Vijay Shah

Inspirational

3  

Vijay Shah

Inspirational

દીવો સળગી ચુક્યો હતો

દીવો સળગી ચુક્યો હતો

5 mins
14.4K


સહુની પાસે પોતીકો ઝળહળ દીવો છે

આંખો મીંચી, અંધારાની વાતો ના કર~

ડૉ મહેશ રાવળ

કાશ્મીરાને છાની રાખતા રાખતા કેદાર બોલ્યો “તું નિષ્ફળ નથી પણ તારી જાતને નિષ્ફળ કહી કહી નિષ્ફળતાને ગળે લગાડે છે..“

“કેદાર તુ મારો પતિ છે તેથી તો ઈચ્છુ છું કે તુ સફળ થા મારા માપદંડથી.”

“અરે કાશી તારા માપદંડથી તો સફળ થવાની કોઇ શક્યતા જ નથી... કારણ કે જેવું એક શિખર આંબ્યુ કે તરત તું તારુ માપદંડ બદલીને તેનાથી પણ ઉંચુ મોટુ શિખર બતાવે છે.”

“તે તારા ભલા માટે ને?”

“ના હું તો તારે માટે ભાગુ છું મને તો ચાલીસ વર્ષે જેટલુ જોઇતું હતું તે બધું મળી ગયું છે.. તુ નવા ભયો બતાવે છે અને તેને પહોંચી વળવા વધુ ને વધુ મને દોડાવે છે.”

“ગમે તે કહે પણ તને દોડાવવામાં હું નિષ્ફળ છું. મારી નાતમાં અને મારા ગામમાં પરણી હોત તો હું આના કરતાય વધુ સુખી હોત..."

“ગામડા ગામમાંથી બહાર તારે નીકળવું હતું. શહેરમાં તને લાવી ત્યાંય તને ધરો ના થયો તો મુંબઇ લાવ્યો...ત્યાંય તને ધરો નાથયો તો તને લંડન લઇને આવ્યો. ત્યાંય શાંતિ ના મળી તો અમેરિકા પણ બતાવ્યું હવે તો જરા થાક અને મને થાક ખાવા દે...”

કાશ્મીરા કહે “તે તારા થાકને તો રડું છું.. હજી મારા ઘરમાં ઘણું નથી...”

કેદાર કહે “જે છે તે તો તારે જોવું નથી અને જે નથી તેને શોધ્યા કરીશ તો કાશી.. જે છે તેને ક્યારે માણીશ?”

પેનીક બટન દબાયું અને કાશ્મીરા ડુસકે ચઢી...”જે કહું છું તે કરતો નથી અને મારા સપના પુરા થતા નથી..” ધ્રુસકેને ધ્રુસકે રડતી કાશ્મીરાને છોડી દુઃખી મને કેદારે ઓફીસે જવા હોંડા બહાર કાઢી...

કેદારના ગયા પછી કાશ્મીરા કામે લાગી. ઘર સાફ કરતા કરતા રેશમના પડદા જોયા.. તેને હલકા પવનમાં લહેરાતા જોઇ તેને યાદ આવ્યું તેનું ગમતું ગીત...”પિયાકા ઘર હૈ.. રાની હું મેં રાની હું મે..” આછા લીલા રંગના સોફા સાથે મેચ થતો પડદાનો રંગ જોઇ તેને હાશ તો થઇ.. તેના મને પાછા વળીને કેદારના શબ્દો યાદ દેવડાવ્યા..”જે છે તેને ક્યારે માણીશ?”

અમેરિકામાં રામલા નહીં તેથી બધું જાતે કરવાનું.. પણ સાથે કેટલા બધા મશીનો.. લોડ કરીને સ્વીચ દાબો અને ૧૦ મિનિટમાં બે ડોલ ભરેલ કપડા સાફ... વાસણો ધોવાના મશીનમાં મુકી દો એટલે પત્યું ...ટીવી ઉપર સવાસો ચેનલ.. રીમોટ કંટ્રોલ ઉપર ચાંપ દાબી અને જે જોવું હોય તે બધુ જોવાય... આ બધું ક્યાં આટલી સુગમતાથી દેશમાં મળે?

તેની વિચાર ધારા નકારાત્મક્તાથી હકારાતમકતા પર વળતી હતીને શીકાગોથી કાશ્મીરાની હમણા જ ભારતથી આવેલી નાની બહેન ઐશ્વર્યાનો ફોન આવ્યો....” કાશી બહેન...અહીં તો બધુ કેટલું મોંઘુ છે?”

“અરે બેના આ અમેરિકા છે અને ભારતના રુપિયામાં ફેરવીને ખર્ચો જોઇશ તો ક્યારેય નહીં જીવાય.”

“એટલે?”

“એટલે અહીં ડોલરમાં કમા અને પછી ડોલરમાંથી ખર્ચા કરીશ તો જ ગુણ્યા સાહિંઠ ભુલાશે... જેવો દેશ તેવો વેશ સમજીને?”

“પણ બેન તમારે તો કેટલું સારું.. જીજાજી તો લાખોમાં રમે છે અને અહી કલાક્ની ૮ ડોલરની નોકરીમાં ક્યારે ઉધ્ધાર થશે?”

“થશે ઐશ્વર્યા એમણે પણ શરુઆતમાં સાત ડોલર પર અવરની નોકરી કરેલી.. સાથે સાથે ભણ્યા અને ઉંચા પગારની નોકરી એ લાગ્યા હતા.”

