દોસ્તી
દોસ્તી


રોજ બરોજના જીવનમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ વ્યક્તિ સાથે ટકરાવાનું એટલે કે કામ પારપડવા બીજાની જરૂર કે બીજી વ્યક્તિ સાથે કામ કરવું પડે છે. પછી એ સાથે કામ કરનાર છોકરો કે છોકરી હોય શકે છે.
જયારે બે છોકરા કે બે છોકરીઓ સાથે બેસ્ટકામ કરે તો કોઈ તકલીફ થતી નથી. પણ એ જ કામ એક છોકરો કે એક છોકરી સાથે મળીને કરે તો સારું સેટિંગ ગણાય છે. આ એટલું સારું સેટિંગગણાય છે કે બંનેના હેલ્ધી ફેમીલી તોડી નાખે છે પણ અહી સમજદાર દોસ્તી અને સમજદાર વ્યક્તિની વાત કરવી છે.
માનો કે કોઈ એક કંપનીમાં એક સુંદર છોકરી અને એક છોકરો સાથે મળીને કહેવાતું બેસ્ટ વર્ક કરે છે. બોસને આ માટે કોઈ શિકાયત નથી તે બંનેના કામની પ્રશંસા કરે છે. થોડા દિવસ પછી એક પંચાતીયો બોસને કહે છે,
'બોસ આ બંને સાથે કામ આટલું સારું, સાથે રહેવા માટે કરે છે. બંને વચ્ચે અફેર છે. આપણી કંપનીનું નામ આવા લોકોથી બદનામ થઈ શકે છે આ વાતની ખબર બધાને છે.;
થોડા દિવસ પછી અર્પિતાની પોસ્ટ ચેન્જ થાય છે. આનાથી બંનેમાંથી કોઈ સવાલ કરતું નથી અજય પણ કોઈ કારણ માની લે છે. બંને પોત પોતાની જગ્યા એ પાછા સેટ થઈ જાય છે.
પણ, થોડા મહિનામાં જ અજયની સાથે રહેલી બીજી છોકરી પોતાના કામમાં સેટ ન થવાથી કંપનીને નુકસાન થાય છે. થોડો સમય જતા બોસને નિકેતની ચાલ સમજાય છે કે તે અર્પિતા સાથે રહેવા ઈચ્છે છે પણ અર્પિતા તો.... બોસ હકીકત જાણી અર્પિતાની post પાછી અજયની સાથે કરે છે.
ત્યારે અર્પિતા કહે છે, 'સર હું રિઝાઈન કરું છું મને સરકારી જોબ મળી ગઈ છે. જો તમે આમ કોઈની વાતોમાં આવી આવું કરતા રહ્યા તો કંપની ખોટમાં જશે તેની ભરપાઈ નિકેત નહિ કરે. બીજું સર મારી સગાઈ થઈ ગયેલી છે અને હું ને અજય સારા દોસ્ત છીએ એ તેને ખબર છે. આ જગ્યા એ અર્પિતાનો ફિયાન્સ અગર માનો કે સમજદાર ન હોય તો શું થાય ? અને અજય તો મેરિડ છે અગર તેની પત્ની સામે આવી ગેરવ્યાજબી વાત મોકવામાં આવે તો અજયની લાઈફનું શું થાય ?.
અગર બંને ના સંબંધ નેવે ચડે તો પછી બંનેનું શું થાય ? અગર બંને સંબંધ પાછળથી જોડે તો પેલા જે સંબંધો તૂટ્યા તે લોકો શું વિચારે ?