એક સપનું
એક સપનું
હું એક શાળે એ જાઉં અને ઘરે આવું. એક દિવસ હું રાત્રે સૂતી હતી. અચાનક મને એક સ્વપ્ન આવ્યું કે મારા ગામમાં પહેલા તો ચાર બાજુ ખીલખીલાટ હતો પણ પછી તેની જગ્યાએ ખામોશી છવાઈ ગઈ.
ગામમાં શાળા, કોલેજ, દૂકાનો પણ બંદ થઈ ગઈ અને કોઈ ને પણ ઘરની બહાર જવા ના મળે અને આવા કઠિન અને મુશ્કેલ સમયમાં મારી બેગ જે હું રોજ શાળાએ લઈને જતી તે બેગ મને કહેવા લાગી કે મુશ્કેલીનો સામનો કરવો એ મનુષ્યનું પહેલું કર્તવ્ય છે. અને જો તે બોધ મારા જીવનમાં ઉતાર્યો અને થોડા મહિના પછી મારી શાળા ફરી ગુંજવા લાગી, મારુ ગામ માણસોના ગણગણાટથી ખીલવા લાગ્યું અને હું જ્યારે શાળામાં ગઈ ત્યારે મેં સૌને આ બોધ આપ્યો.