“આ મોટી ઉંમરે આવ્યા ત્યારે પાકા ઘડે કાંઠલા કેમ ચઢે?”  

કાશ્મીરાને પહેલી વખત કેદાર માટે માન થયું.. આમ તો તે પણ મોટી ઉંમરે જ આવ્યો હતોને? રાતની સ્ટોરમાં નોકરી અને દિવસે કોલેજ કરતો અને છ મહીના ભણ્યો ત્યારે તેની જિંદગી લાઇને ચઢી હતીને?

“ઐશ્વર્યા.. આ દેશમાં જે આવ્યા તે બધ્ધાની આ કથા છે.. થોડુંક અહીનું ભણી લે પછી સૌ સારું થઇ જશે.”

"પણ દીદી તમારું ઘર અને બેકયાર્ડ તો જોઇ જોઇને હું તો જલી જાઉ છું હું ક્યારે આવી બે પાંદડે થઇશ? નો મોટો નિસાસો નાખ્યો..."

“થોડીક વહેલી આવી છું ને તેથી એવું તને લાગે છે..”

"ના પણ કયાં જીજાજી અને ક્યાં સમીર?.. જીજાજી તો પથ્થરમાં પાટું મારે અને પાણી કાઢે તેમ કમાય....ને સમીર તો બેઠા બેઠ હુકમો કરે.. આવા ટાયલા ઘોડા સાથે રેસ ક્યારે જીતાશે?”

“એવું ના બોલાય.. ગમે તેમ તો સમીર તારો વર છે...”      

"પણ તે રેસનો ઘોડો નથી.. તેથી તો મને લાગતુ નથી કે હું વીસેક વર્ષે પણ તમારા જેટલી બે પાંદડે થઇશ...”

કાશ્મીરાને હવે થયું કે મારી પાસે જે છે તે તો હું જોતી નથી તેમ કેદાર કહે છે તે સાચુ છે. તેણે તેના ઘરને શાંતિથી જોયુ.. સુંદર રેશમી પડદાઓ, દરેક રુમની સજાવટ તેણે તેના આંતરિક ગમા અને અણગમાને આધારે કરી હતી.. તેથી જે પણ મહેમાન ઘરમાં આવે અને પહેલી નજરે જ કહેતું કેદારભાઇ ઘરને તો સરસ સજાવ્યુ છે...” કેદાર તે વખતે મને જોઇને કહેતો.. ભાઇ મેં તો ખાલી ચેક ઉપર સહી જ કરી છે.. સજાવટ તો બધી કાશ્મીરાની...”

ઐશ્વર્યા બસ વખાણ કરતી ગઇ અને કાશ્મીરા જંપતી ગઇ. ફોન મુકાયા પછી..તે વિચારતી રહી કે તે ક્યાં નિષ્ફળ છે?

ભોળો ભગવાન જેવો અને સમજુ પતિ મળવો તે કંઇ નાનું સુખ છે...તન મન અને ધનથી દરેક રીતે સમજુ અને સજ્જ.. બે દીકરાઓ સારું ભણીને ઠેકાણે પડ્યા.. તેમને સુશીલ કન્યાઓ મળી અને બબ્બે પૌત્રોની તે દાદી બની..તે કેટલુ મોટું સુખ છે? જેની પાસે તે નથી તેને પુછી જુઓ તો સમજાય કે સારો પતિ અને સારા સંતાનો હોવા તે સુખ છે. ફોર્ડ ગાડી હોય કે લેક્ષાસ.. બંનેનું કામ તો એક જ છે ને તમને તમારી નિશ્ચિંત જગ્યાએ પહોંચાડવાનું?

“હવે કેદારને નથી દોડાવવો...જેટલું છે તે જોવાનું તે કહે છેને? ચાલ જીવ હવે “હું નિષ્ફળ”નું ગાણું છોડ અને છોડ દુનિયા સાથે તારી જાતને સરખાવવાનું...’

સમીરે લખેલી ઐશ્વર્યા માટેની પંક્તિ તેને યાદ આવી ગઈ

તારી અપેક્ષાઓનો અંત આવે ના કદી,

તે ના પુરી થાય તેથી સુખ ના મળે કદી.

કાં મારી જેમ સંતોષાઇ જા વા’લી સખી,

કે પછી રોઇ રોઇને  ભર આખો દરિયો સખી.

સમજાવી સમજાવી થાક્યો કે સખી જો ના પામી શકાય ના તેવા ઉંચા ઉંચા સ્વપ્ના.. અને અપેક્ષાઓની વાદે વાદે ના ચઢાય. જ્યારે સપનાઓ ભાંગે ત્યારે રડી રડીને ભર ના દરિયા. સુખની એક માત્ર દવા છે, છે તેનો સંતોષ અને નથી તેનો ના હોય કોઇ ઉચાટ. હું તો સંતોષાઇ ગયો છું મારી પાસે જે છે તેનાથી.. અને હવે નથી જોઇતુ કંઇ આનાથી વધુ..

દુઃખ માત્ર મારું એટલું જ કે નવા સુખોની અપેક્ષામાં તુ નથી માણતી આજને.. કે નથી ભુલતી ગઇ કાલને.. આવતી કાલની કલ્પનાઓમાં વેઠે છે તુ દુઃખ આજે અનેક. વધુ તો શું કહું માની જાને સખી! જેટલું હાથે તેટલું જ સાથે. તેની અંદરનો દીવો સળગી ચુક્યો હતો.. તેની આંખો ખુલી ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational