એક તુફાન કોરોના
એક તુફાન કોરોના
અત્યારની બીઝી જિંદગીમાં ક્યારેક જ એવું બને કોઈ નોકરી પર ના જાય અને ઘરે બેસે, કેમકે મોંઘવારી પણ એટલી જ છે. ત્યાં આવ્યું કોરોના વેકેશન આ વેકેશન તો ખરેખર એક લડાઈ છે. જે ઘરે બેસી ને લડવાની છે. આમ જોવા જઇયે તો કોરોના વેકેશનના કેટલાક ફાયદા થયાં તો ક્યાંક આપડા પરમ પૂજ્ય નરેન્દ્રભાઈ મોદી રડાવી પણ દીધા, ફાયદા જોઇએ તો એમ છે. કે :
કાલ સુધી હોસ્ટેલાઈટ્સ જે વેકેશન ની રાહ જોતા તે આજે મમ્મી ના હાથ નું જ્મવાનું જમે છે.
ક્યારેક પત્ની ને ટાઈમ ન આપનાર પતિ હવે 24કલાક પોતાની પત્ની સાથે હોય છે.
ઘર થી ભાગી જનારા યુવકો આજે શાંતિથી ઘરમાં બેઠા છે.
ક્યાંક મમ્મી પપ્પા ને અઠવાડિયા માં એક વાર મળનારાઓ હવે એમની વાતો સાંભળે છે.
ક્યારેક બજાર થેલી લઇ ને જવા વારી દીકરી આજે કાલે કઈ નઈ મળે એની ચિંતા માં જાય છે.
કાલ સુંધી બ્રાન્ડેડ કપડાં નો શોખ રાખવાવાળો દીકરો આજ ઘણા સમય પછી મમ્મી એ બનાવેલું સ્વેટર કાઢી ને જુવે છે.
ઘણા 2વર્ષ થી વાત ના કરવા વાળા સબંધી આજે કંટારી ને વિડિઓકોલ પર વાત કરે છે.
વિદેશ ની રટ લગાવેલા આજે ભારત પાછા આવી રહ્યા છે.
સિટી નો શોખ કરવા વાળા આજે પોતાના ગામડે જય રહ્યા છે.
અને આમ સબંધો સુધરી રહ્યા છે. ત્યાં બીજી બાજુ વિશ્વ ની હાલત એટલી ખરાબ છે.
બચવાના ઉપાયો શોધી રહ્યા એ વૈજ્ઞાનિકો, બચાવી રહેલા એ ડૉક્ટરસ, અને હોસ્પિટલ સ્ટાફ, પોલીસ, નિ:સ્વાર્થ ભાવે કામ કરી રહી છે.,
એક નાનકડો વાયરસ જે નરી આંખે જોય પણ ના શકાય તેણે પંછીઓ ને આઝાદ અને આપણને કેદ કરી દીધા છે. મંદિર, મસ્જિદ, ચર્ચ બંધ છે. ત્યાં ભગવાન હવે આ સંકટ માં સાથ આપી રહેલા કર્તા ઓ માં બિરાજમાન છે. શાંતિથી સુઈ રહ્યા આપડે ઘરે ત્યાં લોકો નો બચાવ કરવામાં એ લોકો બીઝી છે.
તો અત્યારે લોકો નું કેહવું છે. કે હવે અંત આવી જશે પણ કદાચ કુદરત નો આ રચ્યો ખેલ પૂરો થતા માણસાઈ આવી જાયે
આ તો દુઃખ નો સમય થઈ જશે પર બસ તું એકવાર વિશ્વાસ કર પ્રભુ પર આ વાયરસ કોરોના છે. વારંવાર થતા ધરતી પર ના પાપો કરોના છે.
આ તો ફક્ત એક સબક છે. આ સમય પણ ખરાબ સપનું બની રહી જશે આ કોરોના પણ જતો રહેશે.
જય હિન્દ