BHAVIN JADAV

Romance Fantasy Inspirational

3  

BHAVIN JADAV

Romance Fantasy Inspirational

એક યુગલ આવું પણ - ૨

એક યુગલ આવું પણ - ૨

4 mins
169


(આગળના ભાગમાં આપણે જોયું કે રમેશનો ફોન સરિતા પર આવ્યો ન હોવાથી સરિતા ચિંતામાં પડી જાય છે ને બીજી તરફ સંતાનના આવવાનો પણ સમય થઈ ગયો હોવાથી ગમે તે સમયે સંતાનનો જન્મ થશે.)

હવે આગળ,

સરિતાની ચિંતા વધતી જતી હતી અને તેને ખોટા વિચારો પણ આવતા હતા. એવામાં સમાચાર મળ્યા કે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું. આ સાંભળીને સરિતાના પગ નીચેથી જમીન ખસી જાય છે. તેના પગ પર ઊભું રહેવું હવે શક્ય નહોતું અને તે જ સમયે તેને દુખાવો શરુ થાય છે.

સરિતાએ તેના પાડોશમાં રહેતા કાંતાબેનને બૂમો પાડે છે અને કાંતાબેન તરતજ દોડી આવે છે અને સરિતાની પરિસ્થિતિ જાણીને તેને હોસ્પિટલમાં લઈ જાય છે. હોસ્પિટલમાં પહોચતાની સાથેજ ડોક્ટર પાસે લઈ જાય છે અને ડોક્ટરે તપાસીને કહે છે કે આમને કંઈક આઘાત લાગ્યો છે જેથી તેની અસર તેના આવનાર બાળક પર પણ થઈ શકે છે અને ડોક્ટર સરિતાની સાથે આવેલા કાંતાબેનને સરિતાને આઘાત લાગ્યા પાછળનું કારણ પૂછતાં જવાબમા કાંતાબેન સરીતાના પતિની વાત કરે છે અને આઘાત શેના કારણે લાગ્યો તેની સાચી હકીકત કાંતાબેનને પણ ખબર નથી હોતી તેથી તે સરિતાના પતિનું અનુમાન લગાવીને પતિનું કારણ દર્શાવે છે. એટલે ડોક્ટર આ સાંભળી સરિતાને હોસ્પિટલમાં દાખલ કરવાનું કહે છે.

આમ સરિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જેથી સરિતાને યોગ્ય સારવાર મળી રહે પરંતુ સરિતાના મનમાં હજી સમાચાર જ ઘૂમી રહ્યા હોય છે. સરિતા જાણે પોતાના હૃદયનો એક ધબકારો ચૂકી ગઈ હોય એવો અહેસાસ એના દિલમાં થાય છે. અચાનકજ બા'ર લોબીમાંથી એક સ્ટ્રેચરમા એકદમ ઘાયલ થયેલા વ્યક્તિને લઈ જતા હોય છે ત્યારે સરિતાને એવો અહેસાસ થાય છે કે મારા રમેશને એ સ્ટ્રેચરમા લઈ જઈ રહ્યા છે. તેથી સરિતા બેડ પરથી સફાળી જાગી જાય છે અને રમેશ નામની બુમો પાડવા લાગે છે. ત્યારે કાંતાબેન તેને શાંત કરતા (માથા પર હાથ રાખી) સરિતાને સમજાવે છે કે એ રમેશ નથી તે કોઈ બીજી જ વ્યક્તિ છે. આમ સરિતા રડવા લાગે છે. એ સમય દરમિયાન ડોક્ટર અને નર્સ આવે છે અને કાંતાબેનને બોલાવીને બીજી તરફ લઈ જાય છે.

