વગર પોતાને જે જોઈતું હતું તે લઈને ચાલતો થયો. ફેક્ટરીના દરવાજા પર પહોંચી તે પાછો ફર્યો.


"અહાન બસમાં જતા ફાવશેને ?" અમીત વાઘેલા કોઈપણ પ્રત્યુત્તરની રાહ જોયા વગર ફર્યો અને પોતાનું મિશન સફળ થયું છે તે ભાવનાથી હરખાતો હરખાતો ચાલતો ગયો.

અહીં ફેક્ટરીમાં ધુમાડો ઓછો થયો. પોલીસ ચાલી ગઈ ધુમાડો ઓછો થયો હોવાથી રૂમમાં પ્રકાશ આવવા લાગ્યો. પરંતુ શાંતીકાકા ધબ્બ દઈને જમીન પર બેસી ગયા. તેની આંખોમાં ઉમીદનો સૂરજ આથમી ગયો અને વેદનાનો ધુમાડો તેને ગૂંગળાવવા લાગ્યો.


Rate this content
Log in