MITAL PARMAR

Crime Inspirational Thriller

3  

MITAL PARMAR

Crime Inspirational Thriller

દીકરીની હિંમત

દીકરીની હિંમત

3 mins
15.4K



ઘણા વર્ષો પહેલાની વાત છે. રામપુર નામનું એક ગામ હતું. એ ગામમાં રાજસિંહ નામનો એક માણસ રહેતો હતો. તેણે ગામના બધાજ માણસોને પોતાના ગુલામ બનાવી રાખ્યા હતા. તેમની પાસે કામ કરાવતો. બધાંની સામે એવી મુસીબત ઉભી કરે કે બધાને લાચારીમાં તેના નોકર બનવું જ પડે. આજ ગામમાં એક મનોહર નામનો માણસ તેની પત્ની વસુંધરા સાથે રહેતો હતો.

વસુંધરા માં બનવાની હોય છે. એક રાત્રે તેણે ત્યાં એક દીકરીનો જન્મ થાય છે. વસુંધરાને મનમાં એવો ડર હોય છે, કે જો રાજસિંહ ને મારી દીકરી વિષે ખબર પડશે, તો એ મોટી થયા બાદ મારી દીકરીને પણ ગુલામ બનાવશે. આમ વિચારી વસુંધરા પોતાની દીકરીને પોતાની બહેનના ઘરે મોકલી દે છે. અને કહે છે, જયારે તે આંઠ વર્ષની થશે ત્યારે તે લઇ જશે. તેણે નક્કી કર્યું હોય છે કે અમે ભલે ગુલામી વેઠી પણ મારી દીકરી નહિ જ વેઠે. હું એને એવી રીતે તૈયાર કરીશ કે તે રાજસિંહના અત્યાચારનો અંત કરશે. દીકરીના જન્મની વાત રાજસિંહ જાણે છે ત્યારે મનોહર પાસે આવે છે અને દીકરી વિષે પૂછે છે, ત્યારે મનોહર કહે છે કે, 'બાપુ અમારે તો દીકરી જન્મી હતી, પણ એતો જન્મતા જ મૃત્યુ પામી છે.' રાજસિંહ ત્યાંથી ચાલ્યો જાય છે.

એક વાર રાજસિંહ અત્યાચારની બધી સીમા પાર કરી જાય છે. તે લોકોને મજબુર બનાવા માટે ગામના પાણીના કૂવા પુરાવી દે છે. અને લોકોને પોતાના કૂવાના પાણી માટે મજબુર બનાવા છે. પોતાના કૂવાના પાણીના બદલામાં તે લોકોના છોકરાઓને ગુલામ તરીકે રાખે છે. મજબૂર ગામલોકો કંઈ કરી શકતા નથી. લાચારીમાં હાથ પર હાથ ધરી બેસી રહે છે. બીજી બાજુ રીટાનો ઉછેર એક સૈનિકની જેમ થાય છે. તે જુદા જુદા હથિયાર ચલાવતાં અને યુદ્ધકળા શીખે છે. તેણે મોટી થઈને રાજસિંહનો નાશ કરવાનો હોય છે.

જયારે વસુંધરાની દીકરી રીટા આંઠ વરસની થાય છે, ત્યારે તે પોતાના માં-બાપ પાસે પાછી આવે છે. આ વાતની ખબર રાજસિંહને પડે છે. તે રીટાને ગુલામ બનાવવા આવે છે, પણ ચાલાક રીટા ત્યાંથી નાસી છૂટે છે. રીટા મનોમન નક્કી કરે છે કે તે કોઈપણ રીતે આ ગામને રાજસિંહના ત્રાસથી છોડાવશે જ. તેણે નક્કી કર્યું કે તે રાજસિંહના એક એક અપરાધની સજા જરૂર આપશે.

ગામના બધા જ લોકો રાજસિંહનો અત્યાચાર સહેતા હતા. રીટા આ અત્યાચારનો વિરોધ કરતી, તો બધા ઉલટાનું રીટાને વઢતા, ‘વરસોથી આ ગામના લોકોમાંથી કોઈએ રાજસિંહ સામે માથું ઉપાડ્યું નથી. અને આ આજકાલની છોકરી રીટાડી રાજસિંહ સાથે બાથ બીડવા જાય છે, તે સારું નથી.’ પણ મનોહર અને વસુંધરા રીટાની સાથે હતા. તેઓ રીટાને હિંમત આપતા હતા. તેમણે કહ્યું, ‘દીકરી રીટા તું અમારો દીકરો છે, જેમ કૃષ્ણએ તેના માતા પિતાને કારાંગારમાંથી મુક્ત કરાવ્યા હતા, તેમ તું પણ અમને આ રાજસિંહની ગુલામીમાંથી મુક્ત કરાવજે.

થોડા સમય બાદ રીટાને સમાચાર મળે છે, કે રાજસિંહએ ગામના લોકો માટે મંદિરમાં ભોજન સમારંભ રાખ્યો છે, પણ તેમાં તેણે મનોહર અને વસુંધરાને મારવા માટે ભોજનમાં ઝેર બેલાવ્યું છે. રીટા સંતાઈને વેશપલટો કરીને મંદિર આવે છે. રાજસિંહ ત્યાં બેઠો હોય છે, રીટા મંદિરમાં માતાજીની મૂર્તિ પાસેથી ત્રિશુલ ઉપાડે છે, અને દોડતી જઈને પુરા જોર સાથે રાજસિંહની છાતીમાં તે ભોંકી દે છે. રાજસિંહ કંઈ સમજે તે પહેલા તો ત્રિશુલ તેની છાતીની આરપાર થઇ જાય છે. રાજસિંહનું ત્યાં જ મૃત્યુ થાય છે.

આખું ગામ આજે આનંદ કરે છે. રીટા એ તેમને રાજસિંહ નાં ત્રાસમાંથી મુક્તિ અપાવી છે. વસુંધરા અને મનોહર પણ પોતાની દીકરીના પરાક્રમથી ભાવ-વિભોર બની જાય છે. રાજસિંહની બધી જ મિલકત ગામમાં સરખે ભાગે વહેંચી દેવામાં આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime