Vishnu Desai

Inspirational Romance Tragedy

2.5  

Vishnu Desai

Inspirational Romance Tragedy

દોસ્તાના

દોસ્તાના

16 mins
15K


“ના પહેલાં તું મને તારા પ્રિયપાત્રનો ફોટો બતાવ પછી જ હું મારા પ્રિયપાત્રનો ફોટો તને બતાવીશ.”

“ના, મે કહ્યુંને, પહેલાં તું મને તારા પ્રિયપાત્રનો ફોટો બતાવ પછી જ હું બતાવીશ.”

“જો મયંક, જિદ્દ ના કર, પહેલાં તું બતાવ”

“ના રાજન મે કહ્યુંને, પહેલાં તું બતાવ”

મહેસાણાના બિલાડીબાગમાં થતો આ સંવાદ બે મિત્રો વચ્ચેનો છે. આજે બંને જણ અહીં બાગમાં મળ્યાં તે પહેલાં બંને મિત્રોએ ફોન પર પ્રોમીસ કર્યું હતું કે, આજે તેઓ બંનેજણ એકબીજાને પોતે જેમના પ્રેમમાં છે તેવા પોતપોતાના પ્રિયપાત્રનો ફોટો એકબીજાને બતાવશે. અને અત્યારે બિલાડીબાગમાં પહેલાં કોણ ફોટો બતાવે તે બાબતને લઈને બંને મિત્રો વચ્ચે મીઠી તકરાર ચાલી રહી હતી.

છેવટે રાજને નમતું આપ્યું, “ઓકે ઠીક છે, ઠીક છે. પહેલાં હું ફોટો બતાવું છું. પણ એ પહેલાં તું પ્રોમીસ કર કે, તું કોઈને કહીશ નહિ. અને કદાચ એ પાત્રને તું ઓળખતો હોય તો પણ નહિ કહે.” મયંકે શરત કબુલ રાખી, “ઓકે હું પ્રોમીસ કરું છું” મયંકે પ્રોમીસ આપ્યું પછી રાજને પોતાના વોલેટમાંથી એક ફોટો કાઢીને મયંકના હાથમાં મુક્યો. પણ ફોટો જોતા જ મયંકના ચહેરાનો રંગ ઉડી ગયો. પણ પોતાના મનનો આ ભાવ સેકન્ડના સોમાં ભાગ જેટલો સમય જ પોતાના ચહેરા પર રહેવા દીધો. રાજન પોતાના મનનો ભાવ તેના ચહેરા પર જાણે તે પહેલાં તેણે પોતાની જાતને સંભાળી લીધી. અને હસતાં હસતાં બોલ્યો, “અરે વાહ રાજન, તુતો છુપા રૂસ્તમ નીકળ્યો. આજ સુધી મને ખબર જ ન પાડવા દીધી કે તું પ્રતીક્ષાને ચાહે છે. કમાલ કરી નાંખી.”

હવે ફોટો બતાવનો મયંકનો વારો હતો. ”હવે તું મને તારા પ્રિયપાત્રનો ફોટો બતાવ” રાજને જિદ્દ ઉપાડી. શરૂઆતમાં તો મયંકે આનાકાની કરી, પણ છેવટે તેને રાજનની જીદ્દને વશ થવું જ પડ્યું. પછી મયંકે પોતાના વોલેટમાંથી એક ફોટો કાઢી રાજનના હાથમાં મુક્યો અને જોરથી હસવા લાગ્યો. ”આ છે મારું પ્રિયપાત્ર” ફોટો જોઈને રાજન ચિડાયો, “બદમાશ મશ્કરી કરે છે !” એ ફોટો ફિલ્મસ્ટાર કેટરીના કેફનો હતો. થોડીવાર ગપ્પા મારી બંને મિત્રો છૂટા પાડ્યા ત્યારે રાજને મયંકને કહ્યું, “પ્લીઝ મયંક, તું અત્યારે પ્રતીક્ષાને કશું કહીશ નહિ. સમય આવશે ત્યારે હું જ તેને મારા મનની વાત કરીશ” મયંકે ઓકે કહ્યુંને બંને છૂટા પાડ્યા.

રાજન, મયંક અને પ્રતિક્ષા આમતો બાળપણના મિત્રો હતાં. બાળપણથી લઈને આજ સુધી તેઓ સાથે જ રહ્યાં હતાં. ત્રણેયજણ એક જ સોસાયટીમાં રહેતા હતાં. કે.જી.થી શરુ કરીને પ્રાથમિક, માધ્યમિક અને આજે કોલેજ સુધીના અભ્યાસમાં તેઓ સાથે જ રહ્યા હતાં. આજે ત્રણેય જણ એક જ કોલેજમાં છેલ્લા વરસમાં આભ્યાસ કરતાં હતાં. ત્રણેય વચ્ચે ગાઢ મિત્રતા હતી. કોલેજ હોય કે બજાર-સિનેમા ત્રણેય સાથે જ હોય. અત્યાર સુધી તેમની જિંદગી મોજ-મસ્તી અને હસી મજાકમાં જ પસાર થઈ હતી. પણ કોઈ શાયરે ગયું છે ને, “દોસ્તી ઇમ્તિહાન લેતી હે, જિંદગી ઇમ્તિહાન લેતી હે” તેમ આ ત્રણેયની જિંદગીમાં પણ કોલેજની પરીક્ષાની સાથે જીવનની અને મિત્રતાની પરીક્ષાના દિવસો આવી રહ્યાં હતાં.

