BHAVIN JADAV

Romance Inspirational

4.0  

BHAVIN JADAV

Romance Inspirational

એક યુગલ આવું પણ - ૧

એક યુગલ આવું પણ - ૧

2 mins
226


        આ વાર્તા એક કલ્પના છે. આ વાર્તા એક એવા યુગલની છે જેના જીવનમાં બધું સુખ આવે છે. પણ અમૂક લોકો કે જે આ જોઈ નથી શકતા કે આ લોકો પોતાનું જીવન સારી રીતે જીવી શકે. તો જોઈએ આમાં આગળ શું થાય છે.

        ગુજરાતના એક નાનકડા ગામમાં એક યુગલ રહેતું હતું. તેઓના નામ રમેશ અને સરિતા હતા. તેઓ હંમેશા સારા કાર્યો કરે, બધાની મદદ કરે, અને ગામના બધા લોકો કઈ પણ કામ હોય તેની પાસે જતા હતા. બધા તેમને માનથી બોલાવતા. તેઓ ઈશ્વરની પણ સારી એવી ભક્તિ પણ કરતા.

        આમ આ યુગલ ખૂબ જ લાગણીશીલ અને મળતાવડા સ્વભાવનું હતું પરંતુ તેની જિંદગીમાં એક વસ્તુની કમી હતી તે કમી સંતાનની હતી. તેના લગ્ન ને લગભગ ૧૨ વર્ષ થયાં હતાં પરંતુ હજુ સંતાનનું સુખ મળ્યુ નહોતું છતાં પણ તેઓને ઈશ્વર પર ખૂબ જ ભરોસો હતો.

        આખરે એ સારો દિવસ પણ આવ્યો કે સરિતા મા બનવાની હતી અને આજ સમયે રમેશનું બીજા રાજ્યમાં ટ્રાન્સફર થયું. રમેશ આર્મીમાં સૈનિક તરીકે ફરજ બજાવતો હતો પરંતુ આવા સમયે તેને સરિતાને એકલી છોડીને ક્યાંય પણ જવાની જરા પણ ઈચ્છા ન હતી. તે મનમાં ને મનમાં વિચારો કરતા - કરતા આખરે તેની આંખોમાં આંસુ આવી ગયા કે એક તરફ મારો પૂરો દેશ છે અને એક તરફ મારી પત્ની અને આ બંનેને મારી ખુબ જરૂર છે પરંતુ તેને દેશની રક્ષા, દેશ પ્રત્યેની ભાવના અને ફરજ તેને રોકી શકે એમ નહોતી. તેથી એમને જવું પડ્યું. તેને ફરજ માટે ભારત અને ચીનની સરહદ પર મોકલવામાં આવ્યો.

        જોત જોતામાં ૯ મહિના પણ પૂરા થવા આવ્યા અને હવે ગમે તે સમયે સરિતાના કુખે બાળકનો જન્મ થવાનો હતો. આ સમય દરમિયાન સરિતા અને રમેશ દરરોજ ફોન પર વાતો કરતા. તેથી એક દિવસ પણ એવો નહોતો કે વાત ન થઈ શકી હોય. પરંતુ છેલ્લા ૪-૫ દિવસથી રમેશ નો ફોન આવ્યો ન હતો તેથી સરિતા ને પણ ચિંતા થવા લાગી હતી અને બીજી તરફ બાળકના જન્મની ખુશી પણ હતી.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance