અજાણી મુલાકાત
અજાણી મુલાકાત
અમુક સબંધનું ક્યારેય કોઈ ભવિષ્ય નથી હોતું છતાં વ્યક્તિ ગમવા લાગે છે વાતો ગમવા લાગે છે, એ મુલાકાતો બસ ફરી ફરિયાદ બનવા લાગે છે. 11th માં જ્યાં હું બસની રાહ જોઈ થાકીને હારીને બસ માં ગઈ, ત્યાં એક દીદી પાસે એક વ્યક્તિની બેસવાની જગ્યા ખાલી હતી, ત્યાં મેં એમને નમ્રતાથી પૂછ્યું કે અહીંયા કોઈ આવે છે? એમને મને જવાબમાં કહ્યું- ના અને બાજુમાં મને બેસવાનું કહયું. આમ, હું થાકેલી હતી તો મને ઘરે જવાની ખુબ ઉતાવળ હતી. ત્યાં બસ ઉપાડતા મારાં મોથી હાશ ! નીકળી ગયું, ત્યાં જ એ દીદી મને હસતા પૂછ્યું કે ક્યાં અભ્યાસ કરું છું અને આમ, અમારી વાતો ચાલુ થઇ.
પણ મને મજા આવવા લાગી હતી એમની વાતો સાંભળવાની અને જેવા અમે એકબીજાને ઓળખી લીધા ત્યાં મારું સ્ટેશન આવી ગયું પણ મારી એમની સાથેની થયેલી આ મુલાકાત મારી લાઈફમાં થયેલી કોઈ અજાણી વ્યક્તિ સાથે થયેલી સૌથી સુંદર હતી અને આમ, મારે ઉભા થતા સાથે એ બોલ્યા, બેસ્ટ ઓફ લક ડિયર ફોર યોર લાઈફ અને આમ આ અમારી પહેલી ને છેલ્લી મુલાકાત હતી. જે મને આજે પણ યાદ છે પણ એ દીદી કોણ હતા ક્યાંથી હતા નથી ખબર. બસ આમ, મારી અને એ દીદી વચ્ચે એ 15 મિનિટ નો જ સબંધ હતો.