મયંક રાજનથી છુટો પડી ઘરે જવા નીકળ્યો. પણ તેનું મન ઉદાસ હતું. રાજનના ગયા પછી તે પોતાની જાત સાથે વાત કરવા લાગ્યો. “રાજન તે આ શું કર્યું ! જેનો ફોટો હું તને બતાવાનો હતો તેનો જ ફોટો તે મને બતાવી દીધો.” એમ કહીને તેણે પોતાના વોલેટમાં કેટરીના કેફના ફોટાની પાછળ છુપાવી રાખેલો પ્રતીક્ષાનો ફોટો બહાર કાઢ્યો અને તેણે જોઈ રહ્યો. પરિસ્થિતી એ હતી કે મયંક પણ પ્રતીક્ષાને જ ચાહવા લાગ્યો હતો. પણ બંનેમાંથી કોઈએ પ્રતિક્ષા આગળ પોતાના મનની વાત કરી ન હતી. વળી પ્રતીક્ષાના મનમાં શું હતું ! એતો હજી આ બેમાંથી કોઈ જાણતું જ ન હતું. મયંકે જાણી જોઈને રાજન આગળ પોતાના મનની વાત છુપાવી હતી.

રાતના બે વાગ્યા હતાં. મયંક કે રાજન બંનેમાંથી એકેયને ઊંઘ આવતી ન હતી. મયંક પ્રતીક્ષાને ખોઈ બેસવાની ચિંતામાં જાગતો હતો તો રાજન પ્રતીક્ષા ને પોતાના મનની વાત કેમ કરવી તે વિચારમાં પડખાં ફેરવતો હતો. ત્રણેયમાં એક માત્ર પ્રતિક્ષા જ હતી જે નિરાંતે સુતી હતી. કારણકે તેનો મનસુબો તો સાફ જ હતો કે તે રાજનને જ ચાહે છે. અને રાજનની કેટલીક હરકતો પરથી તે પણ જાણીચુકી હતી કે રાજન પણ તેને જ ચાહે છે. બસ તે રાહ જોઈ રહી હતી કે, ક્યારે રાજનની ધીરજ ખૂટે અને તે પ્રતીક્ષાને પ્રપોઝ કરે. આ બાજુ મયંક વિચારતો હતો કે, જો ગમે તેમ કરીને રાજનને પ્રતીક્ષાની નજરમાંથી ઉતારી શકે તો પોતે પ્રતીક્ષાની નજરમાં સ્થાન પામી શકે. એટલે તેણે રાજનને પ્રતીક્ષાની નજરમાંથી ઉતારવાની એક યોજના બનાવી તે સુઈ ગયો. બીજી બાજુ રાજને પ્રતીક્ષાને પોતાના મનની વાત કહેવાની તરકીબ વિચારી લીધી અને તેની મીઠી કલ્પનાઓ કરતો સુઈ ગયો.

બીજા દિવસે સવારે ત્રણેય મિત્રો કોલેજમાં મળ્યા. રાજનનો ક્લાસ ચાલુ હતો એટલે તે લેક્ચરમાં હતો. જયારે મયંક અને પ્રતીક્ષાને ફ્રી તાસ હોવાથી કોલેજ કેમ્પસમાં બાંકડા પર બેઠા હતાં. મયંકને પોતાનો પ્લાન અમલમાં મુકવાનો આ શ્રેષ્ટ મોકો લાગ્યો. તેણે પ્રતીક્ષાને કહ્યું, “પ્રતિક્ષા મારે તને એક વાત કરવી છે.” “હાં બોલને, શું કહેવું છે” પ્રતીક્ષાએ પૂછ્યું. મયંકે આગળ ચલાવ્યું, “પ્રતિક્ષા મને આ વાત કહેતા ખુબ દુખ થાય છે, પણ શું કરું, તારાથી છુપાવાનું મારું મન માનતું નથી. કેમકે આ તારી ઇમેજનો સવાલ છે.” પ્રતિક્ષા ગંભીર થઈ “કેમ શું વાત છે ?” મયંકને પોતાની વાત જામતી લાગી. તેણે આગળ ચલાવ્યું, “રાજનને તું તારો મિત્ર મને છે, પણ એ મિત્ર થઈને તારી ઈમેજને નુકસાન પહોચાડે છે. તે બધાની આગળ તું અને રાજન એકબીજાના પ્રેમમાં છો એવી વાતો ફેલાવે છે.” આટલું કહી મયંકે પ્રતિક્ષા સામે જોયું. તેણે થયું કે હમણા પ્રતિક્ષા ગુસ્સે થશે.પણ એવું કશું ના બન્યું. ઉલટાની પ્રતિક્ષા આ બધું સાંભળીને ખુશીથી ઝૂમી જ ઊઠી. “શું વાત કરે છે મયંક ! ખરેખર રાજન મને ચાહવાની વાત કરે છે ? આ તો મારા માટે અત્યંત ખુશીણી વાત છે. હું આ જ ક્ષણની તો રાહ જોતી હતી. હું પણ રાજનને ચાહું છું. બસ એ પહેલ કરે તેની જ રાહ જોતી હતી. એટલું કહીને પ્રતિક્ષા રાજનના ક્લાસ તરફ દોડી ગઈ. મયંકની બાજી સાવ ઉંધી પડી. તેની આ યોજના ઉલટાની રાજન માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. આ બાજુ પોતાનો ક્લાસ પુરો થતાં રાજન પ્રતીક્ષાને પોતાના મનની વાત કહેવાની યોજના સાથે બહાર આવ્યો. ત્યારે પ્રતિક્ષા સામેથી આવીને તેને વળગી પડી. અને કહેવા લાગી, “વાહ રે મારા રાજકુમાર આખરે તે હિંમત કરી ખરા, આઈ લવ યુ ટૂ” રાજનના આશ્ચર્યનો પાર ના રહ્યો. તેને પોતાના મનની વાત કહેવાની જરૂર જ ના પડી. તેની ખુશીનો પણ પાર ના રહ્યો. તેને લાગ્યું કે મિત્ર મયંકે મારા મનની વાત જાણીને પ્રતીક્ષાને કહી દીધી છે. તે મનોમન મયંકનો આભાર માનવા લાગ્યો.

ધીમે ધીમે વાત રાજન અને પ્રતીક્ષાના પરિવાર સુધી પહોંચી. રાજન આર્થિક રીતે સુખી પરિવારમાંથી આવતો હતો. પણ તેણે નાનપણમાં જ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. પણ તેના પિતા તેના માટે અઢળક સંપત્તિ વરસમાં મૂકી ગયા હતાં. તેના કુટુંબના દુરના એક કાકાએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. પણ હવે રાજન પુખ્ત થતાં તે તેની સંપત્તિ રાજનને સોંપી ગામડે ચાલ્યા ગયા હતાં. પ્રતિક્ષા આર્થિક રીતે માધ્યમ વર્ગમાંથી આવતી હતી. તેના માતા-પિતાને રાજન સાથેના તેના સબંધથી કોઈ વાંધો પણ ન હતો. જયારે મયંકનો પરિવાર પણ એક ખાતો-પીતો સુખી પરિવાર હતો. તેના પિતા દેવાંગભાઈ ડોક્ટર હતાં. ત્રણેય પરિવાર વર્ષોથી એકબીજાના પડોશમાં રહેતા હત. એટલે એકમેકથી પરિચિત હતાં. પ્રતિક્ષા અને રાજન હવે તેમના અભ્યાસનું વરસપૂરું થવાની રાહ જોતા હતાં. એ પછી એમનો સુખી સંસાર શરુ થવાનો હતો. જયારે માત્ર મયંક પ્રતીક્ષાને ન પામી શક્યાના ગમમાં માંડ દીવસો કાઢતો હતો.