ડોક્ટર કાંતાબેનને જણાવે છે કે ભારત અને ચીનના સૈનીકો વચ્ચે યુદ્ધ થયું હતું. તેમાં કેટલાક સૈનિકો માર્યા ગયા છે ને કેટલાક સૈનિકો ક્યાં છે તેની ખબર નથી અને સમાચાર મળ્યા છે કે કેટલાક સૈનિકો ખીણમાં પડી ગયા છે. કદાચ આ સમાચાર સરિતાએ પણ સંભાળ્યા હશે જેથી તેને આઘાત લાગ્યો છે એવું મને લાગે છે. આ સાંભળીને કાંતાબેન ડોક્ટરને કઈક વાત કરીને હોસ્પિટલમાંથી બહાર જતા રહે છે.

લગભગ ૩ - ૪ કલાકના સમય પછી કાંતાબેન હોસ્પિટલ આવે છે ને સરિતાના રૂમમાં જાય છે. ત્યાં સરિતાને પ્રસુતાની પીડા વધી જવાથી કાંતાબેન ડોક્ટરને બોલાવા માટે જાય છે ત્યારે ડોક્ટર તપાસવા માટે આવે છે અને કાંતાબેનને કહે છે કે હવે સંતાનનો આવવાનો સમય થઈ ગયો છે માટે તેને પીડા થાય છે. તમે ચિંતા ના કરો અમે લોકો પ્રસૂતાની તૈયારી કરીએ છીએ. આટલું બોલી ડોક્ટર નર્સને પ્રસૂતાની તૈયારી કરવા માટે કહે છે.

કાંતાબેન સરિતાની પાસે જાય છે ને કહે છે કે તું બધી ચિંતા છોડી બધું ભગવાન ઉપર મૂકી દે, હવે તારા જીવનમાં એક નાનું બાળક આવવાનું છે. રમેશ ને જ્યારે આ સમાચાર મળશે તો તે પણ ખુબજ ખુશ થશે ને તરતજ અહીયા આવી જશે. ત્યારબાદ નર્સ સરિતાના ઓપરેશન માટે ઓપરેશન થીએટરમા લઈ જાય છે પરંતુ સરિતાને અસહ્ય પીડા થવા લાગે છે તેનાથી સરખું ચલાતું પણ નથી માટે નર્સ સ્ટ્રેચર લઈને આવે છે ને સરિતાને લઈ જવામાં આવે છે. ત્યારબાદ નર્સ આવીને કાંતાબેનને દવાનો કાગળ આપે છે ને દવા મેડિકલ સ્ટોરમાંથી લાવવાનું કહે છે ત્યારે કાંતાબેન ઝડપથી જાય છે ને બધી દવા લઈને નર્સને આપી જાય છે.

૧.૫ કલાક પછી ડોક્ટર ઓપરેશન રૂમમાંથી બહાર આવે છે ને કાંતાબેનને છોકરો આવ્યો એના સમાચાર આપે છે અને કાંતાબેન આ સમાચાર સાંભળી એકદમ ખુશ થઈ જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે તમારા આશીર્વાદથી બધું સારું થયું. હવે થોડા સમય પછી સરિતા અને તેના બાળકને ઓપરેશન થીએટરમાંથી જયારે બહાર લાવવામાં આવે છે ત્યારે કાંતાબેન લોબીમાં તેઓની રાહ જોતા હોય છે અને તરતજ બહાર આવતાની સાથેજ સરિતાના છોકરાને તેડી લે છે. એ સમય દરમિયાન તેની આંખો એકદમ ભરાય આવે છે અને સરિતાના માથા પર હાથ રાખી બન્નેને આશીર્વાદ આપે છે અને તે ખુશ થાય છે કે સરિતાએ મને પોતાની માતાનો દરજ્જો આપ્યો. સરિતા અને તેના બાળકની તબિયત પણ સારી છે. કાંતાબેન ડોક્ટર ને ઓફિસમાં મળવા જાય છે. થોડા સમય પછી કાંતાબેન ખુશ થતા થતા ઓફિસમાંથી બહાર આવે છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance