દીકરી
દીકરી
કોઈ દીકરીને પૂછજો પોતાનું ઘર છોડવું કેટલું મુશ્કેલ છે આ તો રીવાજ છે બધાએ કરવો પડે છે કેટલું સહેલું છે પણ વિચારજો કરવું પણ કેટલું મુશ્કેલ છે. પોતાના બધા સંબંધોને પાછળ છોડી, પારકા પોતાના કરવા ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. છતાં બન્ને પરિવારને સાથે રાખીને ચાલે છે કોઈ દીકરીને પૂછજો પોતાનું ઘર છોડવુ કેટલું મુશ્કેલ છે. બાળપણથી જ ને તમે પોતાના ઘરમાં હતા ત્યાં હવે મહેમાન છો એમ સાંભળવું કેટલું મુશ્કેલ છે. તે છતાં હસીને આ વાત સ્વીકારી લે છે, કોઈ દીકરી ને પૂછી જો પોતાનું ઘર છોડવું કેટલું મુશ્કેલ છે.. ઘણા સપનાઓ હતા ઊંચે ગગન ઊડવાના પોતાની પાંખોથી બીજાને ઉડાન આપવી કેટલું મુશ્કેલ છે.. એમ છતાં બધા સમાધાન કરી લે છે કોઈ દીકરી ને પૂછજો પોતાનું ઘર છોડવુ કેટલું મુશ્કેલ છે.. દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન એક લીલા પાનની અપેક્ષા હોય.