એકદિવસ ઘણાં દિવસ થવા છતાં રાજન કોલેજ ના આવ્યો. ત્યારે પ્રતીક્ષાને ચિંતા થવા લાગી. તે મયંકને સાથે લઈને રાજનના ઘરે ગઈ. ત્યાં જઈને જોયું તો રાજનને સખત તાવ આવેલો હતો. તેનું શરીર લોઢાની જેમ તપતું હતું. તે અશક્તિ અનુભવતો હતો. મયંક પ્રતિક્ષા સાથે રાજનને તેના પિતા ડૉ.દેવાંગભાઈ પાસે લઇ ગયા. મયંકના પિતાએ રાજનની સારવાર શરુ કરી. તેને થોડીક દવાઓ આપી અને લોહીટેસ્ટ માટે થોડું સેમ્પલ લીધું અને કહ્યું, “સાંજે રીપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે શું તકલીફ છે.” પછી મયંક અને પ્રતિક્ષા રાજનને લઈને નીચે ઉતર્યા. અચાનક કંઇક યાદ આવતાં મયંક પાછો ઉપર પોતાના પિતાને મળવા ગયો. રાજન અને પ્રતીક્ષાને લાગ્યું કે મયંક રાજન માટે પોતાના પિતાને કંઇક ભલામણ કરવા ગયો હશે. થોડીવાર પછી મયંક પાછો આવ્યો પછી ત્રણેય જણા ઘરે જાવા માટે નીકળ્યા. મયંક પણ તે દિવસે કોલેજ ન ગયો અને રાજન પાસે તેના ઘરે જ રોકાયો. પ્રતિક્ષા તેને ઘરે ગઈ. સાંજનો સમય થતાં મયંક અને રાજન બ્લડરીપોર્ટ લેવા માટે દવાખાને ગયા. મયંકે રીપોર્ટ લીધો. રાજાને પૂછ્યું, “શું રીપોર્ટ છે અંકલ ?” ડૉ. દેવાંગભાઈનો ચહેરો ગંભીર હતો. તે મયંક સામે જોવા લાગ્યા. મયંકે પણ આશ્ચર્યથી પૂછ્યું, “શું વાત છે પપ્પા ? તમે આટલા બધાં ગંભીર કેમ છો ?” દેવાંગભાઈ રાજનની પાસે આવ્યા. તેના ખભા પર હાથ મુકતા કહ્યું, “શું કહું બેટા ? કહેતા જીભ જ નથી ઉપડતી ! પણ તને એચ.આઈ.વી. પોઝીટીવ છે. તને એઇડ્સના લક્ષણો છે, એક એવો રોગ જેની આજ સુધી કોઈ સારવાર શોધાઈ નથી” આ સાંભળીને રાજનને વીજળીનો ઝાટકો લાગ્યો. તે રડવા જેવો થઈ ગયો. મયંક અને દેવાંગભાઈએ તેને ધીરજ આપી અને હિંમત રાખવા કહ્યું.થોડીવાર પછી બંનેજણ ઘરે જાવા નીકળ્યા. મયંક રાજનને તેના ઘરે મૂકી પોતાને ઘરે જવા નીકળ્યો. રાજને મયંકને પ્રતીક્ષાને હમણાં કશું નહિ કહેવા સમજાવ્યું.

રાત પડી. રાજનને આખી રાત ઊંઘ ન આવી. તેના મનમાં વિચારોના આનેક વમળો ઉઠ્યો. તેણે પોતાના જીવનની કરુણતા પર રડવું આવી ગયું. પછી તેણે ઘણો વિચાર કર્યા બાદ મનમાં એક નિર્ણય કર્યો. જેમ તેમ કરીને તેણે રાત કાઢી. સવાર પડતાં તેણે મયંકને પોતાના ઘરે બોલાવ્યો. પોતાની બાજુમાં બેસાડી કહ્યું, ‘મયંક તું મારો શ્રેષ્ઠ મિત્ર છે. મને મારા મૃત્યુની ચિંતા નથી પણ પ્રતીક્ષાના જીવનની ચિંતા છે. હું પ્રતીક્ષાથી મારી બીમારીની વાત છુપાવી, તેની સાથે લગ્ન કરી તેની જિંદગી બરબાદ કરવા નથી માંગતો. મે આખી રાત વિચાર કર્યો છે. મને હવે એક જ રસ્તો દેખાય છે. કે જેમાં પ્રતીક્ષાની ખુશી છે. અને તે છે, તારા અને પ્રતીક્ષાના લગ્ન.’ રાજનની વાત સાંભળી મયંક એકદમ ઉભો જ થઈ ગયો. ‘ના ના રાજન, પ્રતીક્ષા તારો પ્રેમ છે. મારાથી તો આવું વિચારાય પણ નહિ. આ શક્ય નથી.’ રાજાને તેનો હાથ પકડી તેણે ફરી પોતાની પાસે બેસાડ્યો. તું ક્યાં પ્રતીક્ષાને મારાથી છીનવે છે, હું જાતે જ તેની ખુશી માટે તને સોંપું છું. કારણકે મને ખબર છે પ્રતીક્ષાને તારાથી વધારે સુખી બીજું કોઈ નહિ રાખી શકે.’. થોડીવાર આ બાબતે બંને વચે રકઝક થઈ. છેવટે મયંકે કહ્યું, ‘તારી ખુશી માટે અને સંતોષ માટે હું મારા દિલ પર પથ્થર મુકીને આ કરીશ. પણ પ્રતીક્ષા આ વાત માટે ક્યારેય તૈયાર નહિ થાય.’ રાજને કહ્યું, ‘એ પણ થશે. મારો પ્રેમ જ તેણે એમ કરવા મજબૂર કરશે.’ આટલી ચર્ચા પછી બંને છૂટા પડ્યા.

ત્યાંથી ગયા પછી મયંક પ્રતીક્ષાને મળ્યો અને રાજનના રીપોર્ટની સઘળી વાત તેણે કહી. થોડીવાર પછી પ્રતીક્ષા રાજનને મળવા આવી. તેણે રાજનને સમજાવતા કહ્યું, ‘તું ચિંતા ન કર રાજન. શક્ય છે મયંકના પિતાજીથી રીપોર્ટમાં કોઈ ભૂલ થઈ હોય. આપણે બીજા કોઈ ડોક્ટર પાસે એકવાર રીપોર્ટ કર્રાવીએ.’ પ્રતીક્ષા રાજનને લઈને બીજા ડોક્ટર પાસે ગઈ, પણ ત્યાં પણ એ જ નિદાન આવ્યું. કે રાજનને એચ.આઈ.વી. પોઝીટીવ છે. દવાખનેથી પાછા ફરતા રસ્તામાં રાજનના આગ્રહથી બંને જણ રાધનપુર ચોકડી પાસેના સ્વામીનારાયણ મંદિરમાં થોડીવાર બેઠા. રાજને પ્રતીક્ષાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, ‘પ્રતિક્ષા આજે હું તારી પાસે એક વચન માંગું છું, આપીશ ?’ પ્રતીક્ષાએ કહ્યું, ‘કેવું વચન ? રાજાને કહ્યું, ‘પહેલા પ્રોમીસ કર કે હું જેમ કહીશ તેમ તું કરીશ, મારી ખુશી માટે.’ પ્રતીક્ષાએ કહ્યું, ‘રાજન તારી ખુશી માટે તો હું મારો જીવ પણ આપી દઉં.’ રાજાને કહ્યું, ‘તો વચન આપ કે જો મને કંઈ થઈ જાય તો તું મયંક સાથે લગ્ન કરી લઈશ. આજ મારી છેલ્લી ઇચ્છ છે.’ આ સાંભળીને પ્રતીક્ષા ઉભી થઈ ગઈ. ‘ આ તું શું ગાંડા જેવી વાતો કરે છે.. મયંકે પણ મને બધી વાત કરી છે. પણ એ બધું ક્યારેય શક્ય નથી. અને તને કશું થવાનું નથી. કેમ આવી વાતો કરે છે તું.” થોડીવાર ત્યાં બેઠા પછી બંને ઘરે પાછા ગયા.

આમને આમ મહિના જેટલો સમય પસ્સાર થયો. રાજને ખુબ વિચાર કરીને એક નિર્ણય લીધો. તેણે પોતાની બધી સંપત્તિ વેચીને તે નાણાની બેન્કમાં વીસ વરસ માટેની એક એફ.ડી. કરવી દીધી. એક દિવસ તે સવારે વહેલા ઉઠ્યો. આખા ઘરમાં ફરી ખૂણે ખૂણે એક નજર નાંખી. પછી કપડા ભરેલી એક બેગ હાથમાં લીધી અને ઘરને તાળું વાસીને કોઈને પણ કહ્યા વગર ત્યાંથી નીકળી ગયો. તે ક્યાં જતો હતો તેની તેણે ખુદને પણ ખબર નહતી.

આ બાજુ ઘણાં દીવસો સુધી રાજનને ન જોતા પ્રતીક્ષાને ચિંતા થવા લાગી. તેણે ખરાબ વિચારો આવવા લાગ્યા. તે વારંવાર રાજનના ઘરે જઈ તપાસ કરતી પણ કોઈ મળતું નહિ. ઘરને હંમેશા એક તાળું લટકતું રહેતું. એક દિવસ વળી પછી પ્રતીક્ષા રાજનને ઘરે ગઈ. ત્યાં જઈને જોયું તો ઘરનું તાળું ખુલું હતું. તેના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. તેણે રાજનના ઘરમાં જઈને તપાસ કરી. ઘર તો ખુલ્લું હતું, પણ રાજન ઘરમાં ન હતો. ત્યાં કોઈ નવા અપરિચિત લોકો જ જોવા મળ્યા. તેમણે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેઓ આ ઘરના નવા માલિક હતાં. થોડાક દિવસ પહેલાં રાજને આ ઘર તેમેને વેચી દીધું હતું. પ્રતીક્ષાને આઘાત લાગ્યો. દિવસો પર દિવસો વિતતા ગયા. અઠવાડિયા અને મહિના વીતી ગયા પણ રાજનનો કોઈ પત્તો ન લાગ્યો કે કોઈ સમાચાર ના આવ્યા. પ્રતીક્ષા રડી રડીને બેહાલ બની ગઈ. રાજન તેણે કહ્યા વગર આમ ચાલ્યો ગયો એ તેણે માન્યામાં આવતું નહતું.

આમને આમ એક વરસ પસાર થઈ ગયું. ન રાજન આવ્યો, ના એના કોઈ સમાચાર આવ્યા. પ્રતિક્ષા રાજનની પ્રતીક્ષા જ કરતી રહી. તેના માતા પિતાએ તેણે સમજવાના અનેક પ્રયત્નો કર્યા, પણ તે બધાં વ્યર્થ ગયા. આમને આમ ચાર વરસ પસાર થઈ ગયા. છેવટે પ્રતીક્ષાના માતા-પિતાએ તેણે સમજાવી, ‘બેટા આમ ક્યાં સુધી તેની રાહ જોઈશ. શું ખબર તે હવે આ દુનિયામાં છે પણ કે નહિ. આટલા દર્દ સાથે તે કદાચ જીવિત પણ રહી શક્યો હશે કે કેમ ! શું તું નથી ઇચ્છતી કે તેના આત્માને શાંતિ મળે. એનો આત્મા તારી આસપાસ જ ભટકતો હશે. તને ખબર છે નેકે તેની અંતિમ ઈચ્છા શું હતી. તારા અને મયંકના લગ્ન.માટે માની જા બેટા તારા સુખ માટે નહિ તો રાજનના આત્માના સુખ માટે વિચાર કર.’ છેવટે પ્રતીક્ષાએ સ્વીકારી લીધું કે રાજન હવે આ દુનિયામાં નથી રહ્યો. તેણે રાજન સાથેની છેલ્લી મુલાકાત અયાદ આવી. અને રાજાને તેની પાસે માંગેલું વચન યાદ આવ્યું. આખરે તે મનને મારીને મયંક સાથે લગ્ન કરવા તૈયાર થઈ. પ્રતીક્ષાની ઇચ્છાથી મયંક અને પ્રતિક્ષાએ કોઈ ધૂમધામ વગર ખુબ સાદગીથી લગ્ન કર્યા. પરણ્યાની પહેલી રાતે પ્રતીક્ષાએ મયંકને કહ્યું, ‘મયંક, આપણા લગ્ન એ એક સમજુતી છે. આપણા મિત્રની આત્મની શાંતિ માટે. આજની રાત આપણે સાથે બેસી રાજનના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશું. એ જ આપની તેણે શ્રદ્ધાંજલિ હશે.’ તે રાત બંને જણ એક જ પથારીમાં સુતા રહીને પણ પ્રતીક્ષાની ઈચ્છાને લીધે એક ન થયા. તેમણે રાજનની યાદમાં પોતાની સુહાગ રાતની કુરબાની આપી. ધીમે ધીમે સમય વીતતો ગયો. રાજનનું અસ્તિત્વ સમયના વમળોમાં ઢંકાતું ગયું.

વીસ વરસ પછી . . .

આસો મહિનાના દીવસો ચાલતા હતા. હજી હમાણા જ નવરાત્રી પુરી થઈ હતી. તેની રમઝટના સૂર લોકોના કાનમાં ગુંજી રહ્યા હતાં. શીવ-સત્ય સોસયીના રહીશોએ એક સત્સંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પાંડેચરીના અરવિંદ આશ્રમમાંથી એક સન્યાસી એક અઠવાડિયા માટે સપ્તાહ પારાયણ કરવા માટે આવવાના હતાં. નિર્ધારિત કરેલા દિવસથી સપ્તાહ શરુ થઈ. આખી સોસાયટીને રંગબેરંગી લાઈટોની સીરીજોથી શણગારવામાં આવી હતી. સન્યાસીના સત્સંગ સપ્તાહના દીવસો પસાર થવા લાગ્યા. બે-ચાર દિવસ થયાને સન્યાસીના ધ્યાન પર એક વાત આવી. આખી સોસાયટીમાં બધાં જ ઘરે રંગબેરંગી દીવા બળી રહ્યા હતાં, પરંતુ એમની વ્યાસપીઠની બિલકુલ સામેના મકાનમાં જ કોઈ દીવો કે રોશની જોવા મળતી નહતી. તેમણે સોસાયટીના એક વડીલને આં અંગે પૂછ્યું,

‘આં સામેવાળા મકાનમાં આટલું અંધારું કેમ છે ? કોનું મકાન છે ?’

વડીલે જવાબ આપ્યોં, મહારાજ તમે તો જાણોજ છો કે દરેકે પોતાના કર્મનું ફળ અહીજ ભોગવવું જ પડે છે. એ ઘરની પણ એવી જ કહાની છે.”

સન્યાસીને નવાઈ લાગી, ‘હું કઈ સમજ્યો નહિ ?

વડીલે વાત શરુ કરી, ‘એ ઘર એક ડોક્ટરનું છે. જે હવે હયાત નથી. હાલમાં એ ઘરમાં તેમની વિધવા પુત્રવધુ અને ત્રણ સંતાન રહે છે....’

સંન્યાસીએ વચ્ચે જ પૂછ્યું, ‘કેમ એમના દીકરાને શું થયું હતું ?’

પેલા વડીલે જવાબ આપ્યોં, ‘એનો દીકરો એઈડ્સનો ભોગ બન્યો હતો. અને લાંબી માંદગી બાદ મૃત્યુ પામ્યો હતો. પણ એ બધું એ ડોક્ટરના કર્મનું જ ફળ હતું. જયારે એનો દીકરો મૃત્યુ પામ્યો હતો ત્યારે તેણે રડતાં રડતાં પોતાના દીકરાના મોત માટે પોતાને જ જવાબદાર કહ્યો હતો.’

સંન્યાસીએ પૂછ્યું, ‘એવું કેવી રીતે ?’

વડીલે આગળની હકીકત જણાવતાં કહ્યું, ‘એ ડોક્ટરના કહેવા મુજબ પોતાના દીકરાની ખુશી માટે તેણે એક નિર્દોષ યુવાનને એઈડ્સનો દર્દી હોવાનો ખોટો રીપોર્ટ આપ્યોં હતો. કારણકે એ યુવાન જે છોકરીને પ્રેમ કરતો હતો, ડોક્ટરનો દીકરો પણ એની સાથે જ લગ્ન કરવા માગતો હતો. વળી એ યુવાન અને ડોક્ટરનો દીકરો મિત્રો હતાં. પોતાને એઇડ્સ છે જાણીને એ યુવાન એક દિવસ ઘર અને શહેર છોડીને ક્યાંક ચાલ્યો ગયો. જે ફરી ક્યારેય પાછો ના આવ્યો. અને ડોક્ટરના દીકરાનો રસ્તો સાફ થઈ ગયો. તેણે આ છોકરી સાથે લગ્ન કરી લીધા. પણ થોડા જ વર્ષોમાં એ ડોક્ટરનો દીકરો એઈડ્સનો ભોગ બન્યો. તેની સારવાર પાછળ ડોક્ટરે પોતાનું સઘળું ખર્ચી નાખ્યું. પણ તેને બચાવી ન શક્યો. તેનો દીકરો તો મૃત્યુ પામ્યો પણ પોતાની પત્ની અને બાળકોને પણ આ રોગની ભેટ આપતો ગયો. ડોક્ટર પોતાના દીકરાનું અકાળે મૃત્યુ સહન ના કરી શક્યો અને બે વરસ પછી પોતે એ પુત્રવધુ અને ત્રણ સંતાનોને આ દુનિયામાં નોધારા મૂકી મૃત્યુ પામ્યો. હાલ લોકોના કર્જ નીચે ડૂબેલી એ બાઈ મજુરી કરીને માંડ પોતાનું અને પોતાના બાળકોનું પેટ ભરે છે. રાત દિવસ લોકોની મજુરી કરી ગીરવે મુકેલું ઘર લીલામ ન થઈ જાય એ માટે વ્યાજ ભરે છે. તેની એઇડ્સગ્રસ્ત સ્થિતિને લીધે લોકો તેની સાથે સારો વ્યવહાર પણ રાખતા નથી.’

વડીલની વાત સાંભળીને સંન્યાસીનું માથું ભમવા લાગ્યું. તેને પડી જવાશે એમ લાગતા બાજુના થાંભલાનો આધાર લીધો. તેણે વડીલની રજા લીધી અને પોતાના ઉતારે ગયો. એક જગ ભરીને પાણી એક સાથે પી ગયો. ઊંડો વિચાર કરતો તે પોતાના જીવનમાં વીસ વરસ પાછળ પહોંચી ગયો. હાથમાં કપડાં ભરેલી બેગ લઈને નીકળી પડેલા યુવાનને ખુદને ખબર ન હતી કે તે ક્યાં જઈ રહ્યો છે. મહેસાણાના રેલ્વે સ્ટેશન પર તે ઉભો હતો. એક ટ્રેઇન આવી અને તે બેસી ગયો. તે ટ્રેઇન ક્યાં જતી હતી તેની પણ તેને ખબર ના હતી. ચાલુ ટ્રેઈનમાં ઠંડો પવન લગતા તે સુઈ ગયો. આંખ ઉઘડી ત્યારે ગાડી સુરતના સ્ટેશને ઉભી હતી. તે ગાડીમાંથી નીચે ઉતર્યો. હાથમાં બેગ લઈને તે ચાલ્યો જતો હતો. ત્યાં તેની નજર એક મોટા જાહેરાતના બોર્ડ પર પડી.

તે પાંડેચરીના અરવિંદ આશ્રમનું બોર્ડ હતું. જેમાં લખેલું હતું. ‘જીવન એ ભગવાનની ભેટ છે. તેને વેડફશો નહિ. તેને ભગવાનને સમર્પિત કરો.’ તે યુવાનને પણ એક ઝબકારો થયો અને તે પાંડેચરી અરવિંદ આશ્રમ જવા નીકળી ગયો. બાકીનું જીવન ત્યાંજ વિતાવાનું નક્કી કર્યું. જીવનથી હારેલા તે યુવાનને અધ્યાત્મિક માર્ગે યશ મળ્યો અને તે સંત બની ગયો. પોતાના જીવનથી કંટાળેલા લોકોને પથપ્રદર્શિત કરવાનું કામ તે કરવા લાગ્યો. ઠેર ઠેર તેના સત્સંગ સપ્તાહ યોજવા લાગ્યા. અને આ એ જ યુવાન હતો જે આજે મહેસાણામાં સત્સંગ સપ્તાહ કરવા આવ્યો હતો.

પોતાના ભૂતકાળની સાચી વાસ્તવિકતાઓ જાણીને તે ભાંગી પડ્યો.. આ સંત જ વીસ વરસ પહેલાનો રાજન હતો. પવીસ વરસ પહેલાં પોતાના મિત્ર મયંકે કરેલા દગાનો આઘાત આજે વીસ વરસ પછી પીડા આપી રહ્યો હતો. મયંકે રાજન અને પ્રતિક્ષા બંને સાથે દગો કર્યો હતો. રાજન સાથે દવાખાને ગયેલા મયંકે જ પોતાના પિતા પાસે રાજનનો ખોટો બ્લડ રીપોર્ટ તૈયાર કરાવ્યો હતો. તેણે દગાથી પ્રતિક્ષા સાથે લગ્ન કર્યા હતાં. અને એ પ્રતિક્ષા એજ એ અંધારિયા મકાનમાં રહેવાવાળી ડોક્ટરના દીકરા મયંકની પત્ની હતી.

એક સેવકે આવીને સંન્યાસીને ઉર્ફે રાજનને ઢંઢોળ્યા ત્યારે તેની વિચારમાળા તૂટી. તે વર્તમાનમાં પાછો ફર્યો. એ આખો દિવસ રાજન સામેવાળા મકાન તરફ પ્રતીક્ષાની એક ઝલક જોવા માટે તરસી રહ્યો. પણ તે જોવા ન મળી. બીજા દિવસે સવારે તેણે એક બાઈને એ સામેના ઘરમાંથી નીકળતા જોઈ. તેની ચાલ રાજનને પરિચિત લાગી. તે પ્રતિક્ષા જ હતી. પણ વેઠેલા દુખના ઘા તેના શરીર પર સ્પષ્ટ દેખાતા હતાં. ચહેરો કરમાઈ ગયો હતો. આ જોઈ રાજનનું મન હચમચી ગયું. પણ તે કંઈ કરી શકે તેમ ન હતો. તેણે ધારણ કરેલા ભાગવા ભેખે તેના હાથપગ બંધી રાખ્યા હતાં. આમને આમ સપ્તાહ પુરો થવાનો દિવસ આવ્યો. રાજનને કંઈ સુઝતું ન હતું.

આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો. રાજન ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો. અચાનક તેને કંઇક યાદ આવ્યું. તે ઉભો થઈને દોડ્યો. પોતાનો સમાન જ્યાં હતો ત્યાં જઈ એક થેલો ખોલીને કાગળીયાંઓમાં કશુક શોધવા લાગ્યો. ઘણી મહેનતને અંતે તે જે શોધતો હતો તે તેને મળ્યું. એના ચહેરા પર આનંદ છવાઈ ગયો. તે કાગળ એક બેન્કનો હતો. આજથી પવીસ વરસ પહેલાં તેણે પોતાની સઘળી સંપત્તિ વેચીને તે પૈસાની જે ફિક્સડીપોઝીટ કરી હતી તેની તે રસીદ હતી. તે બેન્ક મહેસાણામાં જ હતી. ડીપોઝીટની મુદત તો ક્યારની પાકી ગઈ હતી. તે તરત જ તે બેંકમાં ગયો. અને બધાં જ નાણા ઉપાડી લીધા. જે ચાર કરોડ જેટલી મોટી રકમ હતી. પોતે સંન્યાસી હતો. તેણે પૈસાની જરૂર ના હતી. તે ગમે તેમ કરીને પ્રતીક્ષાનું દુખ દૂર કરવા માંગતો હતો.

બેન્કમાંથી પાછા ફર્યા પછી તેણે ઘણો વિચાર કર્યો. પછી તેણે પોતાના એક વિશ્વાસુ અનુયાયીને પોતાની પાસે બોલાવી તેને કંઇક વિસ્તારપૂર્વક સમજાવ્યું. તે અનુયાયી એક વીમા એજન્ટ બનીને પ્રતીક્ષાને ઘરે ગયો. અને ત્યાં જઈને કહ્યું, ’હું એક વીમા એજન્ટ છું. તમારા પતિએ મારી પાસેથી એક પોલીસી લીધી હતી. જેમાં તમે વારસદાર છો. આજે તે પોલીસી પાકતા તે પોલીસીના નાણા તમને આપવા આવ્યો છું.’ પ્રતીક્ષાની નવાઈનો પાર ના રહ્યો. એજન્ટે કેટલાક કાગળિયાં પર સહીઓ લીધી અને બધાજ નાણા પ્રતીક્ષાના હાથમાં મૂકી ચાલતો થયો.

બીજા દિવસે સપ્તાહ પૂર્ણાહુતિની ઉજવણીનો દિવસ હતો. આખી સોસાયટી રોશનીથી જગમગતી હતી. પેલી પ્રતીક્ષાનું ઘર પણ આજે રોશનીથી જગમગતું હતું. પ્રતિક્ષા ઘરની બાલ્કનીમાં દીવડા પ્રકટાવી રહી હતી. તેના ચહેરા પર એક અનોખું તેજ દેખાઈ રહ્યું હતું. આ જોઈને રાજનને ખુબ સંતોષ થયો. અંતે સપ્તાહ પૂરી કરીને રાજન પોતાના આશ્રમના અનુયાયીઓ સાથે હસ્તે મુખે પાંડેચરી જવા માટે વિદાય થયો...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational